30 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

પતંગિયું ક્યારેય તેની પાંખોના રંગોની સરખામણી બીજા પતંગિયાના રંગો સાથે કરતું હશે? મેઘધનુષના સાતેય રંગોને એક-બીજાની ઇર્ષા થતી હશે? માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે? આંબો ક્યારેય બાજુના આંબાને જોઈને એવું વિચારતો હશે કે આંબામાં કેરી કેમ વધુ છે. હા, એટલી ખબર છે કે માણસ કાયમ પોતાની સરખામણી બીજા સાથે કરતો ફરે છે!

28 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સંબંધમાં પ્રેમ અને પેઇન આપવાની સૌથી મોટી તાકાત હોય છે. સંબંધ ગમે તેવો હોય ક્યારેક તો પેઇન આપે છે. આપણે હર્ટ એટલે થઇએ છીએ, કારણ કે હર્ટ કરનાર પર આપણને લાગણી હોય છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, જેના પ્રત્યે લાગણી હોય, જેની ઝંખના હોય, જેની ચિંતા હોય, જેની યાદ સતાવતી હોય, વ્યક્તિ જ્યારે દિલ દુભાય એવું કંઇક કરે ત્યારે સૌથી વધુ આઘાત લાગે છે. આપણે દુ:ખી થઈએ છીએ, ગુસ્સે થઇએ છીએ, નારાજ થઇએ છીએ અને એક તબક્કે જતું કરીને પાછો પ્રેમ કરવા માંડીએ છીએ.

26 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

 સંપત્તિની સરખામણી ક્યારેય સુખ આપતી નથી. માણસ વધુ સારો થવા કે વધુ પ્રામાણિક બનવા કોઈ પ્રયાસ કરતો નથી. બધાને રૂપિયાવાળા થવું છે, બહુ ઓછા લોકોને દિલવાળા થવુ ંછે! યાદ રાખો, તમે જેવા છો એવા રહેશો તો કોઈ તમને દુ:ખી નહીં કરી શકે. દરેક માણસને ઈશ્વરે તેના પૂરતું આપ્યું હોય છે પણ આપણે તો હંમેશાં બીજા કરતાં વધુ જોઈતું હોય છે. સુખ માટે સંપત્તિ મહત્વની નથી, પ્રેમ, લાગણી, સંબંધો અને સંતોષ મહત્વનો છે. બીજા સાથે સરખામણી કરવાનું છોડીને તમારી પાસે જે છે તેના વિશે વિચાર કરો તો ચોક્કસ એવું ફીલ થશે કે, હું બહુ સુખી છું!‘

 

25 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

આપણે બધા થોડાં- ઘણાં અંશે રાજા જેવું કરતાં હોઈએ છીએ. ઘણાં લોકો એવા પણ હોય છે જે પોતાનાથી ઓછું હોય એવી સરખામણી કરીને અભિમાનમાં રાચે છે. આવા સંજોગોમાં માણસ પોતાનાથી ઓછું હોય તેને નબળો ગણે છે. વધુ હોય તેની સાથે સરખામણી જેમ યોગ્ય નથી એવી રીતે ઓછું હોય તેની સાથે પણ કમ્પેરિઝન વાજબી નથી, કારણ કે કોઈનું વધુ જોઈને ઈર્ષા થાય છે અને કોઈનું ઓછું જોઈ તેના પ્રત્યે તિરસ્કાર થાય છે.

24 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

સુખ કહેવાય એવું બધું મારી પાસે છે! રાજા અને મંત્રી ત્યાંથી નીકળ્યાં. રાજાએ મંત્રીને પૂછ્યું કે મને કેમ આજે એવું લાગ્યું કે ખેડૂત મારા કરતાં સુખી છે! મારી પાસે તો એની પાસે છે તેનાથી અઢળક સંપત્તિ છે! ખેડૂત પાસે જે છે એનાથી ખુશ છે અને તમે જે છે એને વધારવાની ફિરાકમાં રચ્યાપચ્યા રહો છો. ખેડૂત એના બાળકોને ખેતી શીખવે છે અને તમે તમારા સંતાનોને લડાઈ કરતાં શીખવો છો! તમને તો પણ ચિંતા છે કે લડાઈમાં રાજકુમાર માર્યો જશે તો? તમે તમારી સરખામણી મોટા રાજાઓ સાથે કરો છો અને દુ:ખી રહો છો!

23 એપ્રિલ, 2024

GM

 


*GOOD Morning* 🔼🔽

*ECHO-एक गूंज* 🌍

 એક સાંજે રાજા તેના મંત્રીને લઈને નગરચર્યાએ નીકળ્યો. રાજા અને મંત્રી ગામના પાદરે આવેલા એક ખેતરે પહોંચ્યા. ખેડૂત એની પત્ની અને બે બાળકો સાથે પ્રેમથી સાંજનું ભોજન કરતો હતો. રાજાને પોતાના ખેતરમાં જોઈને ઊભો થઈ ગયો. રાજાએ ખેડૂતને પૂછ્યું, તું સુખી તો છે ને? ખેડૂતે કહ્યું, જી મહારાજ! હું બહુ સુખી છું. સામો શેઢો દેખાય છે ત્યાં સુધી મારું ખેતર છે, બાજુમાં વહેતી નદીમાંથી પૂરતું પાણી મળી રહે છે, દર વર્ષે સારો પાક થાય છે, પ્રેમ કરે એવી પત્ની છે અને બે ડાહ્યા બાળકો છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...