✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
સંબંધ વિશે નિષ્ણાતો જે શીખ આપે છે એ સમજવા જેવી છે. સૌથી પહેલી વાત તો એ કે, સંબંધને તૂટવા જ ન દો. તમને એવું લાગે કે આ વ્યક્તિ મારી છે, એને પણ મારી કદર છે, તો એને જાળવી રાખો. ક્યારેક ઝઘડો થશે, ક્યારેક મતભેદ થશે, એ બહુ જ સ્વાભાવિક છે. આપણી વ્યક્તિ ગમે એટલી નજીક હોય તો પણ એ સાવ આપણા જેવી નહીં જ હોવાની. આપણા મૂડમાં પણ અપ-ડાઉન આવતા જ રહે છેને? એનો મૂડ પણ બદલતો રહેવાનો છે. આપણે બસ એટલું યાદ રાખવાનું હોય છે કે, એ ગમે એવી કે ગમે એવો છે, પણ મારો છે કે મારી છે.