16 નવે, 2023

લાઇફને કેટલી સિરિયસલી લેવી?

*Good Morning*

*ECHO-एक गुंज*

તમે જિંદગી જીવો છો કે પછી જિંદગી તમને જીવે છે?

દરેક માણસે લાઇફને સિરિયસલી લેવી જોઈએ. સવાલ એ થાય કે લાઇફને કેટલી સિરિયસલી લેવી? આપણે લાઇફને વધુ પડતી સિરિયસલી તો નથી લેતાને? આળસુ હોવું જેટલું ખતરનાક છે એટલું જ જોખમી વર્કોહોલિક હોવું છે. અંગ્રેજીમાં એક કહેવત છે, વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇલ યુ પ્લે. મતલબ કે ફકત કામ પણ નહીં અને માત્ર રમત પણ નહીં. જિંદગી માત્ર કરિયર કે સફળતા માટે નથી, જિંદગી જીવવા માટે છે. જિંદગીને બ્રેક જોઈતો હોય છે. ઘણાં લોકો માટે તો ફરવા જવાનું પણ રૂટિન હોય છે. આ સમયે જ જવાનું, આટલા સમય માટે જ જવાનું, જઈને આમ જ કરવાનું, તેમ તો નહીં જ કરવાનું! માણસ ઘણી વખત પોતાના માટે જ એટલા બધા કાયદા અને નિયમો બનાવી લે છે કે પછી એમાંથી પોતે જ મુક્ત થઈ શકતાં નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...