✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
જાપાનમાં એક પ્રણાલી અને પરંપરા છે. જાપાનીઝ લેંગ્વેજમાં એને કિંત્સુગી કહેવામાં આવે છે. કાચનું કોઇ વાસણ તૂટી જાય ત્યારે જાપાનીઝ લોકો દુ:ખી થતા નથી. તેઓ કહે છે કે,
કાચના વાસણનું તો નિર્માણ જ તૂટવા માટે થયું હોય છે. એનો અફસોસ શું કરવાનો?
જાપાનમાં કાચનું કોઇ વાસણ કે વાઝ તૂટે ત્યારે લોકો કાચના ટુકડા ભેગા કરીને કલાકાર પાસે લઇ જાય છે. આ કલાકારો એ ટુકડાને એટલી કલાત્મક રીતે જોઇન કરી આપે છે કે વાસણ હોય એના કરતાં પણ અનેકગણું વધુ સુંદર દેખાવા લાગે છે. એવા કલર અને ગમ લગાવે કે જોઇને જ લોકોનું મન મોહી જાય. મોટા ભાગના જાપાનીઝ લોકોના ઘરમાં તમને થોડાક આવા રિનોવેટ કરેલા વાસણ જોવા મળશે જ. આ આર્ટ એટલી બધી પોપ્યુલર થઇ છે કે હવે તો તૂટીને સાંધેલાં હોય એવાં વાસણો જ બનવા લાગ્યાં છે. વેલ,
વાસણનું તૂટવું અને ફરીથી તેનું નવનિર્માણ કરવા પાછળ એક સરસ મજાનો મેસેજ પણ છે. સંબંધો પણ ક્યારેક તૂટે છે. એને આપણે ફરીથી કેમ શણગારી ન શકીએ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.