*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
તમે
ક્યારેય તમારી જાતને એવો સવાલ પૂછયો છે કે હું જેવો છું એવું જ જીવું છું? જેવા
તમારા વિચારો છે એવું જ તમારું વર્તન છે? તમે જે
માનો છો એને વળગી રહો છો? એક
માટે જેવું તમારું મંતવ્ય છે એવું જ બધાં માટે છે? આખી
દુનિયાનો ન્યાય તોળતો માણસ જ્યારે એ જ વાત પોતાના પર આવે ત્યારે બદલાઈ જતો હોય છે.
પોતે આખી દુનિયા સામે બગાવત કરી પ્રેમલગ્ન કર્યાં હોય છતાં જ્યારે દીકરો કે દીકરી
લવમેરેજની વાત કરે ત્યારે એ મૂંગો થઈ જાય છે. એવી દલીલ કરે છે કે અમારી વાત જુદી
હતી. તમે જે કરો છો એ વાજબી નથી. વજન કરવાનાં કાટલાં બદલાઈ જતાં હોય છે. પોતે અનેક
ભૂલો કરી હોય તેનો વાંધો નહીં પણ પોતાનાં જ બાળકો નાની સરખી ભૂલ કરે ત્યારે બાંયો
ચડાવી લેતા હોય છે. મોઢું ફેરવી લેતા હોય છે. સિદ્ધાંત અને આદર્શની વાતો કરનારા પણ
પોતાની માથે આવે ત્યારે પાણીમાં બેસી જતા હોય છે. આપણે ઠોકી બેસાડતા હોઈએ છીએ કે આ
સાચું છે, આ
ખોટું છે, આ ભૂલ
છે, આ
યોગ્ય છે, આ
વાજબી નથી, પોતે
જે માનતા હોય એ જ સાચું. હું કહું એ જ બ્રહ્મવાક્ય. બાકીના કહે એ મિથ્યા. તમારાં
સંતાનો કે તમારાં સ્વજનો તમારી વાત માનતાં હોય ત્યારે તમારી સૌથી મોટી જવાબદારી એ
હોય છે કે તમારા આગ્રહો અને દુરાગ્રહો તેના પર ઠોકી ન બેસાડો. તમારી માન્યતાઓ
સિવાયની બીજી ઘણી માન્યતાઓ હોય છે. તમારી ધારણાઓ તમારા માટે સાચી હોય તો પણ એ બધાં
માટે સાચી હોય એ જરૂરી નથી. આખી જિંદગી જૂઠના સહારે કાઢનાર લોકો બીજાની વાત આવે
ત્યારે સત્યવાદીઓ થઈ જતાં હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.