3 જાન્યુ, 2025

GM

 


*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

બુદ્ધના પરમ શિષ્યનું નામ આનંદ હતું. આનંદ પણ બુદ્ધને પ્રિય હતા. આનંદ પણ બુદ્ધની જેમ જ સાધના કરતા. આનંદની એક જ ખ્વાહિશ હતી કે હું બુદ્ધ જેવો થાઉં. આનંદ બુદ્ધ જેટલી જ અને ક્યારેક તો બુદ્ધ કરતાં પણ વધુ સાધના કરતા હતા પણ તેની સાધના સિદ્ધ થતી ન હતી. આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આનંદને હંમેશાં થતું કે હજુ મોક્ષ થતો નથીહજુ કંઇક ખૂટે છે. ખૂબ પ્રયત્નો કર્યા છતાં આનંદને સાક્ષાત્કાર થતો ન હતો. આખરે એક દિવસ આનંદે બુદ્ધને જ પૂછી લીધું કે સ્વામી, મારો મોક્ષ કેમ નથી થતોમને સાક્ષાત્કાર કેમ થતો નથી? બુદ્ધ આ સવાલની જ રાહ જોતા હતા. બુદ્ધે કહ્યું કે આનંદ, તું શ્રેષ્ઠ છેતું માત્ર એટલું યાદ રાખ કે તારે બુદ્ધ થવાનું નથી, તારે તો આનંદ થવાનું છે. બસ, એ ઘડીએ આનંદને સાક્ષાત્કાર થઈ ગયોકારણ કે એ આનંદ થઈ ગયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...