✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દોસ્તીમાં દોસ્તી સિવાય કશું જ હોતું
નથી. દોસ્તીનાં કોઇ કારણ હોતાં નથી, દોસ્તીમાં કોઇ
સ્વાર્થ હોતો નથી, કોઇ બંધન હોતું નથી, દોસ્તીમાં બસ એક એવો મજબૂત દોર હોય છે જે બંનેને
જોડી રાખે છે. આ જોડ માણસને તૂટવા દેતો નથી, માણસને ખૂટવા
દેતો નથી અને માણસને ઝૂકવા દેતો નથી. દોસ્ત સાથે કંઇ જ ધ્યાન રાખવું પડતું નથી.
તેની સાથે કોઇ સંકોચ વગર ગાળો બોલી શકાય છે, થ્રી એક્સ
જોક્સ ફોરવર્ડ કરી શકાય છે, કોઇને પૂછી ન શકાય એવા સવાલો પૂછી
શકાય છે અને ગાંડા જેવા જવાબો મેળવી શકાય છે. વ્યસનો મિત્રોથી શરૂ થાય છે. પહેલી
સિગારેટ ગલીના નાકે દોસ્ત સાથે જ પીધી હોય છે. એક વાર ટેસ્ટ તો કર એમ કહીને બીયર
કે લીકરનો સ્વાદ એણે જ લગાડ્યો હોય છે. વ્યસનના બહાને પણ દોસ્ત યાદ રહે છે કે આ
આદત ઘૂસી ગઇ છે ને એ તારા પાપે જ છે! દરેક દોસ્ત થોડા કમીના હોતા હી હૈ, પણ આ કમીનાઓ જો ન હોત તો જિંદગીમાં બહુ મોટી કમી
હોત! હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.