સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી થાય છે. આ વર્ષની થીમ તમારા મોઢા-દાંત ઉપર ગર્વ અનુભવો છે. નવસારી જિલ્લામાં દાંતના રોગથી 10 એ 2 વ્યક્તિઓ પીડાય છે. માત્ર 2 ટકા જ સારવાર લે છે અને ઘણા લોકો દાંતના રોગને ધ્યાનમાં લેતા નથી. પરિણામે તેઓ મોઢાના કેન્સર જેવા રોગનો ભોગ બની શકે છે. જો દાંતને સુરક્ષિત અને તેને તબીબ પાસે નિયમિત ચેકિંગ કરાવીએ તો દાંતની તદુરસ્તી સારી રહે છે.
ભારત સરકારના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન(NHM) હેઠળ ચાલતા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ (NOHP)અંતર્ગત વર્લ્ડ ઓરલ હેલ્થ ડે વર્ષ 2023ની મુખ્ય થીમ લાઈન છે. \"Be proud of your mouth\" એટલે કે તમારા મોઢા/દાંતનો ગર્વ અનુભવો. મોઢાના સ્વાસ્થ્યની જાળવણી અને સારવાર બાબતે જાગૃતતા ફેલાવાનો પ્રયાસ કરવામાં આવે છે. મનુષ્ય જીવનમાં કુદરતે દાંતના સેટ આપ્યા છે. નાનપણમાં આવતા દુધિયા દાંત અને એ જ દાંત એક યોગ્ય સમય પછી આપોઆપ ખરી જઈને આવતા કાયમી નવા દાંત. કોઈ કોઈને વળી વધારાના દાંત પણ આવતા હોય છે.
જે મહત્તમ ધોરણે અયોગ્ય જગ્યા પર અને અયોગ્ય આકારના હોય છે. હવે આ બંને દાંતના સેટની સાચવણી દરેક વ્યક્તિએ કરવી જોઈએ એની કાળજી અને સંભાળ રાખી લેવી જોઈએ. WHO ના ડેટા અનુસાર 2022માં વિશ્વની કુલ વસ્તી (આશરે 8 બિલિયન) ના સરેરાશ 40 થી 42 %લોકો એટલે કે 3.2 બિલિયન લોકો દાંતની કોઈને કોઈ સમસ્યાથી પીડાય છે. નવસારી જિલ્લામાં પણ દાતના રોગોની સારવાર લેતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દર 10 એ 2 લોકો દાંત ના રોગથી પીડિત હોવાની ચોંકાવનારી માહિતી આવી છે. સારવાર સિવીલ/સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે છે.
દાંત અને મોંઢું સ્વસ્થ રાખવાના સોનેરી સુત્રો
1. રોજ બેવખત બ્રશ કરો અને દાંત અને પેઢાના રોગોથી દુર રહો.(બ્રશ કરવાની સાચી અને સરળ રીત તમારા નજીકના દાંત ના ડૉકટર પાસે જાણી લેવી. )
2. વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર અને રેસાવાળો ખોરાક લો અને દરેક ખોરાક પૂરતો ચાવીને લો.
3. આઈસક્રીમ, ચોકલેટ, મીઠાઈ વગેરેનો ઉપયોગ ઓછો કરો, ખાસ કરીને બે ભોજન વચ્ચે આવો ગળ્યો કે ચીકણો આહાર ના લેવો.
4. સોફ્ટ ટુથબ્રશ અને ઓછા એબ્રેઝીવ ટુથપેસ્ટનો ઉપયોગ કરવો.
5. દર છ મહિને તમારા દાંતની તબીબી તપાસ માટે દાંતના ડોક્ટરની મુલાકાત લો જેથી લાંબી સારવાર માથી બચી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.