11 નવે, 2023

Happy Diwali

 

Good Morning 🔼🔽

ECHO-एक गुंज 🌍

 

દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. દિવાળીને 2 દિવસની વાર છે. દિવાળીના તહેવારો તો વાઘ બારસથી શરૂ થઇ જાય છે. ફેસ્ટિવલ મૂડ તો એનાથી પણ વહેલા આપણા પર સવાર થઇ ગયો હોય છે. આપણા તહેવારોની એક ખૂબી તમે માર્ક કરી છે? આપણે ત્યાં તહેવારો ઝૂમખામાં આવે છે! મતલબ કે તહેવાર એક દિવસનો નથી હોતા, બે-ચાર દિવસના હોય છે. બારસથી માંડીને ભાઇબીજ એમ દિવાળીના તહેવારો પાંચ દિવસ ચાલે છે.

નવરાત્રિ પહેલા નોરતાથી દશેરા સુધી ચાલે છે. છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસનો તહેવાર બને છે. હોળી અને ધૂળેટી સાથે આવે છે. ઉત્તરાયણ ભલે એક દિવસની હોય, આપણે વાસી ઉત્તરાયણ મનાવીને તેની ઉજવણી બે દિવસની કરી નાખીએ છીએ.

તહેવારો આપણી એકસરખી ચાલી આવતી કંટાળાજનક જિંદગીને બ્રેક આપે છે અને આપણામાં નવી શક્તિનો સંચાર કરે છે. નવું વર્ષ જિંદગીમાં કંઇક નવું થયાની ફીલ આપે છે. બે ઘડી વિચાર કરો કે તહેવારો હોત તો? આપણને એવું થાય કે તે કેવો સવાલ છે? તહેવારો તો પહેલાં પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હોવાના છે. આમ છતાં પણ વિચારો કે જેણે પણ તહેવારો ઊજવવાની શરૂઆત કરી હશે લોકો કેવા ડાહ્યા હશે? એને ખબર હશે કે જો તહેવારો જેવું કંઇ નહીં હોય તો લોકો ગાંડા થઇ જશે. તહેવારો સમાજ અને પરિવારોને જોડી રાખે છે.

💥🍁 Happy Diwali-


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...