લેબલ life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ life સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

16 મે, 2025

GM

 




✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

દુનિયામાં સૌથી વધુ કોમ્પ્લિકેટેડ ચીજ જો કોઇ હોય તો રિલેશન્સ છે. સંબંધો ક્યારે બંધાય અને ક્યારે તૂટે એનું કંઇ નક્કી હોતું નથી. અચાનક કોઇ આપણી જિંદગીમાં આવે છે અને સૌથી નજીકની વ્યક્તિ બની જાય છે. ઘણા કિસ્સામાં જેને ભવભવના સંબંધ માનતા હોઇએ ધડાકાભેર તૂટે છે. સંબંધોને જાળવવા સહેલા નથી. ઘણું બધું જતું કરવું પડે છે અને કેટલુંયે સહન પણ કરવું પડે છે.


15 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

આપણે બધાએ એક વાત યાદ રાખવા જેવી છે. સમસ્યાઓ રહેવાની જ છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, કોઇ ને કોઇ પડકારો આવતા જ રહેવાના છે. બધું જ સારું હોય એવું ક્યારેય થવાનું નથી. ક્યારેક એવું લાગે તો પણ એ લાંબું ટકવાનું નથી. કોઇ પણ સમસ્યાને વધુ પડતી સિરિયસલી ન લો. ગમે એ પરિસ્થિતિમાં જિંદગીમાંથી હસવાનું ગાયબ ન થઇ જાય એની કાળજી રાખો. લાઇફ માટે જેમ બીજી સેન્સ જરૂરી છે એની જેમ જ સેન્સ ઓફ હ્યુમર પણ આવશ્યક છે. સમયે સમયે એ ચેક કરતા રહેવાનું કે, મારું હસવાનું ઘટી તો નથી ગયુંને? હસતા રહો, જિંદગી વધુ મજેદાર અને જીવવા જેવી લાગશે!


14 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

તમે જ વિચાર કરજો, પેટમાં દુખવા માંડે એવું છેલ્લે તમે ક્યારે હસ્યા હતા? ક્યારે સાથે હોય એને કહ્યું હતું કે, બસ યાર, રહેવા દે, પેટમાં દુખવા લાગ્યું છે. તમને ખબર છે, લોકો હવે જાહેરમાં હસવાને પણ અયોગ્ય માનવા લાગ્યા છે. હાસ્યના કાર્યક્રમમાં ગયા હશે તો પણ હસશે નહીં. કોઇ જુએ તો કેવું લાગે? હવેનો માણસ ખોવાઇ શકતો નથી! હસવાની સાચી મજા પણ પોતાના લોકોની સાથે જ છે. હવે લોકો ખાનગીમાં રીલ જોઇને થોડુંક થોડુંક હસી લે છે. હસવામાં પણ લોકો કંજૂસાઇ કરવા લાગ્યા છે.

13 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

તમે જ વિચાર કરજો, પેટમાં દુખવા માંડે એવું છેલ્લે તમે ક્યારે હસ્યા હતા? ક્યારે સાથે હોય એને કહ્યું હતું કે, બસ યાર, રહેવા દે, પેટમાં દુખવા લાગ્યું છે. તમને ખબર છે, લોકો હવે જાહેરમાં હસવાને પણ અયોગ્ય માનવા લાગ્યા છે. હાસ્યના કાર્યક્રમમાં ગયા હશે તો પણ હસશે નહીં. કોઇ જુએ તો કેવું લાગે? હવેનો માણસ ખોવાઇ શકતો નથી! હસવાની સાચી મજા પણ પોતાના લોકોની સાથે જ છે. હવે લોકો ખાનગીમાં રીલ જોઇને થોડુંક થોડુંક હસી લે છે. હસવામાં પણ લોકો કંજૂસાઇ કરવા લાગ્યા છે.

12 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

વેદના, પીડા, દર્દ, ચિંતા, ઉપાધિ, સ્ટ્રેસ હોય કે ન હોય, હાસ્યને જિંદગીમાં અજમાવવા જેવું અને અપનાવવા જેવું છે. એક સરસ મજાની વાર્તા છે. એક દર્દી ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને તેણે કહ્યું કે, જીવવાની મજા નથી આવતી. ડોક્ટરે કહ્યું, એક દવા સજેસ્ટ કરું છું. રોજ થોડું થોડું હસવાનું રાખો. દર્દી ચાલ્યો ગયો. થોડા દિવસ પછી ફરીથી આવ્યો. દર્દીએ કહ્યું, થોડોક ફેર પડ્યો છે, પણ હજુ જેવી મજા આવવી જોઇએ એવી મજા આવતી નથી. ડોક્ટરે કહ્યું, એવું છે? એક કામ કરો, ડોઝ વધારી દો! થોડુંક હસવાનું વધારી દો. અમે જ્યારે કોઇ દર્દીને દવા પૂરી અસર ન કરતી હોય ત્યારે ડોઝ વધારી દઇએ છીએ. હસવાનું વધારી દો, બધું સારું થઇ જશે! આજના સમયમાં ખડખડાટ હસતા લોકો જોવા મળતા નથી.


11 મે, 2025

GM

 


✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

યહૂદીઓ જેમના પર દુનિયામાં સૌથી વધુ અત્યાચારો થયા છે. સરવાળે કહેવાનો જે મતલબ છે એ એવો છે કે, તમે જ્યારે અતિશય અને અસંખ્ય પીડા અને પ્રોબ્લેમમાંથી પસાર થઇ રહ્યા હોવ છો ત્યારે તમે એના પર હસો છો. એક રીતે સમસ્યાઓને હસી કાઢવાની આ રીત છે. એ રીતે માણસ હળવા થવાનો પ્રયાસ કરે છે. પેઇનમાંથી સાચો છુટકારો હાસ્ય જ આપી શકે છે.

 

10 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

જોક એક જ હોય છે. લોકો પોતાના હિસાબે એમાં સ્થાનિક કેરેક્ટરને ગોઠવી દે છે. એ હિસાબે જોક યુનિવર્સલ છે. એક જ જોક આખી દુનિયામાં અલગ અલગ ભાષામાં ફરે છે. અહીં એક સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે, આ જોક્સ ખરેખર કેટલા જૂના છે? એ ખરેખર ક્યારે લખાયા છે? આ વિશે પણ રજનીશે રસપ્રદ વાત કરી છે. અત્યારે આપણે સહુ જે જોક્સ સાંભળીએ છીએ તેમાં 90થી 95 ટકા જોક્સ 17 અને 18મી શતાબ્દીમાં લખાયા અથવા તો કહેવાયા છે. એમાં પણ સૌથી વધુ જોક્સ યહૂદીઓ દ્વારા કહેવાયા છે! 


9 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

રજનીશે દુનિયાના જોક્સ પર એક ખૂબ જ સુંદર પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે, ટેક ઇટ રિયલી સિરિયસલી. આ બુકમાં પાંચ હજાર જોક્સ છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં રજનીશે એક સરસ વાત લખી છે. ઓશોએ લખ્યું છે કે, જ્યારે તમે દિલ્હી અને પંજાબ જાવ અને ત્યાંના જોક્સ સાંભળો તો તેમાં મુખ્ય પાત્ર સરદાર હોય છે. એ જ જોક પાકિસ્તાનમાં પણ સાંભળવા મળે છે. પાકિસ્તાનના જોકમાં પાત્ર સરદાર નથી હોતાં પણ પઠાણ હોય છે. તેનાથી પણ મજેદાર વાત એ છે કે, સેમ જોક્સ બ્રિટનમાં પણ સાંભળવા મળે છે. ત્યાં પાત્ર સરદાર કે પઠાણ નહીં પણ આઇરીશ હોય છે.


8 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

આજકાલ જોક્સની બોલબાલા છે. જોક્સની શરૂઆત ભાષાની શરૂઆત પહેલાં જ થઇ ગઇ હતી. માણસ લખતા વાંચતા તો બહુ મોડો શીખ્યો, બોલતા તો પહેલેથી આવડતું જ હતું. જોક્સના કિસ્સામાં પણ એ સત્ય જ બહાર આવ્યું છે કે, સૌથી વધુ જોક્સ કરુણ સમયમાં જ લખાયા છે.


7 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

હાસ્ય વિશે એવું પણ કહેવાતું આવ્યું છે કે, ઘણી વખત હાસ્ય વેદનામાંથી જ ઉત્પન્ન થાય છે. વેદના પણ દરેકની જિંદગીનો એક હિસ્સો જ છે. મહાન હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે, જિંદગીને નજીકથી જોશો તો એ ટ્રેજેડી છે, દૂરથી જોશો તો એ કોમેડી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારું દર્દ તમારા હસવાનું કારણ બની શકે છે, પણ મારું હાસ્ય કદી તમારા દર્દનું કારણ નહીં બને. ચાર્લી ચેપ્લિને એક વાત એવી પણ કરી હતી કે, અચાનક આવી પડતા આઘાત વખતે આપણે આપણી જાત પર હસવા સિવાય કંઇ કરી શકતા નથી. ખરેખર આ વાત સાચી છે? એના વિશે પણ ઘણું બધું કહેવાયું છે. આપણે જ્યારે ખૂબ જ ટેન્શનમાં હોઇએ, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે ઘણી વખત એવું કહીને હળવા થઇએ છીએ કે, ચૂલામાં ગયું બધું, જે થવું હોય તે થાય! માણસ વેદનામાંથી છુટકારો મેળવવા માટે અંતે હાસ્યના સહારે જ જાય છે.


6 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

હાસ્ય વિશે ઘણાં બધાં સંશોધનો અને પ્રયોગો થયાં છે. હાસ્યની શરૂઆત ક્યારથી થઇ? સ્વાભાવિક રીતે જ જ્યારથી માણસજાતની શરૂઆત થઇ ત્યારથી માણસ હસતો રહ્યો છે. નાના બાળકને હાસ્યનો મતલબ ખબર નથી હોતો તો પણ એ હસે છે. હાસ્ય વિશે એવું જ કહેવાય છે કે, સૌથી સહજ અને સાચું તો બાળક જ હસે છે. બાળક ઊંઘમાં પણ હસતું હોય છે. માણસ જેમ જેમ મોટો થતો જાય છે એમ એમ હસવાનું ઘટતું જાય છે. માણસ ચિંતા, ફિકર, ઉપાધિ અને બીજાં કેટલાંય આવરણો ઓઢી લે છે એના કારણે હાસ્ય નજીક ફરકી જ નથી શકતું.


વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  GOOD MORNING ECHO- एक गूंज જીવનમાં ભૂતકાળ આપણને ઘણું શીખવે છે. ભૂતકાળની સફળતા આપણને પ્રેરણા આપે છે અને ભૂલો આપણને સાવચેત રહેવાનું શી...