31 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

 

મગજ સફળતા શીખવે છે, હ્રદય સંબંધો બાંધે છે
કારકિર્દી, અભ્યાસ અને પ્રગતિમાં મગજ માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનને અર્થપૂર્ણ બનાવે છે હ્રદયથી બનેલા સંબંધો.

30 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

મગજ ઊંચું છે, હ્રદય ઊંડું છે
શરીરશાસ્ત્ર મુજબ મગજ હ્રદયથી ઊંચે છે, પરંતુ હ્રદય લાગણીઓની એવી ઊંડાઈ ધરાવે છે, જ્યાંથી પ્રેમ, કરુણા અને માનવતા જન્મે છે.

29 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

 

મગજ નિર્ણય લે છે, હ્રદય દિશા આપે છે
મગજ તર્ક, ગણતરી અને ફાયદા-નુકસાન જુએ છે, જ્યારે હ્રદય સાચું શું છે એની અનુભૂતિ કરાવે છે. જીવનના મોટા નિર્ણયો ત્યારે સાચા બને છે, જ્યારે મગજનો વિચાર અને હ્રદયની લાગણી એકસાથે ચાલે.

27 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય જીવન બનાવે છે, સમજણ જીવન સુંદર બનાવે છે
સમય જીવનની ઘટનાઓ ગોઠવે છે, પરંતુ સમજણ જીવનને અર્થ, સંતુલન અને શાંતિ આપે છે.

26 જાન્યુ, 2026

પ્રજાસત્તાક દિવસ

 


                                                                        Good Morning

ECHO-एक  गूंज


૨૬ જાન્યુઆરી : ભારતનો પ્રજાસત્તાક દિવસ

૨૬ જાન્યુઆરી ભારતના ઇતિહાસમાં અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે. દિવસે ભારત દેશ સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક બન્યો અને ભારતીય સંવિધાન અમલમાં આવ્યું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતે પોતાનું સ્વયં લખાયેલું સંવિધાન સ્વીકારીને બ્રિટિશ શાસનના કાયદાઓથી સંપૂર્ણ મુક્તિ મેળવી.

ભારતને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ સ્વતંત્રતા મળી હતી, પરંતુ તે સમયે દેશ પાસે પોતાનું સંવિધાન નહોતું. ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં સંવિધાન સભાની રચના કરવામાં આવી. લગભગ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ ભારતીય સંવિધાન તૈયાર થયું. ૨૬ જાન્યુઆરીની તારીખ ખાસ કારણે પસંદ કરવામાં આવી કે ૧૯૩૦માં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસેપૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી.

પ્રજાસત્તાક દિવસના અવસરે નવી દિલ્હીના કર્તવ્ય પથ (પૂર્વે રાજપથ) પર ભવ્ય પરેડ યોજાય છે. પરેડમાં ભારતની ત્રિસેનાથલસેના, નૌસેના અને વાયુસેનાતેમની શક્તિ, શિસ્ત અને આધુનિક સાધનોનું પ્રદર્શન કરે છે. સાથે સાથે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતા, પરંપરા અને વિકાસને દર્શાવે છે. દિવસ પર રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે.

૨૬ જાન્યુઆરી માત્ર ઉત્સવનો દિવસ નથી, પરંતુ તે આપણને આપણા અધિકારો અને ફરજો બંનેની યાદ અપાવે છે. ભારતીય સંવિધાન દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ધર્મનિરપેક્ષતા અને ન્યાયનો અધિકાર આપે છે. સાથે , દેશ પ્રત્યે ફરજભાવ, એકતા અને અખંડિતતા જાળવવાની જવાબદારી પણ આપે છે.

શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં વિવિધ કાર્યક્રમો, ભાષણો, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં દેશપ્રેમ અને સંવિધાનિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો દિવસ મહત્વપૂર્ણ અવસર છે.

રીતે, ૨૬ જાન્યુઆરી ભારતના લોકશાહી તંત્ર, સંવિધાનિક મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. દિવસ આપણને યાદ અપાવે છે કે સાચી પ્રજાસત્તાકતા ત્યારે સફળ બને જ્યારે દરેક નાગરિક જવાબદારીપૂર્વક પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને દેશના વિકાસમાં યોગદાન આપે.

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય રાહ કરાવે છે, સમજણ વિશ્વાસ શીખવે છે
રાહ જોવાની ક્ષણોમાં સમય કઠિન લાગે છે, પરંતુ સમજણ રાહને આશા અને વિશ્વાસમાં ફેરવે છે.

25 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય દુઃખ યાદ કરાવે છે, સમજણ છોડતા શીખવે છે
સમય ભૂતકાળની ઘટનાઓ યાદ અપાવે છે, પરંતુ સમજણ આપણને દુઃખમાંથી મુક્ત થવાની રીત શીખવે છે.

24 જાન્યુ, 2026

Good Morning



 Good Morning

ECHO-एक  गूंज

સમય દરેકને સમાન મળે છે, સમજણ અલગ બનાવે છે
દરેકને ૨૪ કલાક મળે છે, પરંતુ કોણ કેટલું શીખે છે અને કેટલું વિકસે છે, તેની સમજણ પર નિર્ભર

23 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય શીખવાડે છે, સમજણ બદલાવે છે
સમય માત્ર પાઠ આપે છે, પરંતુ સમજણ પાઠને જીવનમાં અમલમાં મૂકે છે. બદલાવ સમજણથી આવે છે, સમયથી નહીં.

22 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય બધું બતાવે છે, સમજણ બધું સ્વીકારે છે
સમય માણસને સત્ય સામે ઊભો કરે છે, અને સમજણ તેને સ્વીકારવાની હિંમત આપે છે. સમજણ વગર સત્ય કઠોર લાગે છે.

21 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સમય જવાબ નથી આપતો, સમજણ જવાબ શોધે છે
જીવનના ઘણા પ્રશ્નોનો જવાબ સમય સીધો આપતો નથી, પરંતુ સમય સાથે મળતી સમજણ પ્રશ્નોના ઉત્તર સુધી લઈ જાય છે.

20 જાન્યુ, 2026

Good Morning

Good Morning

ECHO-एक  गूंज

સમય ઘા આપે છે, સમજણ મલમ બને છે
સમય ક્યારેક દુઃખ, નુકસાન અને નિષ્ફળતા આપે છે, પરંતુ સમજણ ઘા પર મલમ સમાન કામ કરે છે અને માણસને ફરી ઉભો થવાની શક્તિ આપે છે.


19 જાન્યુ, 2026

Good Morning



 Good Morning

ECHO-एक  गूंज

સમય અનુભવ આપે છે, સમજણ અર્થ આપે છે
સમય માણસને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર કરાવે છે, પરંતુ અનુભવોનો સાચો અર્થ સમજણથી મળે છે. સમય વગર અનુભવ નથી, અને સમજણ વગર અનુભવ અધૂરો છે.

18 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

સંતુલિત જીવન સાચું સફળ જીવન છે
બધું શક્ય બનાવવાની દોડમાં માણસ પોતાને ગુમાવી દે છે. સમજ, શાંતિ અને સંતુલન સાથે જીવવું જીવનની સાચી સિદ્ધિ છે.

17 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

કરવાનું જ્ઞાન કરવાના જ્ઞાન જેટલું મહત્વનું છે
જીવનમાં ક્યારેનાકહેવું, ક્યાં રોકાઈ જવું સમજણ માણસને પરિપક્વ બનાવે છે.

16 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

કેટલીક બાબતોને જેમ છે તેમ સ્વીકારવી જરૂરી છે
દરેક પરિસ્થિતિ બદલવી શક્ય હોવા છતાં સ્વીકાર શીખવો પણ એટલો મહત્વનો પાઠ છે.

15 જાન્યુ, 2026

Good Morning

 


Good Morning

ECHO-एक  गूंज

બીજાને સાબિત કરવાની દોડ વ્યર્થ છે
બધું શક્ય બનાવવાની ઇચ્છા ઘણી વખતહું કરી બતાવીશના અહંકારથી આવે છે. શાંતિ સફળતા કરતાં વધુ કિંમતી છે.

14 જાન્યુ, 2026

ઉતરાણ

 

મારો પ્રિય તહેવાર – ઉતરાણ

મારો સૌથી પ્રિય તહેવાર એટલે ઉતરાણ. ભારત દેશનો એક એવો અનોખો તહેવાર છે, જે દર વર્ષે અંગ્રેજી મહિનાની 14મી જાન્યુઆરી નિશ્ચિત રીતે આવે છે. સૂર્ય ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે અને એની સાથે મનુષ્યના મનમાં પણ નવી ઊર્જા, નવી આશા અને નવા ઉમંગો જન્મ લે છે.

ઉતરાણ માત્ર તહેવાર નથી, તો આકાશ સાથે સંવાદ કરવાની કળા છે. હવામાં ઉડતી ધૂળથી પવનની દિશા નક્કી કરવી, પતંગને માથા ઉપર  ઘસી વાંકી કરવી, અને જ્યારે પતંગ એક બાજુ નામે ત્યારે એને કન્ની બાંધી સંતુલિત કરવી બધું જાણે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય તેમ લાગતું.

પતંગોના નામ તો કેટલાંય!
મટકી પતંગ, લફ્ફુક પતંગ, ગાંડો પતંગનામ સાંભળતાં હાસ્ય અને આનંદ છલકાઈ ઊઠે.
દોરીના પણ કેટલાં પ્રકાર! ચાર મિનાર, સાંકળ  આઠ, હાથી છાપદરેક દોરીની પોતાની ઓળખ અને પોતાની શાન હતી.

બાળપણની વાત કરું તો, એક નાની ફીરકી અને પાંચ પૈસાની ફૂદ્દીથી ઉતરાણની તૈયારી એક મહિના પહેલા શરૂ થઈ જતી. છત પર નહીં, પરંતુ દિલમાં પતંગ ઊડવા લાગી જતી. સાંજ પડે એટલે પતંગ ચગાવાની પ્રેક્ટિસ, અને રાતે સુતાં પહેલાં કાલે કઈ પતંગ લાવવી એની ચર્ચા.

એક ઘટના આજે પણ સ્મૃતિપટ પર સ્પષ્ટ છે.
હું અને મારો મિત્ર પતંગ ચગાવવા ગયા હતા. મેં એને કહ્યું,
તું પતંગને જરા દૂર જઈ છોડ, હું ચગાવું છું.”
જેમજ પતંગ ઉડાવવા આગળ વધ્યો, પાછળથી અચાનક એક ભેંસ આવી અને એને ઉલાળી દીધો!
પતંગ તો રહી ગઈ, પણ ક્ષણની હાસ્યભરી યાદ આજે પણ દિલને હળવું કરી દે છે.

આજે વાતોને ચાલીસ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.
આજે પતંગ ઉડાડવા ટેરેસ પર જવાની વાત તો દૂર રહી,
ઉમર સાથે ઉમંગ, શોખ અને મન બધું બદલાતું ગયું છે.

છતાં પણ, ઉતરાણ આવે એટલે મન પાછું બાળપણમાં પહોંચી જાય છે.
આકાશમાં ઉડતી પતંગો માત્ર દોરાથી બંધાયેલી નથી,
તો આપણી યાદો, આપણા સપનાઓ અને આપણા ભૂતકાળ સાથે બંધાયેલી છે.

ઉતરાણ આપણને શીખવે છે
જીવનમાં સંતુલન રાખવું,
પવન સામે ઝૂકતાં શીખવું,
અને દોરો હાથમાં મજબૂત પકડવો.

આજેય જ્યારે આકાશમાં રંગબેરંગી પતંગો દેખાય છે,
ત્યારે સમજાય છે કે
ઉતરાણ માત્ર તહેવાર નથી, તો લાગણીઓનો ઉત્સવ છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  Good Morning ECHO- एक   गूंज પ્રેમ કોઈ આપ - લેનો સોદો નથી . તેમાં લાભ - હાનિનો હિસાબ નથી હોતો . સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છ...