*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
આઈડેન્ટિટી
ક્રાઈસીસ એ આજની સૌથી મોટી ચિંતા છે. તમારી આઈડેન્ટિટી ગુમાવો નહીં, કારણ
કે એ તમારી પોતાની છે. બે માણસમાં ફર્ક શું હોય છે? એ જ કે
એ એકબીજા જેવા હોતા નથી. એ જ વસ્તુ એકને બીજાથી જુદી પાડે છે. ઈશ્વરે કેમ બધા જ
માણસોને એકસરખા બનાવ્યા નથી?
કારણ કે કુદરતને કૃત્રિમતા પસંદ નથી. તમે
એકસરખા રોબોટ બનાવી શકો, એકસરખા
માણસ નહીં. આપણે જ્યારે કોઈના જેવા બનવા જઈએ છીએ ત્યારે આપણે નેચરલ અને નેચર સામે
બગાવત કરતાં હોઇએ છીએ. આ એવી બગાવત છે જેનું પરિણામ માત્ર ને માત્ર હાર હોય છે.