Good Morning 🔼🔽
ECHO-एक गुंज 🌍
સમયની સાથે આપણે ખીલતા હોઈએ છીએ કે મૂરઝાતા હોઈએ છીએ? છોડને ઉછેરવા માટે પાણી સીંચતા રહેવું પડે, જિંદગીને માણવા રોજ થોડુંક વધુ જીવતા રહેવું પડે છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે. કાલે દિવાળી છે. સદીઓથી ચાલ્યા આવતા કેલેન્ડરમાં પરમ દિવસે નવી કૂંપળ ફૂટવાની છે. આસ્તેકથી કશુંક ઊઘડશે. થોડાક દિવસમાં બધું રાબેતા મુજબની થઈ જશે. એ જ
બધાં શિડ્યુલ્સ, એપોઇન્ટમેન્ટ્સ, કામ, ગોલ, ટાર્ગેટ, જવાબદારી, ફરજો, પરંપરાઓ, વ્યવહારો, ચિંતા, ઉપાધિ, નારાજગી, ઉદાસી, ફરિયાદો વળી પાછા આપણા ખભે લદાઈ જશે. નવું હોય એને આપણે કેટલી ઝડપથી જૂનું કરી દેતા હોઈએ છીએ! આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. ઘડીકમાં રૂટિનમાં ગોઠવાઈ જઈએ છીએ. ગોઠવાવું તો પડે જ ને! રોજ કંઈ થોડા તહેવારો હોય છે? રોજ કંઈ થોડી રજા હોય છે? હા, એ
રોજ નથી હોતા, પણ જિંદગી તો રોજ હોય છેને? સવાર તો રોજ નવી હોય છેને? રોજ કંઈક તો નવું હોય જ છે! આપણે એ
નવા તરફ નજર જ
ક્યાં નાખીએ છીએ? આપણે તો જૂનાને જ
પકડી રાખીએ છીએ! આદત પડી ગઈ હોય છે, આપણને રોજેરોજ એકસરખું જીવવાની! નવું આપણને ઝાઝું સદતું નથી! આપણામાંથી રોમાંચ ધીમે ધીમે ઓસરતો જાય છે. બધી ખબર છે હવે, સમજીએ છીએ બધું, કંઈ બદલાતું નથી. ખરેખર કંઈ બદલાતું હોતું નથી? ના, બદલાતું હોય છે. સતત બદલતું રહે છે. દુનિયા તો રોજ નવી થાય છે. આપણે બદલતા નથી એટલે આપણને કંઈ બદલતું લાગતું નથી. 💥🍁 Happy Diwali
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.