7 ઑગસ્ટ, 2025

હેપ્પી ફ્રેન્ડશિપ ડે!

 

✍🏻📖  *GOOD MORNING*

*ECHO-एक गूँज*

દરેક દોસ્તી લાઇફ ટાઇમની હોય એવું જરૂરી નથી. દોસ્તી કડાકા સાથે તૂટે છે, ઘણી વખત દૂર જવાના કારણે દોસ્તી છૂટે છે, ક્યારેક રસ્તાઓ અલગ અલગ થાય ત્યારે દોસ્તી પણ ફંટાઇ જાય છે. કટાયેલી દોસ્તી જિંદગીભર ખૂંચતી રહે છે. એક અજાણી વેદના દિલને ડંસતી રહે છે. ઇન્ટરનેટ ટેક્નોલોજીના કારણે હવે દોસ્ત દૂર હોય તો પણ દોસ્તી ઓનસ્ક્રીન જામતી રહે છે. જો કે દોસ્તી તૂટે પછી આ ટેક્નોલોજી વેદના પણ આપતી રહે છે. તમે દૂર રહેવા ઇચ્છતા હોવ તો પણ એ ચહેરો કોઇ ને કોઇ માધ્યમથી સામે આવતો રહે છે. ક્યારેક ખાનગીમાં દોસ્તની વોલ ઉપર જઇને જોઇ લેવાય છે કે એની દીવાલ ઉપર મારી ગેરહાજરીમાં કેટલા રંગો પુરાયા છે અને કેટલા ભૂંસાયા છે. હેપ્પી ફ્રેન્ડશિપ ડે!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  GOOD Morning ECHO- गुंज 🌈🤡 જિંદગીના અમુક સંબંધો અલ્પજીવી હોય છે. લાઇફટાઇમ તો જિંદગીમાં ક્યાં કશું જ હોય છે? સંબંધોનું પણ એક આયુષ્ય હ...