24 માર્ચ, 2023

વિશ્વ ક્ષય દિવસ

 આજે વિશ્વ ક્ષય દિવસ, પ્રદૂષણના કારણે ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો

 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ. ક્ષય એટલે કે ટીબી જે હવે ખૂબ ઓછો થઇ ગયો છે નાબૂદ થઇ ગયો છે તેવું માનવામાં આવે છે. પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો ચોંકી જવાય તેવી સ્થિતી છે એમ કહીએ કે વિશ્વમાં સૌથી વધારે ટીબીના પેશન્ટ ભારતમાં જોવા મળે છે.

સમગ્ર વિશ્વમાં ભારતમાં ક્ષયરોગના સૌથી વધારે કેસો નોંધાય છે એવું તાજેતરની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની રિપોર્ટ ઉપરથી જાણવા મળ્યુ છે.

2016માં વિશ્વભરમાં 104 લાખ ટીબીના નવા કેસો નોંધાયા હતાં. સમગ્ર વિશ્વના કુલ ટીબીના કેસોમાંથી સાત દેશોનો 64 ટકા હિસ્સો છે જેમાં સૌથી વધારે ટીબીના દર્દીઓની ભારતમાં છે.

પ્રદુષણના કારણે ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધી છે. ભારત બાદ ઈન્ડોનેશિયા, ચાઈના, ફિલિપાઈન્સ, પાકિસ્તાન, નાઈઝીરિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે.

ડબ્લુએચઓના અહેવાલમાં જાહેર આરોગ્યની કટોકટી અને આરોગ્ય સુરક્ષા અંગે ચિંતા વ્યકત કરી છે. વિશ્વભરમાં ટીબીના 6,00,000 નવા કેસ નોંધાય છે

જેમાંથી અડધા જેટલા ટીબીના કેસો ભારતમાં જોવા મળ્યા હતાં. રિપોર્ટમાં જાણાવવામાં આવ્યુ કે,

ભારત સહિતના દેશમાં ટીબીના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે નબળી આરોગ્ય સુવિધા માટે એક મોટો પડકાર કહી શકાય તેમ છે.

અંદાજે 104 લાખ નવા ટીબીના કેસો હોવાની સંભાવના છે જ્યારે સત્તાવાર રીતે ફકત 63 લાખ કેસ સોધી કાઢવામાં આવ્યા છે એટલે 41 લાખ ટીબીના કેસોમાં કોઈ પણ પ્રકાર સારવાર કરવામાં આવતી નથી. 41 લાખ ટીબીના કેસો ભારત, ઈન્ડોનેશિયા અને નાઈઝિરીયામાં સૌથી વધારે હોવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.

ભારત સરકારે 2025 સુધીમાં ટીબીને ખતમ કરવા માટે વિવિધ જાહેરાતો કરી છે. ડબ્લુએચઓની રિપોર્ટ અનુસાર, 2016માં 27.9 લાખ લોકોને ચેપ દ્વારા ક્ષયરોગ લાગ્યો હતો. ચેપ દ્વારા ટીબી સૌથી વધારે ચાઈના જોવા મળ્યો છે જ્યારે ભારતમાં 8.95 લાખ જેટલા લોકોને ચેપ દ્વારા ટીબી થયો છે. રિપોર્ટના મુજબ, ચાલુ વર્ષે મધ્ય અને નીચી આવક ધરાવતા દેશોમાં ટીબીની સારવાર આપવા 9.2 અબજ ડોલરની જરૂરી છે જ્યારે અત્યાર સુધી ફકત 2.3 અબજ ડોલર ફાળવામાં આવ્યા છે. ઉપરાંત વેકસીન, ડાયગ્નોસ્ટિક્સ અને દવાઓના વિકાસ માટે પ્રતિ વર્ષ 1.2 અબજ ડોલરની જરૂર પડે છે.

હાલ ટીબીને ખતર કરવા માટે બમણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યમ આવક ધરાવતા દેશોમાં વધુ સ્થાનિક ફંડિંગની જરૂર છે એવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે.


વિશ્વ ક્ષય દિવસ

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...