7 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. ગો વિથ ફ્લો. સાચી વાત છે. જિંદગીને વહેવા દો, પણ એનું વહેણ તમે નક્કી કરો. ક્યાંથી ટર્ન આપવો છે, કેવી રીતે ટર્ન આપવો છે અને ફાઇનલી ક્યાં પહોંચવું છે. દરેક ઝરણા પણ નદી સુધી પહોંચતા નથી. દરેક નદીના નસીબમાં પણ સાગરમાં સમાવવાનું હોતું નથી. કેટલાંય ઝરણાં અને નદી વચ્ચે સુકાઈ જાય છે અથવા તો શોષાઈ જાય છે. તમે નક્કી કરો કે મારાં સપનાંને સૂકવવા નહીં દઉં, મારી જિંદગીને એળે જવા નહીં દઉં. મારી ઇચ્છાને અધૂરી રહેવા નહીં દઉં.

6 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સફળ થવા માટે સપનાંને સ્વભાવ બનાવો. સપનાંને સાકાર કરવા સાધના કરો. માત્ર સપનાં જોવાં શેખચલ્લીવૃત્તિ છે. સપનાંને પકાવવાં પડે છે. પરસેવો સપનાંને સિંચે છે. મહેનત સપનાંને મહેકાવે છે. ધગશ સપનાંને ધાર્યા મુકામ પર પહોંચાડે છે. આળસુ લોકો દરરોજ સપનાની હત્યા કરે છે

5 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

યંગસ્ટર્સ તો સપનાનો જીવતો-જાગતો જથ્થો હોવો જોઈએ. એક બાળક માટીમાં રમતો હતો. એક વડીલે તેને પૂછ્યું કે, તું શું કરે છે? બાળકે કહ્યું કે, હું સપનાં વાવું છું. મારા ટીચર કહેતા હતા કે વાવીએ ઊગે. વડીલે પૂછ્યું, તેં કેવાં સપનાં વાવ્યાં છે? નિર્દોષ બાળકે કહ્યું કે, ઊગે ત્યારે જોજો. તમારાં બાળકોને તમારે સંસ્કારો આપવા છે? તો એને સપનાં જોતાં શીખવાડો. ઉઘાડી આંખનાં સપનાં એની આંખમાં રોપો અને તેને એવો વિશ્વાસ આપો કે દરેક સપનામાં ઊગવાની તાકાત હોય છે, તારે બસ સપનાંને સીંચતા જવાનાં છે.

4 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

અમુક લોકો એંસી-નેવું વર્ષે પણ એક્ટિવ હોય છે. એને કામ કરતાં જોઈને આપણને આશ્ચર્ય થાય છે. લોકો કેમ આટલી મોટી ઉંમરે પણ આટલું બધું કામ કરી શકે છે? કારણ કે એણે એનાં સપનાંને મરવા નથી દીધાં. ઘણા વૃદ્ધો કહે છે કે, આપણે તોપરવારીગયા! પરિવારનાં કામો પતે એટલે પરવારી જવાનું? એક વૃદ્ધે સરસ વાત કરી હતી કે, મેં પરિવારની જવાબદારીઓ પૂરી કરી લીધી, હવે હું મારી જવાબદારી પૂરી કરીશ. મારી જાત સાથે પણ મારી કોઈ જવાબદારી છે. થોડાંક સપનાં બાકી છે, થોડીક ઇચ્છાઓ અધૂરી છે, થોડુંક જીવવાનું બાકી છે, હવે પૂરું કરીશ.

3 મે, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મેં તો સપનામાં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું અહીં સુધી પહોંચી શકીશ! આપણે ક્યારેય તેને એવું નથી કહેતા કે, તેં સપનાં જોવામાં ભૂલ કરી હતી. તેં કેમ અત્યારે છો સપનું નહોતું જોયું? ચલો, કંઈ વાંધો નહીં, હજુ નવું સપનું જો કે તું ક્યાં સુધી પહોંચી શકે તેમ છે!

2 મે, 2024

GM

 


GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

તમારાં સપનાં શું છે? સવાલ જો કોઈ તમને કરે તો તમે શું જવાબ આપો? ઘણા પાસે તો લાંબું લિસ્ટ હોય છે. હોવું જોઈએ. સપનાં તો જિંદગીનું સત્ય છે. સપનાં તો જિજીવિષા છે. સપનાં હોય તો માત્ર શ્વાસ રહે છે, જિંદગી નહીં. સપનાનો પનો લાંબો હોવો જોઈએ. ઘણા લોકો મોત આવે પહેલાં મરી જતા હોય છે, કારણ કે એનાં સપનાં મરી ગયાં હોય છે. હાલવું, ચાલવું અને જીવતાં રહેવું એક વાત છે અને થનગનતાં રહેવું બીજી વાત છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  *GOOD Morning* 🔼🔽 *ECHO- एक गूंज* 🌍 જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ . ગો વિથ ધ ફ્લો . સાચી વાત છે ...