19 મે, 2024

GM

 

*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

બધા સંબંધો સાચવી શકાતા નથી. કેટલાંક સંબંધો તૂટવા માટે સર્જાયા હોય છે. તમે ગમે તે કરો તો પણ કેટલાંક સંબંધો બચાવી શકાતા નથી, એનું કારણ હોય છે કે, સંબંધ ક્યારેય એક પક્ષે ટકી શકે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ આપણે દરેક સંબંધ બચાવી શકતા નથી. સામે પણ સત્ત્વ હોવું જોઇએ.


18 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

જે માણસ પોતાને નથી માનતો ભગવાનને પણ માની નહીં શકવાનો. ધર્મ અને અધ્યાત્મની શરૂઆત પોતાનાથી થાય છે. માંહ્યલાને સમજશો તો પરમાત્માનો પરિચય મેળવી શકશો

17 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સુખ અને દુ: ઘણાબધા અંશે માનસિક હોય છે. જેને ખરેખર દુ: કહી શકાય એવું તો થોડુંક છે. સ્વજનનું મૃત્યુ અને બીમારી પીડા આપે છે. સિવાય જે બને છે એનાથી કેટલું દુ:ખી થવું તો આપણે નક્કી કરવાનું હોય છે. આપણે અંધારામાં પડ્યા રહીએ તો એમાં વાંક આપણો હોય છે. આપણને ખબર હોય કે અહીં અંધારું છે તો ત્યાંથી વહેલીતકે અજવાળા તરફ ચાલ્યા જવું જોઇએ. અંધારું આપોઆપ હટવાનું નથી

16 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

દરેક પંખીને ખબર હોય છે કે ઊડવું હશે તો પાંખો ફફડાવવી પડશે. આપણને ખબર હોવી જોઇએ કે, જિંદગીના આકાશને માણવા માટે પાંખો ફફડાવવી પડશે. માણસે વિચારવું જોઇએ કે, મારી પરેશાનીનું કારણ ક્યાંક હું તો નથીને? હું ખોટા ખોટા વિચારો કરીને મને હેરાન નથી કરતોને? માણસ સૌથી વધુ પોતાને હેરાન કરતો હોય છે! આવું કરતા હમેશા ખુશ રહો સારું વિચારો અને શાંત  રહો .

14 મે, 2024

GM

 

*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

બધાને સરસ રીતે જીવવું હોય છે પણ જીવી શકતા નથી. કેમ નથી જિવાતું એવો સવાલ કરીએ તો કહે છે કે, જુઓને કોઈ શાંતિથી જીવવા ક્યાં દે છે? રોજે રોજ કોઇ ને કોઇ ઉપાધિ હોય છે! ગમે તે કરીએ તો પણ મેળ પડતો નથી. ધાર્યું કંઈ થઈ શકતું નથી. આપણી જિંદગીને દુ:ખી સાબિત કરવા માટે આપણી પાસે પૂરતાં કારણો હોય છે પણ સુખ માટે કોઈ કારણો નથી હોતાં

13 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

કોઇ રાજી કરે અને આપણે રાજી થઇ જઇએ, કોઇ નારાજ કરે અને આપણે ઉદાસ થઇ જઇએ, કોઇક ચાળો કરે અને આપણે ગુસ્સે થઇ જઇએ, એનો મતલબ તો થયો કે આપણે કોઇ ઇચ્છીએ એમ જીવીએ છીએ.
ક્યારેક થોડોક વિચાર કરી જોજે કે આપણે આપણને ગમે એવું કેટલું જીવીએ છીએ? બધાને સરસ રીતે જીવવું હોય છે પણ જીવી શકતા નથી

12 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

કોઇ આપણને કંઈ બોલી જાય અને આપણો મૂડ આઉટ થઇ જાય છે. મૂડ તો ત્યારે આઉટ થાયને જ્યારે આપણે થવા દઈએ? આપણે થવા દઈએ તો? કોઇ કંઇ બોલે કે કોઇ કંઇ કરે એની કેટલી અને કેવી અસર આપણે આપણા પર થવા દેવી તો આપણે નક્કી કરવું જોઇએને? જો તમે નક્કી કરી શકો તો સમજવું કે, તમારો કંટ્રોલ તમારા પર નથી. માણસે એવું રમકડું ક્યારેય બનવું જોઇએ જેની ચાવી બીજા કોઇના હાથમાં હોય

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  *GOOD Morning* 🔼🔽 *ECHO- एक गूंज* 🌍 બધા સંબંધો સાચવી શકાતા નથી . કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે . તમે ગમે...