from Gujratsamachar
- નિર્ધન ધનની ઈચ્છા કરે છે, જાનવર વાણીની ઈચ્છા કરે છે. મનુષ્ય સ્વર્ગની ઈચ્છા કરે છે, દેવો મોક્ષની ઈચ્છા કરે છે. દેવ હોય કે દાનવ કોઈ ઈચ્છામુક્ત નથી
એ
ક કથાકાર તન્મયતાપૂર્વક કથાપાઠ કરી રહ્યા છે. પ્રવચન હોલ પાસેથી એક ગૂંડો પસાર થાય છે. તેનો પ્લાન અંધારું થયા બાદ ચોરી કરવા નીકળવાનો હતો. એટલે માત્ર સમય પસાર કરવાને ઈરાદે તે સભાગૃહમાં જઈને બેઠો. એનો ઉદ્દેશ કથા-શ્રવણનો નહોતો પણ
કથાના સમયનો ઉપયોગ કરવાનો હતો. કથાવાચકની થોડીક અઘરી ભાષા તેને સમજાતી નહોતી. એણે મનોમન નક્કી કર્યું કે કથા પૂરી થયા બાદ જે વસ્તુ નહીં સમજાય તેનો અર્થ અને સ્પષ્ટતા મહારાજને પૂછીશ.
મહારાજ ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો શ્લોક સમજાવતાં કહી રહ્યા હતા કે પરમાત્માએ જીવાત્માને ઉપદેશ આપ્યો કે
હે જીવ, તું આ જગતમાં કર્મ કરતાં-કરતાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખ. તારી પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાાનેન્દ્રિયો તું જીવતો હોઉં ત્યાં સુધી નિષ્ક્રિય ના
બને. તારી આ
જીવન રીતિ તને સુખી બનાવી શકે !
કર્મની પાછળ ઈચ્છાઓનું પીઠબળ હોય છે. એ ઈચ્છા સદેચ્છા પણ હોઈ શકે અને દુરાશા પણ. કેરી મેળવવી હોય તો આમ્રવૃક્ષ માટે મહેનત કરવી પડે અને લિંબોળી મેળવવી હોય તો લિમડાનો છોડ વાવવો પડે. કબીરે સરસ ભાષામાં ચેતવ્યા કે
''બોવૈ પેડ બબૂલ (બાવળીઓ) કા,
આમ કહાં સે
ખાય ?'' ઈચ્છાઓ આકાશની જેમ અંતહીન છે.
તેમની કોઈ સીમા નથી.
માણસ જીવનભર વિવિધ ઈચ્છાઓ, કામનાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, અભીપ્સાઓં, તૃષ્ણાઓ, વાસનાઓથી ઘેરાએલો રહે છે. ઈચ્છાઓને ભ્રષ્ટ દૂધ પીવડાવનારી છ
પૂતનાઓ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર. એના ઝેરથી બચવું હોય તો સાત્વિક મનોવૃત્તિવાળા શ્રીકૃષ્ણ બનવું પડે. ઈચ્છાઓ હંમેશાં પોતાનું અબાધિત સામ્રાજ્ય ઈચ્છે છે એટલે વિવેકને પોતાના સામ્રાજ્યમાં પ્રવેશવાનો 'વિઝા' આપતી નથી.
બૌદ્ધ જાતક કથામાં ઉદાહરણ સહિત એ વાત સમજાવવામાં આવી છે યુદ્ધમાં વીર સાથે લડવાની ઈચ્છા હોય છે. મંત્રણા કરતી વખતે વાત ખાનગી રાખે એવી મનુષ્યની ઈચ્છા હોય છે. ભોજન સામગ્રી મળે ત્યારે કોઈ પ્રિય વ્યક્તિનો સાથ મળે તેવી આકાંક્ષા હોય છે અને કોઈ સમસ્યા પેદા થાય ત્યારે કોઈ બુદ્ધિશાળી માણસ મળે એવી ઈચ્છા થાય છે. કામના જ
સંસાર છે. સંસારનાં સુખ-દુ:ખોની અનુભૂતિ ઈચ્છાઓની તૃપ્તિ-અતૃપ્તિ પર અવલંબિત છે.
માણસ સદેચ્છાને નહીં પણ સ્વાર્થેચ્છાને ચાહે છે.
સદેચ્છા તારે છે,
દુરેચ્છા માણસને ડૂબાડે છે. ઈચ્છા આસક્તિઓને જન્મ આપે છે અને આસક્તિઓ માણસના મનમાં સુખનાં સોહામણાં ને
લોભામણાં ચિત્રો પ્રસ્તુત કરે છે.
એ
જાળમાં ફસાઈ માણસ વિવેક દ્રષ્ટિને ગુમાવી દે છે. એટલે જ સ્વામી રામતીર્થ કહેતા કે જે ક્ષણે તમે ઈચ્છાઓથી ઉપર ઉઠશો, ઈચ્છિત વસ્તુ તમને આપોઆપ શોધતી આવશે. માણસની ઈચ્છા નિમ્નકક્ષાની હશે, નિર્બળ હશે, દુરાશય પ્રેરિત હશે તો પતનની સીડી તેમાંથી જ નિર્મિત થશે. ઈચ્છા સુખનું આકર્ષણ જન્માવે છે પણ તેને પગલે દુ:ખ પણ ધીમે પગલે તેને અનુસરતું જ
હોય છે. ઈચ્છા શુદ્ધ નહીં હોય તો મન અંદરથી ભયગ્રસ્ત રહેશે. જેવી ઈચ્છા, હૃદયના ભાવ પણ તેવા. માણસના મનની ઉત્તમ સ્થિતિ કઈ ? એનો ઉત્તર આવતાં શાયર અકબર કહે છે -
''પહલેથી અબ સે
બહુત દૂર દિલ મેં હસરતેં,
અબ
આરઝૂ યહ હૈ કિ
કોઈ આરઝૂ ન હો.''
ઈચ્છાઓનો ત્યાગ એ મનુષ્યના મનને ઈશ્વરમાર્ગી બનવાનો માર્ગ ચીંધે છે. મુનિ દેવસેને સાચું જ કહ્યું છે કે જેની એક
જ ઇન્દ્રિય સ્વચ્છંદ રીતે વિહરતી હોય એવો જીવ સેંકડો દુ:ખ પ્રાપ્ત કરે છે તો જેની પાંચેય ઈન્દ્રિયો સ્વચ્છંદી હોય તો તેની દશા વિશે કહેવું જ
શું ?
એટલે અંત:કરણને અંદરથી મંગલમય બનાવનારને તીર્થયાત્રાની જરૂર નથી. માણસ બહાર હજારો બલ્બો કે ટયૂબલાઇટોનો પ્રકાશ પાથરવામાં જેટલી મહેનત કરે છે તેનાથી દસમા ભાગની મહેનત દિલમાં એક દીવો પ્રગટાવવા માટે કરતો હોત તો આ દુનિયાથી સ્વર્ગ જુદુ ન હોત. મનની એક વિચિત્રતા એ પણ છે કે જે વસ્તુ કરતાં તમે તેને રોકો, તેના તરફ એ પ્રબળ વેગથી દોડતું રહે છે. એટલે જ કહેવામાં આવ્યું છે
કે નિર્ધન ધનની ઈચ્છા કરે છે, જાનવર વાણીની ઈચ્છા કરે છે, મનુષ્ય સ્વર્ગની ઈચ્છા કરે છે અને દેવો મોક્ષની કામના સેવે છે. દેવ હોય કે દાનવ બન્નેમાંથી કોઈ ઈચ્છામુક્ત નથી.
દુષ્ટ ઈચ્છાઓ એ દાનવોનંષ ભોજન છે
જ્યારે સદેચ્છાઓ એ
દેવતાઓનું નૈવેધ છે.
'ન ત્વહં કામયે રાજ્યં' વાળા શ્લોકમાં ઈચ્છા ત્યાગની પરાકાષ્ઠાવાળા મનની સ્થિતિ કેવી હોય તે વર્ણવાયું છે. મને રાજ્યની કામના નથી કે સ્વર્ગની પણ અને મોક્ષની પણ.
હું તો દુ:ખથી દાજેલાં પ્રાણીઓનાં કષ્ટ નિવારણની જ કામના ધરાવું છું. આવું સત્કાર્ય કરનારને પૃથ્વી પર જીવવાનું વરદાન મળે એમાં પૃથ્વીનું શ્રેય છે. પેલા ગૂંડાના મનમાં પ્રશ્ન થયો. ''હું તો મને ગમતું કર્મ કરું છું. ચોરીને પણ કર્મ તરીકે સ્વીકાર્યું છે તો પછી મને મારું કર્મ કરતાં સો વર્ષ જીવવાનો અધિકાર ખરો કે નહીં ?''
કથાવાચકે 'ઉપનિષદ પ્રકાશ' લેખક સ્વામી દર્શનાનંદ સરસ્વતીજી આ સંદર્ભે આપેલું દ્રષ્ટાન્ત તેને સમજાવતાં કહ્યું : ભાઈ, સાંભળ, એક વાર કોઈ ધનિક માણસ પાસે એક માણસે નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પેલા ધનિકે પૂછ્યું : ''પગાર કેટલો લઈશ ?''
''પેલા નોકરીવાંછુએ કહ્યું કે
મારું વેતન એ
જ છે કે મને સતત કામ મળતું રહેવું જોઈએ. જો તું મને કામ નહીં આપે તો હું તને મારી નાખીશ.'' પેલા અમીરે વિચાર્યું કે આ માણસ તો શ્રેષ્ઠ સેવક છે,
જે વેતન નથી માગતો પરંતુ હંમેશાં કામ માટે તૈયાર રહેવાની વાત કરે છે. અને આરામ કરવાની વાત પણ કરતો નથી. મારે પોતાનાં કાર્યો માટે અનેક માણસોની આવશ્યકતા રહે છે. બધાં કામો હું આ માણસ પાસે કરાવીશ અને બાકીનાં માણસોને કાઢી મૂકીશ. આમ
વિચારી એ ધનિકે પેલા માણસની શરત સ્વીકારી લીધી. એ નોકરીઆત કામમાં અત્યંત ઝડપી હતી.
ધનિકના મોંઢામાંથી શબ્દો નીકળ્યા નહીં કે કામ તરત જ પૂરું. માત્ર બે દિવસમાં જ
ધનિકનાં બધાં જ
કામો પૂરાં થઈ
ગયાં. હવે એને એ ચિંતા સતાવવા લાગી કે જો આ નોકરને કામ નહીં આપું તો
મને મારી નાખશે. ચિંતામાં એ આકુળ-વ્યાકુળ થઈ
ગયો. ખાવા-પીવામાંથી રસ પણ ઉડી ગયો. એણે એક બુદ્ધિમાનની સલાહ લીધી. એ બુદ્ધિમાને તેને સમજાવ્યું કે કામને તું તારા ઘર પૂરતાં સીમિત શું કામ રાખે છે
?
તેને શેરી-મહોલ્લા અને નગરનાં કાર્યો સોંપો અને એ કાર્યો પતી જાય એટલે પ્રાણી માત્રની સેવાનાં કાર્યો તેની પાસે કરાવો. આ બધાં અનંત કાર્યો છે કે એ આખા જીવનમાં પણ
તે પૂરાં નહીં કરી શકે અને તું બચી જઈ જઈશ. આજ સ્થિતિ માણસના મનની છે. જે વખતે તેને શુભ કર્મોમાંથી છુટ્ટી મળે તો તે સમયે વિનાશકારી કાર્યોમાં પરોવાઈ જશે. દુષ્કૃત્યો કરીને દુ:ખ અને વિપત્તિ સિવાય કશું હાથમાં આવશે નહીં. કદાચ આ
સાંભળી પેલા ગૂંડાનું મન પરિવર્તિત થઈ
ગયું હશે. માણસે પોતાની જિંદગીમાં કાર્યરત રહીને સો
વર્ષો કેવી રીતે જીવવા જોઈએ ? આ
રહ્યા તેના સાત સન્માર્ગો.
૧. માણસે શુભ અને શુદ્ધ કર્મો કરતાં-કરતાં સો વર્ષ જીવવાની કામના કરવી જોઈએ.
૨. સદેચ્છા મનને સુધારે છે અને દુરેચ્છા મનને બગાડે છે. એટલે મનને સદાય સદેચ્છામાં પરોવાએલું રાખવું જોઈએ.
૩. ઈચ્છાઓના ઘોડાને બેલગામ બનતાં રોકો.
૪. સત્તા કે વૈભવને જીવનમાં સર્વોપરિ સ્થાન આપવાને બદલે સેવા અને ત્યાગ જેવાં ઉદાત્ત કર્મોને જીવનનો ઉદ્દેશ બનાવો.
૫. મન જેટલું અનાસકત રહેશે, કર્મો એટલાં જ પરિશુદ્ધ રહેશે. ભોગલક્ષી બનવું એટલે અશાન્તિને આમંત્રણ.
૬. તમારા મનને ઈચ્છામુક્તિ સામ્રાજ્યનો બાદશાહ બનાવો તો ભગવાન તમને મળવા સામેથી આવશે.
૭. કર્મ કરતી વખતે વિવેકને તમારો માર્ગદર્શક બનાવો.
from Gujratsamachar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.