*ECHO-एक गूँज*
*Good morning*
😇😀😃😄😜😝🎭🎭
ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો
પાળેલાં જાનવરોની સંભાળ
પાળેલાં જાનવરો બહુ ઓછી માગણીઓ કરતાં હોય છે. તેમને ફક્ત ખોરાક અને સારસંભાળ જોઈતી હોય છે. બસ, એટલું મળી જાય તો તેઓ તમારા પ્રત્યે બિનશરતી ભક્તિભાવ દાખવે છે. પાળેલાં જાનવરોનું બંધારણ બૌદ્ધિક અને ઈમોશનલ રીતે આપણી સરખામણીમાં સાવ સીધુંસાદું હોવાથી એટલું તો આપણે સહજતાથી સમજી શકીએ છીએ કે માણસની વર્તણૂકમાં જે સ્વાર્થ જોવા મળે છે એવો સ્વાર્થ આ પ્રાણીઓમાં નથી હોતો. જો આપણે પાળેલાં જાનવરોની સંભાળ સારી રીતે રાખી શકીએ તો આસપાસના માણસોની સંભાળ રાખવામાં પણ ફાવટ આવે છે. રિસર્ચમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો જાનવરો પાળે છે તેમની તંદુરસ્તી બાકીના લોકો કરતાં પ્રમાણમાં વધુ સારી હોય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.