7 સપ્ટે, 2021

શિક્ષક દિન

  યુનેસ્કોએ 5મી ઓક્ટો. 1994થી 'શિક્ષક દિન' ઉજવવાનું નિશ્ચિત કર્યું છે, ભારતમાં તે 5મી સપ્ટેમ્બરે શા માટે ઉજવાય છે ?

યુનેસ્કોએ ૧૯૯૪માં ૫મી ઓક્ટોબરના દિવસને 'શિક્ષક દિન' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. પરંતુ, ભારતમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન ૫મી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિન તરીકે, ઉજવવાનો નિર્ણય લીધો છે. તેઓનો જન્મ ૧૮૮૮ના પાંચમી સપ્ટેમ્બરે થયો હતો. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પછીથી રાષ્ટ્રપતિ પદે પણ હતા.

શિક્ષક દિન એવો દિવસ છે કે, જે નવી પેઢીને માટે જ્ઞાાનનાં દ્વાર ખોલી આપનાર અને જ્ઞાાન આપનારાઓનું સન્માન કરવામાં આવે છે.

હવે, જુદા જુદા દેશોમાં તે દિવસ, કઇ તારીખે, ઊજવવામાં આવે છે તે જોઇએ. મોટા ભાગના દેશોમાં તો તે દિવસે શાળાઓમાં રજા પણ હોય છે.

૧૦ ડિસેમ્બર ૧૯૪૫ના દિને, ચીલીના મહાન કવિ ગબ્રિઆલા મિસ્ટ્રાલને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું. તેથી તે દિવસને ચીલીમાં શિક્ષક દિન તરીકે, ઉજવવાનો નિર્ણય લેવાયો. પરંતુ પછીથી ૧૬મી ઓક્ટોબર ૧૯૭૭ના દિને રીચર્સ કોલેજની સ્થાપના કરાઈ. તેથી, તે દિવસ, 'રિચર્સ-ડે' તરીકે ઉજવવામાં આવે છે. પાકિસ્તાન, રૂસ, માલદીવ, કુવૈત, મોરેશિયસ, કતાર અને બ્રિટન વગેરે પણ તે દિવસને ટીચર્સ-ડે તરીકે ઉજવે છે. ચીન ૧૦મી સપ્ટેમ્બરે ટીચર્સ ડે ઉજવે છે.

૧૫ ઓક્ટોબર ૧૮૨૭ના દિને, બ્રાઝિલમાં પ્રેડો-૧જા દ્વારા પ્રાથમિક શાળાઓ સ્થાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે, સાઉ પાવલોમાં એક નાની સ્કૂલના કેટલાક શિક્ષકોએ ૧૫ ઓક્ટો. ૧૯૪૭થી પ્રેડોની સ્મૃતિમાં શિક્ષક-દિન ઉજવવાનું નક્કી કર્યું હતું.

From Gujrat Samachar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...