11 ઑગસ્ટ, 2022

મચ્છુ જળ હોનારત

 

મચ્છુ જળ હોનારત:

મોરબીમા (Morbi ) Gujarat આજે પણ જેની સ્મૃતિ કાળજા કંપાવી દે છે તે મચ્છુ જળ હોનારતને (1979 Machchhu dam failure) આજે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯માં  મોરબીના મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભયાનક જળ પ્રલય સર્જાયું હતું અને મોતના તાંડવથી પળભરમાં તો શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું. એક અંદાજ મુજબ 17000 થી 25000 લોકોની જાણ ગઈ હતી , જેમા અનેક પરિવારના સ્વજનો મોતને ભેટયા હતા મચ્છુ જળહોનારતને ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. દર વર્ષે આજના દિવસે ૨૧ સાયરન વગાડી દિવંગતોને પુષ્પાજલી અર્પણ કરવામાં આવે છે અને મૌન રેલી યોજી શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવે છે. જેની સાક્ષી વાતાવરણ પણ પૂરતું હોવાની માન્યતા છે. દિવસે દિવસ સાવ સુમસાન હોય છે વર્ષે કોરોના વાયરસના લીધે સાવચેતીના ભાગરૂપે મૌન રેલી મોકૂફ રખવામાં આવી છેત્યારે મોરબીના જળ પ્રલયની વાત કરતા લોકોની આંખોમાંથી હજુ આંસુ રોકાઈ શકતા નથી.


મોરબીને બેઠુ કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પુરગ્રસ્તો અને અસરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. બાદમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈને મોરબીએ ખુમારી અને જીંદાદિલીથી પોતાનુ નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે મચ્છુ જળ હોનારતની વરસી જ્યારે આવે છે. ત્યારે મોરબીવાસીઓ તે ઘટનાને યાદ કરીને દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. આજે મચ્છુ જળ હોનારતને ૪3 વર્ષ પૂર્ણ થાય છે.

અમેરિકાની બે છાત્રાઓ ઉત્પલ સાડેસરા અને ટોમ વુડને મચ્છુ જળ હોનારતની સત્ય હકીકત બહાર લાવવા માટે ગહન સંશોધન કરીને પુસ્તક પ્રકાશિત કર્યું છે. પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ- ડેમના માટીના પાળા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકારની અનેક ચેતવણી છતા રાજ્યસરકારના તે વખતના ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહતમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે . લાખ ઘનફૂટથી વધુ હતી હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક ૩૩ સેકન્ડે લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ હતો. જે તત્કાલીન સરકારનો દાવો હતો. તે દરવાજાના સંચાલનની ખામી પણ હતી. જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે. પરંતુ ઇજનેરની તદ્દન ખોટી ગણતરી દુર્ઘટના માટે જવાબદાર હતી.

ઉપરાંત પુસ્તકમાં જણાવાયું છે કે, મોરબી-માળિયાની પ્રજાને સમયસર ચેતવણી પણ અપાઈ હતી. તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો મોટો હતો. ટેલિફોન અને તારની સુવિધા બગડી ગઈ હતી. બંધ ઉપરના કામદારો કોઈનો સંપર્ક સાધી શકે તેમ હતાઅમુક વિસ્તારોમાં સમયસર ચેતવણી આપીને લોકોને ઊંચા વિસ્તારોમાં ખસેડી શકાયા હતા. સંપર્ક સાધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાણવાસમાં લોકોનો સંપર્ક થઈ શક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હોનારતના કારણો જાણવા માટે તપાસ મંચની રચના પણ કરાઈ હતી જોકે વરસાદે આજે અનારાધાર વરસી મોરબી વાસીઓને તારાજીની યાદ અપાવી હતી. જળહોનારતને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ટુક સમયમાં તેના પર મચ્છુ ગુજરાતી ફિલ્મ પણ બની અને થિયેટરોમાં ગાજશે ત્યારે આજે ૪૨મી વરસીએ અનેક પરિવારની આંખો પાછી ભીની થઈ જશે.

સ્મૃતિ સ્તંભ પાસે આજે પણ લોકોમાં પરિવારજનો પુષ્પાજલી માટે આવે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. જે દ્રશ્યો આજે પણ મોરબીવાસીઓમાં ઘર કરી ગયાની છબી દર્શાવે છે. દસથી બાર કલાક ચાલેલા મહાકાય વિનાશકારી જળ પ્રલયમાં 6158 મકાનો ધરાશાયી થયા,1800 ઝુંપડા નાશ પામ્યા 3900 મકાનને નુકશાન થયું ,12849 ઢોર મૃત્યુ પામ્યા, 1439 મૃતદેહો મળ્યા 28.39 કરોડનું નુકશાન થયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જો કે બિન સતાવાર આંકડા ઘણા ઉંચા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

હાલ મોરબી ફરી પગભર થયુ છે પરંતુ પોતાના સ્વજનોની ખોટ અને ગોઝારા પુરને હજુયેભુલાવી શક્યા નથી જ્યારે દિવસને મોરબીવાસીઓ યાદ કરે છે ત્યારે તેઓની આંખોમા આંસુ રોકાતા નથી પુર માટે એક ગુજરાતી ફિલ્મ મચ્છુ એકટ ઓફ ગોડ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે ઘટના મોરબીના ઇતિહાસમાં કેદ થઈ ગઈ છે જે ભુલાવી મોરબી વાસીઓ માટે અશક્ય બની ગયું છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  *GOOD Morning* 🔼🔽 *ECHO- एक गूंज* 🌍 બધા સંબંધો સાચવી શકાતા નથી . કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે . તમે ગમે...