26 માર્ચ, 2023

દુદા મેઘવાળ ની વાવ

 દુદા મેઘવાળ ની વાવ

મેઘવાળ સમાજનનો ઈતિહાસ, આપણો ઈતિહાસ ગૌરવવંતો છે જયારે ઝારા નું યુદ્ધ થયું હતું જેમા સાતસો  મેઘવાળૉ સહીદી વોહરી હતી યાદ છે ને ઓરસીયૉ મેઘવાળ જેણે રણ મેદાન માં અલ્લાઉદીન ખીલજી ના ગઢ મા જઈ ને એની કટાર વડે અડદી મુછો કાપી નાખી હતી, પછી એને કચ્છ ના રા સેનાપતિ બનાવ્યો, આજે ગાંધીધામ રસ્તામાં આવતું ભદ્રાવતી નગરી હાલ મા આપણે ભદ્રેશ્વર ના નામથી ઓળખવામાં આવે છે જે મુન્દ્રા તાલુકા નો ઐતિહાસિક નગર છે, નગર મા દુદા મેઘવાળ ની વાવ

આવેલી છે જોઈ ને ગૌરવ થાય એવી વાવ છે પણ જોઈ ને દુખ થય કે આપણા ઈતિહાસ ને વ્યવસ્થા નથી સાચવી સકતી આવા મહાન પુરુષ દુદા મેઘવાળને દુદીયા હરીજન કરી નાખ્યું છે, જો બીજા કોક ની વાવ હોત ને તો  સાહિત્યકારો અને ઈતિહાસકારો એને ક્યાંક લઈ જાય, મિત્રો આપણ ને સાહિત્યકારો ભદ્રેશ્વરમા  શેઠ જગડુસા દાતાર થઈ ગયા એતો ઘણી વખત કહેવામાં આવ્યું અને સત્ય પણ છે કે શેઠ જગડુસા જેવા દાતાર બીજે ક્યાંય નહીં હોય ભયંકર દુષ્કાળ મા પોતાના ભં ડારો ખોલી દિધા ધન્ય છે આવી દાતારી ને, પણ એજ કપરા સમય મા અને એજ ભદ્રાવતી નગરી મા એક જીવદયા પ્રેમી અને કરુણાસાગર જેવા દાતાર થઇ ગયા જેનુ નામ  દુદા મેઘવાળ હતું,જેના વિશે ઇતિહાસ એમ કહે છે કે  દુદા મેઘવાળ સિવ ભક્ત હતા , કચ્છ મા ભયંકર દુષ્કાળ પડ્યો  આવા સમયે દુદા મેઘવાળ ને થયું કે હુ જીવ પ્રાણી ને બચાવવા સુ કરુ, દયાડુ જીવ હતા  તેઓ હિંમત કરી ને  વાવ બનાવવા નુ ચાલુ કરીયુ, જેના ઉપર સિવ મહેરબાન હતા અને એવુ કહેવાય છે કે  વાવ ને બનાવવા ભુતડાઓ પણ મેઘવાળ ની મદદે આવ્યા,અને શેઠ  જગડુસા જેટલા દોકડા મંદિરમાં ખર્ચ કર્યા હતા એના કરતાં એક દોકડો વધારે વાવ ને બનાવવા દુદા મેઘવાળે ખર્ચો હતાંઅને નગર ને અને વટેમાર્ગુ ને પીવા માટે પાણી મળ્યુ,  જો વાવ આપણે જોઈએ તો એવુ લાગે કે તે સમયે આટલા મોટા પથ્થરો થી કેવી રીતે બનાવી હશે ,ધન્ય છે દુદા મેઘવાળ ને ,
પણ દુખ ની વાત છે કે જાતીવાદી સમાજમાં દુદા મેઘવાળ જેવા દાતાર ને કહેવાતા ઈતિહાસકારોએ અને સાહિત્યકારો ક્યાંય પણ યાદ ના કર્યો, અને સરકારો પણ આવી ઐતિહાસિક ધરોહર ને  બચાવવા કાંઈ નથી કરતી, રહી સહી કસર  ગાંધીજી ના આપેલ નામે પુરી કરી રહી છે ,
ભદ્રેશ્વર મા આજે પણ  બોર્ડ પર જોઈ ને દુખ થાય કે આવી ખમીરવંતી કચ્છની ધરતી પર આવા મહાન પુરુષ  દુદા મેઘવાળ થઈ ગયા પણ જાતીવાદી સમાજે  દુદીયા હરીજન કરી નાખ્યું છે,


મુંદરા તાલુકાના ગામ ભદ્રેશ્વર, કચ્છ ,ગુજરાત. 


duda meghval ni vav



Duda Meghval ni Vav


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...