અજમાવી જૂઓ

મીનાક્ષી તિવારી


http://bit.ly/Gujaratsamachar


  ·         બટાકાનો સ્વાદ ઘણી વખત મીઠાશ પડતો લાગે છે. આવા બટાકા ઘરમાં આવી ગયા હોય તો મૂંઝાશો નહીં. બટાકા બાફતી વખતે તેમાં અડધો ચમચો મીઠું અને ચાર લવિંગ નાખવાથી સ્વાદ સામાન્ય થઇ જશે.

  • ·         કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં જરા રાઇના કુરિયા નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.
  • ·         મેંદાને પ્લાસ્ટિકના ડબામાં કે ઝીપલોક થેલીમાં રાખીને રેફ્રિજરેટરમાં રાખવાથી તેમાં જીવાત પડતી નથી.
  • ·         ચણાના લોટનો હલવો બનાવતી વખતે ચણાના લોટને ઘીમાં શેકી ચા-સાકરની ચાસણી ધીમે ધીમે ઉમેરતા જવું. ધીમા તાપે રાખી હલાવતા જવું જેથી લોટમાં ગઠ્ઠા નહીં બાઝે.
  • ·         મલાઇને ડીપફ્રિજરમાં રાખી માખણ બનાવી ઘી બનાવવાથી ઘી બનતી વખતે આવતી વાસ ઘરમાં ફેલાશે નહીં. ઘરમાં ઘી બની રહ્યું છે તેની કોઇને જાણ સુદ્ધાં નહીં થાય.
  • ·         અનારદાણાને વાટતા પહેલાં તેને બે મિનિટ  ઓવનમાં શેકવાથી અનારદાણા મિક્સરમાં ચોંટશે નહીં.
  • ·         ફૂલાવેલી ફટકડીની થી માત્રા દિવસમાં ત્રણ વખત લેવાથી કફ અને ઉધરસમાં રાહત થાય છે.
  • ·         ઢોકળાના ખીરામાં કોથમીર તેમજ રાઈ-જીરુ-હિંગ, લીમડાનો વઘાર કરી તેને ઉથ્થપાની રીતે ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. કડક ભાવતું હોય તો ખીરાને તવા પર ફેલાવી મધ્યમથી ધીમો તાપ રાખી તવા પર ઢાંકણ ઢાંકી દેવું. ઢાંકણ ઢાંકતા પહેલાં ફેલાવેલા ખીરાની આસપાસ તેલ પાથરવું. એક બાજુ થઇ જાય પછી રીતે બીજી સાઇડ રાંધવી. સ્વાદિષ્ટ ઉથ્થપા ઉતરશે.
  • ·         વ્હાઇટ સોસ ઘરમાં હોય અને ઝટપટ બનાવવાની જરૂર પડે તો એક મોટા ચમચા પિગળેલા માખણમાં દોઢ મોટો ચમચો મેંદો ભેળવી બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવી આંચ પરથી ઉતારી લેવું.
  • ·         કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં જરા રાઇના કુરિયા નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.
  • ·         આંબળાના અથાણામાં થોડી સાકર ભેળવી દેવાથી અથાણાનો રંગ જળવાઇ રહેશે.
  •  
  • ·         દાઢના દુખાવાથી રાહત પામવા લવિંગનું તેલ લગાડવું.
  • ·         હેડકીથી છુટકારો પામવા તુલસી તથા સાકર ખાઇને પાણી પીવું.
  • ·         નાળિયેર પાણીનું નિયમિત સેવન કિડનીમાં રહેલી પથરીને દૂર કરે છે.
  • ·         ઢોસા ઉતારવાના તવા પર અડધો કાંદો રગડવો પછી તવા પર તેલના બે-ચાર ટીપાં નાખી કાંદાથી ફેલાવાથી ઢોસો તવા પર ચોંટશે નહીં તેમજ ક્રિસ્પી થશે.
  • ·         દાડમ કબજિયાત દૂર કરે છે તેના સેવનથી પેટના દુખાવામાં રાહત થાય છે તેમજ પાચનશક્તિ સુધરે છે.
  • ·         નસકોરી ફુટતા નાકના ફોયણાં પાસે કાંદાનો ટુકડો રાખવાથી આરામ મળે  છે.
  • ·         વરસાદના પાણીથી પગને ઇન્ફેકશન લાગે માટે ફૂટ ક્રિમ  અથવા કોપરેલ લગાડવું.
  • ·         ચણાના લોટના જાડા ગાંઠિયા તળી કઢીમાં નાખવું. સ્વાદિષ્ટ કઢી બનશે.
  • ·         મેથીના સકરપારા કે પૂરી બનાવવા ઘઉંના લોટના એક વાડકામાં અડધો વાડકો મેંદો ભેળવી મનભાવતો મસાલો કરવો.

·        
************************************************************************************************

·         કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે.

·         આદુના રસમાં ચપટી હીંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી સોડમ આપશે. કાંદા હોય તો નુસખો ઉપયોગી બને છે.

·         લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે.

·         મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો મેંદુવડા સારા થશે.

·         શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત દાઝ્યા પર વનપસ્તિ ઘી લગાડી દેવાથી ફોડલાં નહીં પડે.તેમજ બળતરા શાંત પડી જશે.
 

·         ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.

·         પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.

 

 

·         મચ્છરના ડંખથી બચવા લવિંગનું તેલ લગાડવું.

·         જેમનું વજન વધતું હોય, જેઓ કાયમ દુબળા-પાતળા રહેતા હોય તેમણે ભોજનમાં  - દિવસે અડદની દાળ, અડદનો ઉપયોગ કરવો. તે સાથે શારીરિક શ્રમ કે વ્યાયામ કરવો. તેથી - માસમાં શરીર જાડું, પુષ્ટ અને તાકાતવાન બનશે.

·         બહારના માર કે મચકોડ પર હળદર તથા મીઠું ગરમ કરી લેપ કરવો તથા  ગોળ-ઘીમાં બનાવેલ ઘઉંના લોટનો શીરો ખવડાવવાથી પીડા દૂર થાય છે.

·         ચણાના લોટમાં દૂધ તથા તેલ મેળવીને કાયમ સ્નાન કરવાથી શરીરનો રંગ ગોરો તેજસ્વી બને છે.

·         મસૂરની દાળના લોટમાં દૂધ તથા થોડું તેલ નાખીને (સાબુને બદલે) તેના ઉબટનથી રોજ ચહેરા તથા શરીર પર ચોળીને સ્નાન કરવાથી વાન સુંદર બને છે. મેદસ્વીએ દૂધ-તેલ વગર એકલા લોટથી સ્નાન કરવું.

·         એલચીના ફોતરાં બાળી તેની ભસ્મ મધ સાથે  ચાટવાથી કફની ઊલટી-ઊબકામાં રાહત થાય છે.

 

·         ગાલ પચોળિયા પર ગરમ પાણીમાં મીઠું નાખી રોજ - વાર કોગળા કરવા. બારીક મીઠું ઝીણા કપડાની બેવડમાં મૂકીને ગળા પર ગાલપચોળા પર બાંધવાથી લાભ થાય છે.

 

·         કેરીનું સેવન રૃચિવર્ધક,વાતપિત-કફનાશક, બળવર્ધક,પૌષ્ટિક અને રંગ નિખારનાર છે.

·         કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી.

·         ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બન્ને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો.

·         જુના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો.

·         ખમણી પર તેલ ચોપડી ચીઝ ખમણવાથી ચીઝ ખમણીને ચોંટશે નહીં.

·         ચોખાની ખીરમાં જાવંત્રી નાખવાથી ખીર વધુ સ્વાદિષ્ટ થાય છે.જૂનું ટૂથબ્રશ  કાંસકો સાફ કરવાના ઉપયોગમાં લેવું.

·         રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી.

·         ત્વચાને નરમ બનાવવા કોટનને દૂધમાં ભીંજવી  ચહેરા પર થપથપાવવું.અને અડધો કલાક સુધી રહેવા દઇ પાણીથી ચહેરો ધોઇ નાખવો.

·         ત્રણ ચમચા ટામેટાના રસમાં એક ચમચો ચંદન પાવડર અને એક ચમચો મુલતાની માટી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ ગયા બાદ ઠંડા પાણીથી ધોઇ નાખવું. ત્વચા સ્નિગ્ધ અને ચમકીલી થશે.

 

 

·         દૂધ જમાવતી વખતે એક ચમચી મિલક પાવડર નાખવાથી દહીં ઘટ્ટ જામે છે.

·         પૂરીના લોટમાં રવો ભેળવવાથી પૂરી ક્રિસ્પી થાય છે.

·         માઇગ્રેનથી રાહત પામવા ૧૦-૧૨ બદામ ચાવીને ચાવીને ખાવી.

·         એક ચમચો મેથી દાણામાં એક કપ પાણી નાખી ઉકાળી સવાર-સાંજ પીવાથી અસ્થમામાં રાહત થાય છે.
કાંદા-લસણ-ટામેટાની ગ્રેવી બનાવી તેમાં પનીર ખમણીને નાખવાથી સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે.

·         કલિંગરના ટુકડાને મિકસરમાં નાખી તેમાં સાથે પાણી, સાકર તેમજ રોજ શરબત ભેળવી લિકવિડાઇઝ કરી ગાળી ઠંડુ કરી પીવાથી સ્વાદિષ્ટ જ્યૂસ તૈયાર થાય છે. ગરમીમાં ઠંડા-ઠંડા કુલનો એહસાસ કરાવે છે.ઇચ્છો તો બરફના ઝીણા ટુકડા કે ક્રશ કરેલો બરફ પણ નાખી શકાય.તેનાથી જ્યૂસ વધુ સ્વાદિષ્ટ લાગે છે.કલિંગરના નાના-નાના ટુકડા જ્યૂસમાં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.

·         ગરમીમાં ચહેરાને ઠંડક પ્રદાન કરવા ચંદનની પેસ્ટ બનાવી લગાડવી.

·         બહુ ઋણ ચડી ગયું હોય તો ગજેન્દ્ર મોક્ષનો પાઠ નિયમિત વાંચાવાથી  ફાયદો થાય છે.

·         નોકરી કે રોજિંદા જીવનમાં  વાંરવાર  અડચણ આવતી હોય તો નારાયણ કવચનો પાઠ વાંચવાથી બાધાઓ દૂર થાય છે.

·         દૂધ કેરી સીઝનમાં નિયમિત ખાવાથી પૌષ્ટિક સાબિત થાય છે.

·         તીખા ગાંઠિયા કઢીમાં નાખવાથી કઢી સ્વાદિષ્ટ થાય છે.

·         સેવ ટામેટાના શાકમાં કાંદા લસણ નાખવાથી શાક વધુ સ્વાદિષ્ટ થાય છે.

·          

 

·         *મધની શુદ્ધતા ચકાસવા મધના એક-બે ટીપાં એક કપ પાણીમાં નાખવા તળિયે બેસી જાય તો મધ શુદ્ધ સમજવું.

·         *શરીરમાં પિત્ત દૂષિત થતાં શરીરે ખંજવાળ આવે છે અને લાલ ચકામા થઇ જાય છે. તકલીફથી રાહત પામવા કોકમનું શરબત થોડી થોડી વારે પીવું. તેમજ લેકટોકેલેમાઇન લગાડવું.

·         *ટામેટાંની છાલ સરળતાથી ઉતારવા માટે પ્રથમ તેને એક મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવા અને પછી તરત ઠંડા પાણીમાં ડૂબાડવા. છાલ તરત ઉતરી જશે.

·         *સોસમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરવો.

·         *પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય.

·         *ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદે તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.

·         *હેરડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.

·         સોડા બાઈ કાર્બ તથા મીઠાને સપ્રમાણ ભેળવી દાંતે ઘસવાથી પેઢાની તકલીફ દૂર થશે.* એલચી ખાવાથી મુખમાંથી કાંદા લસણની દુર્ગંધ નહીં આવે.

·         ઘરમાં રંગ કરાવ્યો હોય અને લાદી પર રંગના ડાઘા પડી જાય નહીં તેથી રંગ શરૃ કરતાં પહેલાં લાદી પર કેરોસિનનું પોતું કરવું.

·         *********************************************************************************

·         અપચામાં આદુનો રસ મધમાં ભેળવી પીવાથી  ફાયદો થાય છે.

·         * ભોજન બાદ વરિયાળી ચાવવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.

·         * હુંફાળા પાણીમાં લીંબુનો રસ  તેમજ મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાની સામાન્ય તકલીફ હોય તો તે દૂર થાય છે.

·         * એરડિંયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે.

·         * એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવોરગડવો, ત્રણ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નિખરશે.

·         * તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે-ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે.

·         * બટાટાના કોફ્તા બનાવતી વખતે બટાકાના  છૂંદામાં પનીર ભેળળળું અથવા બ્રેડની બે સ્લાઇસ લઇ તેની કિનારી દૂર કરી ભેળવવવાથી ખોપ્તા ક્રિસ્પી બને છે.

·         * હોઠ પર સવાર-સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂૂબસૂરત લાગશે.

·         * શિયાળામાં કોલ્ડ ક્રીમના બદલે તેલ લગાડવાથી ત્વચા મુલાયમ રહે છે.

·         * ચકરીમાં મલાઇ નાખવાથી ચકરી મુલાયમબને છે.

·         * ફરસીપૂરીમાં ડાલ્ડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપૂરી ક્રિસ્પી બને છે.

·         કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન  અંજીર સાથે ચાવી ચાવીને ખાવા

·         - ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.

·         -બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.

·         - એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.

·         - ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.

·         - નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.

·         - માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા -૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી. પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.

·         શરીરમાં પિત્ત દૂષિત થતાં શરીરે ખંજવાળ આવે છે અને લાલ ચકામા થઇ જાય છે. તકલીફથી રાહત પામવા કોકમનું શરબત થોડી થોડી વારે પીવું. તેમજ લેકટોકેલેમાઇન લગાડવું.

·         *ટામેટાંની છાલ સરળતાથી ઉતારવા માટે પ્રથમ તેને એક મિનિટ માટે ઉકળતા પાણીમાં રાખવા અને પછી તરત ઠંડા પાણીમાં ડૂબાડવા. છાલ તરત ઉતરી જશે.

·         *સોસમાં મીઠાશ લાવવા સાકરની બદલે ગાજરનો ઉપયોગ કરવો.

·         *પાસ્તાને વધુ પાણીમાં બાફવાથી તે ચીકણા નહીં થાય.

·         *મધની શુદ્ધતા ચકાસવા મધના એક-બે ટીપાં એક કપ પાણીમાં નાખવા તળિયે બેસી જાય તો મધ શુદ્ધ સમજવું.

·         *ભાત વધારે પડતા રંધાઇ જાય તો તેમાં થોડું પાણી અને ઘી નાખવું અને થોડી મિનિટો બાજુ પર મૂકી દેવું. ત્યાર બાદે તેને ચારણીમાં ઠાલવી વધારાનું પાણી નિતારી દેવું. અને પછી એક થાળીમાં ભાત પાથરી દેવો. ભાતનો દાણો છૂટ્ટો પડી જશે. પાણી અને ઘી ભાત શોષી લેશે અને ભાત કોરા થઇ જશે.

·         *હેરડાઇના ડાઘા કપડા પરથી દૂર કરવા ડાઘા પર કાચો કાંદો ઘસવો અને પછી ધોવું.

·         *ચમેલીના ૧૦-૧૨ ફૂલને વાટી ચહેરા પર લગાડવાથી ચહેરા પર કાંતિ છવાય છે.

·         ફાટેડી એડી પર રાતના સૂતા પહેલા પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરવુ સવારે પાણીથી ધોઇ નાખવું રાહત થાય છે.

·         દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

·         દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

·         દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીમાં કેલશિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે.

·         દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેકશનથી બચાવે છે.

·         અલ્સર જેવી બીમારીમાં દહીંનું સેવન વિશેષ લાભ આપે છે.

·          - પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં વીસ-વીસ સેંકડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. દસ-પંદર દિવસ સુધી પ્રયોગ કરવાથી ફાયદો થશે.

·         - ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય વાસણની ઉપર પાઉંનો એક ટૂકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા ટૂકડો કાઢી નાખો. બળેલા ભાતની વાસ પાઉંનો ટૂકડો શોષી લેશે.

·         કપડાંને કાંજી કરતાં પૂર્વે સ્ટાર્ચમાં ગ્લિસરીનના કેટલાક ટીપાં નાખવાથી કપડાં એકબીજા સાથે ચીટકશે નહીં અને ઈસ્ત્રી કરવાનું આસાન બનશે. તેમજ કપડાંનું ફિનિશિંગ સારું થશે.

·         - કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે કાટ લાગેલા ભાગને લીંબુના ટૂકડાથી ઘસતા ડાઘા દૂર થઈ જશે.

·         - ટેસ્ટફૂલ ગ્રેવી બનાવતી વખતે ટામેટા ખૂટી પડે તો ટોમેટો કેચઅપ ઉમેરવાથી ગ્રેવી એવી સ્વાદિષ્ટ બનશે.

·         - બટાકાની ચીપ્સને ક્રીસ્પી બનાવવી હોય તો તેને એક કલાક સુધી ઠંડા પાણીમાં રાખો. પછી પાણી કાઢીને તેને કપડાંથી સૂકી કરીને તળવી.

·         - કટાઈ ગયેલી છરી પર કાંદાનો રસ લગાડી આખી રાત રાખવી. પછી સવારે ધોઈ નાખવાથી કાટ જતો રહેશે.

·         નવા બટાકા બાફતી વખતે તેમાં કેટલાંક ફૂદીનાના પાન ઉમેરવાથી કાદવની ગંધ જતી રહેશે અને શાકમાં ફૂદીનાની સુગંધ પણ આવશે.

·         - સાંધાના દર્દથી છૂટકારો મેળવવા મેથીના દાણા વાટી તેમાં તુલસીના પચીસ પાનનો રસ ભેળવી તેનો લેપ બનાવી દુખાવો થતો હોય ભાગ પર લગાડવો.

·         *ટામેટાના સૂપમાં થોડો ફૂદીનો ભેળવવાથી સૂપ સ્વાદિષ્ટ થાય છે.

*
ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું.

·         * લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે.

·         રેફ્રિજરેટરમાં લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોેડીવાર નવસેકા પાણીમાં રાખવા.

·         * બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે.

·         * વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે.*જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો, પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઇ જશે.

·         *ગરમ મસાલો હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે.

·         *એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે.

·         પેટમાં ગેસને કારણે દુખાવો થાય તો નાભિ પાસે હીંગનો લેપ કરવાથી રાહત થાય .

·         કોપરેલમાં કપૂરનો ભૂક્કો નાખી લાકડાનું ફર્નિચર લૂછવાથી ચકચકિત થાય છે.

·         ઢોસાના તવા પર રીંગણાનો કે કાંદાનો કટકો રગડવાથી ઢોસા તવાને ચોંટતા નથી તેથી ઊતારવામાં સરળતા રહે છે.

·         ઘીને લાંબો સમય સાચવી રાખવા તેમાં ગોળનો ગાંગડો મૂકી દેવો.

·         ફૂદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નિચોવી રેફ્રિજરેટરમાં રાખવું. રંગ તેમજ સોડમ જેમની તેમ રહેશે.

·         વાસણમાંની ચીકાશ (ગ્રીસ)દૂર કરવા સોડા વોટરનો ઉપયોગ કરવો. તેમાંનો ક્ષાર સાબુનું કામ કરીને ચીકાશ દૂર કરે છે.

·         દાળને ઉકાળતી વખતે તેમાં હીંગ નાખવાથી  દાળ વધુ સ્વાદિષ્ટ થાય છે.

·         સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા હેર ડ્રાયરનો ઉપયોગ કરવો.

·         તલના તેલનું માલીશ કરવાથી શરીર સમતોલ,સુદ્રઢ,તાકાતવાન,શક્તિશાળી તથા હૃષ્ટપુષ્ટ બને છે.

·         વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા.તેલનું  મોણ નાખવું.

·         દીવાલ પર ના પેન્સિલના નિશાનને દૂર રાખવાસિગારેટની રાખથી સાફ કરવું.

·         સરસવનું તેલ ગરમ કરી એક ચમચો દહીં નાખવું. ઠંડુ પડે પછી ઉપયોગમાં લેવાથી કડવી ગંધ આવશે નહીં અને સ્વાદ પણ ઘી જેવો લાગશે.

·         થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.

·         મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.

·         મીઠાની બરણીમાં મીઠું ચોંટી જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.

·           ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.

·         સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.

·         પરસેવો વધુ થતો હોય તો પાણીમાં ફટકડી ભેળવી સ્નાન કરવું.

·         કાંદા સમારતા આંખમાંથી પાણી આવે તે માટે કાંદાના ફોતરાં કાઢી કાંદાને પાંચ મિનિટ પાણીમાં પલાળી પછી સમારવા.

·         સાબુદાણાના વડા સહુ કોઇ બનાવતા હોય છે. પરંતુ તેની ટિકી વધુ સ્વાદિષ્ટ લાગે છે. સાબુદાણાના વડાનું મિશ્રણ બનાવી તેને ચપટા વાળી લોઢી પર પેટિસની માફક સેકવાથી વધુ સ્વાદિષ્ટ તથસ્ક્રિસ્પી થાય  છે. મિશ્રણમાં આરાલોટ નાખવાથી ક્રિસ્પી બનશે.

·         મકાઇના બોફેલા દાણા ક્રશ કરેલા, બટાકા, ચીઝ તેમજ પનીર તથા કોર્નફલોર તેમજ જોઇતો મસાલો ભેળવી વડા બનાવવા. તળતી વખતે છૂટતા લાગે તો આરાલોટમાં રગદોળવા. કોર્નફ્લોરના સ્થાને બ્રાઉન બ્રેડનો ભુક્કો નાખી શકાય.

·         કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર સેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.

·         ટામેટાના સુપમાં ફુદીનાના બે-ચાર પાન નાખવાથી સોડમ તથા સ્વાદ બન્ને સારા આવે છે.

·         લીંબુનું શરબત સ્ફૂર્તિ આપે . તેથી થાક્યા હોય ત્યારે એક ગ્લાસ પીવું.

·         પગમાંની કપાસીને કુણી કરવા હુંફાળા પાણીમાં રોજ પગ બોળવા

·         બે   ટી.-સ્પૂન કોપરેલમાં એક ટી-સ્પૂન લીંબુનો રસ ભેળવી વાળના મૂળમાં લગાડવાથી ખોડો દૂર થાય છે.

·         *રોટલીને મુલાયમ કરવા લોટ હુંફાળા પાણીથી બાંધવો.

·         *જૂના ફર્નિચરને ચકચકિત કરવા લીંબુના રસમાં અથવા તો સફેદ સરકા(વ્હાઇટ વિનેગાર)માં વેજીટેબલ ઓઇલ ભેળવી, પોલિશની માફક ફર્નિચર પર લગાડવાથી સ્વચ્છ કપડાંથી હળવે-હળવે રગડવું.

·         *રેફ્રિજરેટરમાં બેકિંગ સોડાની ડબી ખુલ્લી મૂકવાથી રેફ્રિજરેટરમાં સુગંધ સારી આવે છે.

·         *ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.

·         *મરચાં સમારવાથી હાથમાં થતી બળતરા દૂર કરવા અડધા લીંબુના રસમાં અડધી ચમચીમીઠું ભેળવી હાથ પર પાંચ મિનિટ ઘસીને ધોઇ નાખવું.

·         *ગુલાબજાબું કડક થઇ જતાં લાગે તો માવામાં થોડીક ખાંડ ભેળવવી ને પછી તળવા. તળવાથી માવામાંની ખાંડ પીગળશે અને ગુલાબજાંબુ નરમ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  *GOOD Morning* 🔼🔽 *ECHO- एक गूंज* 🌍 બધા સંબંધો સાચવી શકાતા નથી . કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે . તમે ગમે...