*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
ઘરમાં રહેતા લોકો ધબકતા હોય તો જ ઘર સજીવન લાગે. કેટલાંક ઘરમાં જઇએ ત્યારે કંઈક જુદા જ પ્રકારની નેગેટિવિટી ફીલ થાય છે. માર્ક કરજો, એ ઘરમાં રહેવાવાળા લોકો પણ મોટા ભાગે નેગેટિવ જ હશે. આપણે ફક્ત આપણી ચિંતા કરવાની હોય છે. મારું ઘર તો લાઇવ છેને? મારા લોકો તો હસતાં રમતાં છેને? એ ત્યારે જ શક્ય બનશે જો તમે પોતે મજામાં હશો. ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય, માથે ભાર લઇને ફરવાનો કોઇ મતલબ હોતો નથી. ખરાબ સમય હોય ત્યારે પણ માણસે એ જ વિચારવું જોઇએ કે, આ સમયમાં વધુમાં વધુ મજામાં રહેવાય એ માટે શું કરવું જોઇએ? કોઇ સમય કાયમી રહેતો નથી. ખરાબ સમય પણ ચાલ્યો જ જવાનો હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.