*GOOD Morning* 🔼🔽
*ECHO-एक गूंज* 🌍
પોતાની સાથે પણ થોડાક ઋજુ બનો. સફળતાની દોડ એવી બધી જોરદાર ચાલી છે કે, માણસ પોતાની જાત સાથે વધુ ને વધુ ક્રૂર બની રહ્યો છે. વધુ પડતી મહેનત કરવાથી નામ અથવા તો થોડાંક વધુ નાણાં મળી જશે પણ જિંદગી ફૂંકાતી રહેશે. કામને પણ એન્જોય કરો. હવે લોકો કામને બોજ માનવા લાગ્યા છે. કામને જિંદગીના એક ભાગ તરીકે જુઓ. કામ જિંદગીનો એક ભાગ છે, જિંદગી નથી. કામને પણ જીવો પણ આખી જિંદગી કામ પાછળ જ ન ખર્ચાઇ જાય એની પણ તકેદારી રાખો!