*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
ઘણા લોકો અંધારામાં પડ્યા રહે છે અને પછી ફરિયાદો કરે છે કે, બધું કાળું જ છે. કાળામાં હોય તો કાળું જ દેખાવવાનું છે. અજવાળામાં જઇએ તો જ પ્રકાશ મળવાનો છે. કોઇ પણ પ્રકારનું દુ:ખ હોય, ચિંતા હોય, ટેન્શન હોય, ઉપાધિ હોય ત્યારે એટલું વિચારવું જોઇએ કે, ખોટી ફિકર કર્યે રાખવાનો કોઈ અર્થ છે ખરો? કારણ વગરનાં ટેન્શન લઈને આપણે સરવાળે તો આપણી શક્તિઓને નબળી જ પાડતા હોઇએ છીએ. જિંદગી સુંદર અને જીવવા જેવી જ છે, મોટા ભાગે આપણે જ તેને ઉપાધિઓની અંદર ધકેલી દઇએ છીએ અને જિંદગીને કોસતા રહીએ છીએ. જિંદગીને સરસ રીતે જીવવાનું નક્કી કરો તો તમને સરસ રીતે જીવતાં કોઇ રોકી શકવાનું નથી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.