26 માર્ચ, 2023

ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

 ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

શુંગ અને સાતવાહન કાળમાં , ગુજરાત ની વણાટકલા ચરમોત્કષ કક્ષાએ પહોંચી હતી . એવા વસ્ત્રો પણ બનતાં હતાં કે ફૂંક મારવાથી હવામાં ઉડતા હતા.  ( રઘુવઁશ 16:43) રેશમના કીડાઓ ઉછેરવાની કલા .. પહેલી સદીમાં વણકરોએ શોધી હતી .

પછીથી રોમમાં તેનો પ્રચાર થયો હતો, પરંતુ સુંદર વસ્ત્રોનું રહસ્ય તો ભરત અને ગુજરાતના વણકરો જાણતા હોવાથી કલાને રોમ માં પ્રસિદ્ધિ મળી નહી , રોમની સ્ત્રીઓ ગુજરાતના વસ્ત્રો પહેરવા પ્રતિષ્ઠા સમજતી હતી.

જોકે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયા માં ગુજરાત અને ભારતની વણાટ કલાની  પ્રતિષ્ઠા હતી. હિન્દૂ દેવતાની

મૂર્તિઓ માટે વસ્ત્રો મંદિરોના પુંજારીઓના વસ્ત્રો , રાજાઓ અને રાંજ પરિવારના વસ્ત્રો , સૈનિકોના વસ્ત્રો, ધનવાનોને વસ્ત્રો બનાવવા માટે વિશિષ્ટ કૌશલ્ય અને વસ્ત્રો નિર્માણ અંગેના દર્શન શસ્ત્ર નું જ્ઞાન વણકરો પાસે રહેતું હતું . વર્તમાન સમયમાં પણ પાટણ ( ગુજરાત) ના પટોળા અને તેના ઉપર ની ભાટ જગવિખ્યાત છે. આર્યવર્ત  ની  સમૃદ્ધિનો સૂર્યદય વણાટકલા ( સુતરાઉ વસ્ત્રો ) થકી થયો હતો.

આ સુતરાઉ કાપડનો વ્યાપાર પ્રભાસ પાટણથી દેશ અને વિદેશમાં ચાલતો હતો. સુતરાઉ કાપડના સૌદાગરો વિદેહમાંથી આ બહુમૂલ્ય કાપડના બદલામાં ઈરાની ઘોડા ,કિંમતી મોતી ,ગન્ધક , કસ્તુરી,સૂકોમેવો,, શરાબ ભારતમાં વેચતાંહતાં ( વર્મા હરિશચંદ્ર સંપા મધ્યકાલીન ભારત ભાગ-1 પુ.84) જોકે યુરોપમાંથી સુંદર યુવતીઓની પણ ભારતમાં આયાત થતી હતી .

ગુજરાત અને ભાતમાં નગિરિપ્રકારણ અને આર્થિક પ્રગતિમાં વણકરો સ્થાપિત શ્રેણી ( આર્થિક સંસ્થા ) નું  મોટું યોગદાન રહ્યું હતું . નહપાન રાજાએ સોમનાથના દર્શને આવતા પહેલા બ્રામ્હણોને ભોજન દાન , ગૌદાન , સુવર્ણ દાન અને ગ્રામ દાન કર્યું હતું નહપાનના ( ..119-124) સાશન કાળમાં વણકરો ખુબજ સમૃદ્ધ હતા . તેઓએ વણાટકલાના  રક્ષણ અને વિકાસ માટે આર્થિક સંસ્થાની સ્થાપના કરી હતી .

નહપાનના જમાઈ ઉષવદાતે સૌરાષ્ટ્ર માં સાર્વજનિક કલ્યાણ ની પ્રવુત્તિઓ કરી હતી. પ્રવુત્તિઓમાં વણકરોની "શ્રેણી" નો ફાળો રહ્યો હતો . ઉષવદાને વણકરોની શ્રેણી પાસે 3000 કાંશા પત્ર પણ જમાકરાવ્યા હતા રકમ અકક્ષયનીવીરૂપે ઓળખાતી હતી અક્ષયનીવી પર વ્યાજ આપવામાં આવતું હતું .એક વણકર શ્રેણી 2000 ના પ્રતિ 1% વ્યાજ આપતી હતી તો બીજી 1000 કાંશા પત્રના પ્રતિમાસ 3 થી 4 % વ્યાજ આપતી હતી.

 

ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...