1 જાન્યુ, 2025

GM

*ECHO-एक गूंज* 🌍

*GOOD MORNING*

તમે ચેક કરતાં રહેજોતમે કંઈ અનુકરણ તો કરતાં નથીને? હા, ફેશનટ્રેન્ડસ અને લાઈફસ્ટાઈલ ચેન્જ થતી રહે છે. ફેશન અપનાવીએ એમાં કંઈ વાંધો નથી પણ સ્ટાઈલ તો તમારી પોતાની જ રહેવી જોઇએ. જિંદગી વિશે અસંખ્ય ક્વોટેશન અપાયાં છે પણ તમારી જિંદગીનું ક્વોટેશન તમે જ ઘડી શકો. હજારો મહાન લોકોની આત્મકથાઓ છે પણ તમે એ વાંચીને એની રીતે ન જીવી શકો. કોઇ મહાન માણસે એની મુશ્કેલીનો સામનો કર્યો હોય તો એમાંથી એટલી જ પ્રેરણા લેવાની રહે કે કોઈ પણ સંજોગોમાં હિંમત હારવી નહીં. એણે જે રીતે સામનો કર્યો હોય એ રીતે નહીં પણ તમને જે ફાવે અને તમને જે સૂઝે એ રીતે સામનો કરવો જોઈએ. આપણે બીજાની જેમ અને બીજા જેવડો જંપ પણ મારી શકતા નથી તો પછી બીજાની જેમ જીવી કેવી રીતે શકીએ.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...