*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
સફળ થવા માટે માણસે સેલ્ફ મૉટિવેટ રહેવું જોઇએ. હવે સવાલ એ આવે કે, સેલ્ફ મૉટિવેટ રહેવું કઈ રીતે? એમાં સૌથી પહેલી વાત એ છે કે, જિંદગીમાં પ્રલોભનો આવતાં જ રહેવાનાં છે. મહેનત કરવાને બદલે મજા કરવાનું ગમવાનું જ છે. પહેલાં તો એ નક્કી કરવું પડે કે, અત્યારે મારો સમય મહેનત કરવાનો છે. અત્યારે મહેનત નહીં કરું તો મેળ પડવાનો નથી. જેમ જેમ સમય જતો જાય છે એમ એમ લાલચો, પ્રલોભનો વધતાં જ જાય છે. મોબાઇલ સૌથી હાથવગું મનોરંજન છે. અગાઉના સમયના લોકો કરતાં અત્યારના યુવાનોએ મન વધુ મક્કમ કરવું પડે એમ છે, કારણ કે એન્ટરટેઇનમેન્ટના ઓપ્શન આજે છે એટલા અગાઉ હતા જ નહીં. રસ્તાઓ બહુ લપસણા થઇ ગયા છે. જરાકેય ધ્યાન ચૂકીએ તો લપસી જવાય એમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.