26 માર્ચ, 2023

ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

 ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

શુંગ અને સાતવાહન કાળમાં , ગુજરાત ની વણાટકલા ચરમોત્કષ કક્ષાએ પહોંચી હતી . એવા વસ્ત્રો પણ બનતાં હતાં કે ફૂંક મારવાથી હવામાં ઉડતા હતા.  ( રઘુવઁશ 16:43) રેશમના કીડાઓ ઉછેરવાની કલા .. પહેલી સદીમાં વણકરોએ શોધી હતી .

પછીથી રોમમાં તેનો પ્રચાર થયો હતો, પરંતુ સુંદર વસ્ત્રોનું રહસ્ય તો ભરત અને ગુજરાતના વણકરો જાણતા હોવાથી કલાને રોમ માં પ્રસિદ્ધિ મળી નહી , રોમની સ્ત્રીઓ ગુજરાતના વસ્ત્રો પહેરવા પ્રતિષ્ઠા સમજતી હતી.

જોકે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયા માં ગુજરાત અને ભારતની વણાટ કલાની  પ્રતિષ્ઠા હતી. હિન્દૂ દેવતાની

મૂર્તિઓ માટે વસ્ત્રો મંદિરોના પુંજારીઓના વસ્ત્રો , રાજાઓ અને રાંજ પરિવારના વસ્ત્રો , સૈનિકોના વસ્ત્રો, ધનવાનોને વસ્ત્રો બનાવવા માટે વિશિષ્ટ કૌશલ્ય અને વસ્ત્રો નિર્માણ અંગેના દર્શન શસ્ત્ર નું જ્ઞાન વણકરો પાસે રહેતું હતું . વર્તમાન સમયમાં પણ પાટણ ( ગુજરાત) ના પટોળા અને તેના ઉપર ની ભાટ જગવિખ્યાત છે. આર્યવર્ત  ની  સમૃદ્ધિનો સૂર્યદય વણાટકલા ( સુતરાઉ વસ્ત્રો ) થકી થયો હતો.

આ સુતરાઉ કાપડનો વ્યાપાર પ્રભાસ પાટણથી દેશ અને વિદેશમાં ચાલતો હતો. સુતરાઉ કાપડના સૌદાગરો વિદેહમાંથી આ બહુમૂલ્ય કાપડના બદલામાં ઈરાની ઘોડા ,કિંમતી મોતી ,ગન્ધક , કસ્તુરી,સૂકોમેવો,, શરાબ ભારતમાં વેચતાંહતાં ( વર્મા હરિશચંદ્ર સંપા મધ્યકાલીન ભારત ભાગ-1 પુ.84) જોકે યુરોપમાંથી સુંદર યુવતીઓની પણ ભારતમાં આયાત થતી હતી .

ગુજરાત અને ભાતમાં નગિરિપ્રકારણ અને આર્થિક પ્રગતિમાં વણકરો સ્થાપિત શ્રેણી ( આર્થિક સંસ્થા ) નું  મોટું યોગદાન રહ્યું હતું . નહપાન રાજાએ સોમનાથના દર્શને આવતા પહેલા બ્રામ્હણોને ભોજન દાન , ગૌદાન , સુવર્ણ દાન અને ગ્રામ દાન કર્યું હતું નહપાનના ( ..119-124) સાશન કાળમાં વણકરો ખુબજ સમૃદ્ધ હતા . તેઓએ વણાટકલાના  રક્ષણ અને વિકાસ માટે આર્થિક સંસ્થાની સ્થાપના કરી હતી .

નહપાનના જમાઈ ઉષવદાતે સૌરાષ્ટ્ર માં સાર્વજનિક કલ્યાણ ની પ્રવુત્તિઓ કરી હતી. પ્રવુત્તિઓમાં વણકરોની "શ્રેણી" નો ફાળો રહ્યો હતો . ઉષવદાને વણકરોની શ્રેણી પાસે 3000 કાંશા પત્ર પણ જમાકરાવ્યા હતા રકમ અકક્ષયનીવીરૂપે ઓળખાતી હતી અક્ષયનીવી પર વ્યાજ આપવામાં આવતું હતું .એક વણકર શ્રેણી 2000 ના પ્રતિ 1% વ્યાજ આપતી હતી તો બીજી 1000 કાંશા પત્રના પ્રતિમાસ 3 થી 4 % વ્યાજ આપતી હતી.

 

ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....

દુદા મેઘવાળ ની વાવ

 દુદા મેઘવાળ ની વાવ

મેઘવાળ સમાજનનો ઈતિહાસ, આપણો ઈતિહાસ ગૌરવવંતો છે જયારે ઝારા નું યુદ્ધ થયું હતું જેમા સાતસો  મેઘવાળૉ સહીદી વોહરી હતી યાદ છે ને ઓરસીયૉ મેઘવાળ જેણે રણ મેદાન માં અલ્લાઉદીન ખીલજી ના ગઢ મા જઈ ને એની કટાર વડે અડદી મુછો કાપી નાખી હતી, પછી એને કચ્છ ના રા સેનાપતિ બનાવ્યો, આજે ગાંધીધામ રસ્તામાં આવતું ભદ્રાવતી નગરી હાલ મા આપણે ભદ્રેશ્વર ના નામથી ઓળખવામાં આવે છે જે મુન્દ્રા તાલુકા નો ઐતિહાસિક નગર છે, નગર મા દુદા મેઘવાળ ની વાવ

આવેલી છે જોઈ ને ગૌરવ થાય એવી વાવ છે પણ જોઈ ને દુખ થય કે આપણા ઈતિહાસ ને વ્યવસ્થા નથી સાચવી સકતી આવા મહાન પુરુષ દુદા મેઘવાળને દુદીયા હરીજન કરી નાખ્યું છે, જો બીજા કોક ની વાવ હોત ને તો  સાહિત્યકારો અને ઈતિહાસકારો એને ક્યાંક લઈ જાય, મિત્રો આપણ ને સાહિત્યકારો ભદ્રેશ્વરમા  શેઠ જગડુસા દાતાર થઈ ગયા એતો ઘણી વખત કહેવામાં આવ્યું અને સત્ય પણ છે કે શેઠ જગડુસા જેવા દાતાર બીજે ક્યાંય નહીં હોય ભયંકર દુષ્કાળ મા પોતાના ભં ડારો ખોલી દિધા ધન્ય છે આવી દાતારી ને, પણ એજ કપરા સમય મા અને એજ ભદ્રાવતી નગરી મા એક જીવદયા પ્રેમી અને કરુણાસાગર જેવા દાતાર થઇ ગયા જેનુ નામ  દુદા મેઘવાળ હતું,જેના વિશે ઇતિહાસ એમ કહે છે કે  દુદા મેઘવાળ સિવ ભક્ત હતા , કચ્છ મા ભયંકર દુષ્કાળ પડ્યો  આવા સમયે દુદા મેઘવાળ ને થયું કે હુ જીવ પ્રાણી ને બચાવવા સુ કરુ, દયાડુ જીવ હતા  તેઓ હિંમત કરી ને  વાવ બનાવવા નુ ચાલુ કરીયુ, જેના ઉપર સિવ મહેરબાન હતા અને એવુ કહેવાય છે કે  વાવ ને બનાવવા ભુતડાઓ પણ મેઘવાળ ની મદદે આવ્યા,અને શેઠ  જગડુસા જેટલા દોકડા મંદિરમાં ખર્ચ કર્યા હતા એના કરતાં એક દોકડો વધારે વાવ ને બનાવવા દુદા મેઘવાળે ખર્ચો હતાંઅને નગર ને અને વટેમાર્ગુ ને પીવા માટે પાણી મળ્યુ,  જો વાવ આપણે જોઈએ તો એવુ લાગે કે તે સમયે આટલા મોટા પથ્થરો થી કેવી રીતે બનાવી હશે ,ધન્ય છે દુદા મેઘવાળ ને ,
પણ દુખ ની વાત છે કે જાતીવાદી સમાજમાં દુદા મેઘવાળ જેવા દાતાર ને કહેવાતા ઈતિહાસકારોએ અને સાહિત્યકારો ક્યાંય પણ યાદ ના કર્યો, અને સરકારો પણ આવી ઐતિહાસિક ધરોહર ને  બચાવવા કાંઈ નથી કરતી, રહી સહી કસર  ગાંધીજી ના આપેલ નામે પુરી કરી રહી છે ,
ભદ્રેશ્વર મા આજે પણ  બોર્ડ પર જોઈ ને દુખ થાય કે આવી ખમીરવંતી કચ્છની ધરતી પર આવા મહાન પુરુષ  દુદા મેઘવાળ થઈ ગયા પણ જાતીવાદી સમાજે  દુદીયા હરીજન કરી નાખ્યું છે,


મુંદરા તાલુકાના ગામ ભદ્રેશ્વર, કચ્છ ,ગુજરાત. 


duda meghval ni vav



Duda Meghval ni Vav


25 માર્ચ, 2023

અર્થ અવર ડે

 અર્થ અવર ડે

પર્યાવરણની સુરક્ષા માટે સૌને જાગૃત કરવાના હેતુથી માર્ચ મહિનાના છેલ્લા શનિવારે અર્થ અવર ડે ઉજવાય છે રાત્રે 8:30 થી 9:30 એમ એક કલાક માટે ઘરની લાઈટ્સ બંધ કરી ઊર્જાની બચત કરાય છે. અર્થઅવર પર લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમના ઘર ,ઓફિસ પર બિન આવશ્યક લાઇટ અને ઇલેક્ટ્રીક ઉપકરણોની ફક્ત એક કલાક માટે બંધ રાખે.

આ બાબતની શરૂઆત સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વર્ષ 2007માં થઈ હતી.આજે અર્થવઅવર સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવશેએટલે કે એક કલાક વિશ્વભરના લોકો પોતાની લાઈટ બંધ રાખશે અને પૃથ્વીની સારી સુધારણા માટે પ્રાર્થના કરશે.

ઉલ્લેખનીય છે કે માર્ચના અંતિમ શનિવારે એટલે કે આજે 2023 ના માર્ચ મહિનાના છેલ્લા શનિવારે 25 માર્ચ 2023 ના એક કલાક સુધી રાત્રે 8:30 થી 9:30 સુધી સૌ નાગરિકો પોતાના ઘરઓફિસ,સંસ્થાઓમાં લાઈટ બંધ રાખીને ઊર્જાની બચત કરશે.

અર્થ અવર ડે ની શરૂઆત વાઈલ્ડ લાઇફ એન્ડ એનવાયરમેન્ટ ઓર્ગેનાઈઝેશન વર્લ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા વર્ષ 2007માં કરવામાં આવી હતી સિડનીમાં 31 માર્ચ 2007 ના રોજ પ્રથમ વખત આ દિવસ ઉજવાયો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના સીડનીમાં કરાઈ હતી. તે સમયે લોકોને 60 મિનિટ સુધી લાઈટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું. અને ધીમે ધીમે ઉર્જા બચત નો આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો ગયો.

અર્થ અવર ડે 2023 ની ઉજવણીની થીમ છે "ઇન્વેસ્ટ ઇન અવર પ્લેને" ઓફિસિયલ અર્થ અવર ઓર્ગેનાઈઝેશન દ્વારા આ થીમ આપવા માટેનો ઉદ્દેશ એ છે કે તેમના મતે હરિત ટેકનોલોજી એ એકમાત્ર રસ્તો છે કે જેના દ્વારા આપણું ભવિષ્ય સ્વસ્થ સમૃદ્ધ અને સમાન બને. હરિત ક્રાંતિના ભાગીદાર સરકાર ,સંસ્થાઓ અને તમામ નાગરિકો બને અને સાથે મળી આ કાર્ય કરે એ ખૂબ જરૂરી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઉર્જા બચત માટે પ્રેરણા આપવાનું અને પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃત કરવાનું છે વર્લ્ડ વાઈડ ફંડનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિને થતા નુકસાન ને રોકવા અને માનવીના ભવિષ્યમાં સુધારણા કરીને તેને વધુ શ્રેષ્ઠ બનાવવાનું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે "ટાઈમ આઉટ ફોર નેચર 2023 ઝુંબેશ" પર ધ્યાન અપાશે. જેનો મુખ્ય હેતુ વધુને વધુ વૃક્ષો વાવી પૃથ્વીને હરિયાળી બનાવી -પૃથ્વીને બચાવવી તે છે’

અર્થ અવર ડેની શરૂઆત ભારતમાં વર્ષ 2009 માં થઈ હતી. જેમાં 58 શહેરોમાં પાંચ મિલિયન લોકોએ ભાગ લીધો હતો. તે પછી વર્ષ 2010માં આ ઊર્જા બચત ઝુંબેશમાં 128 શહેરોમાંથી 70 લાખ લોકોએ ભાગ લીધો હતો.તો વર્ષ 2018માં દિલ્હીની જનતાએ સૌથી વધુ 305 મેગા વોટ વીજળી બચાવી હતી. તે જ સમયે વર્ષ 2020 માં 79 મેગાવોટ વીજળીની બચત થઈ. હવે ધીમે ધીમે બચતનું વધુને વધુ મહત્વ સમજાતું જાય છે. પરિણામે ઉર્જા બચતની આ ઝુંબેશમાં જોડાઈને દર વર્ષે એક અબજથી વધુ લોકો એક કલાકમાં સ્વેચ્છાએ લાઈટ બંધ રાખી અનેક ગણી ઉર્જા બચતમાં સહયોગ આપે છે.

આમ તો વર્ષમાં એક વખત એક કલાક ઉર્જા બચાવી એ ઉત્તમ કાર્ય છે જપણ આપણે હાલની પરિસ્થિતિ જોતા દર સેકન્ડે ઉર્જા બચત વિશે વિચાર કરતા રહેવા જરૂરી છે અને આ માટે આપણે આટલું જરૂર અમલ કરી શકીએ:

*પોતાનું રૂમ અથવા ઓફિસ છોડીએ ત્યારે લાઇટની સ્વીચ ઓફ કરી જ બચત કરીએ.

* 50% થી ઓછા લોડ પર ચાલતી મોટર વધુ વીજ બગાડ કરે છે.

યોગ્ય ક્ષમતા ના કેબલ સ્વીચો અને સ્ટાર્ટર વાપરવા જોઈએ.

ઉચ્ચ ગુણવત્તાવાળી વીજ મોટર થી 3% સુધી વીજ બચત કરી શકે છે.

લુઝ કનેક્શન એક ટકાથી બે ટકા જેટલો વીજ બગાડ કરે છે.

*વેરિયેબલ લોડવાળી મોટર માટે વેરીએબલ સ્પીડ ડ્રાઇવ વાપરવી જોઈએ અને ઓછા લોડ વાળી મોટર માટે સોફ્ટ સ્ટાર્ટર વાપરવા જોઈએ. *ઓછી ક્ષમતાના કેબલ વાપરવાથી જે કેબલો વધુ ગરમ થાય છે તે કેબલ ત્રણ માસમાં પોતાની કિંમત જેટલો વીજ બગાડ કરે છે.

સારું અર્થીંગ સુરક્ષાની સાથે સાથે કુલ વીજ બગાડના 10% ની બચત કરે છે.

એર કન્ડિશનર પાવર સેવર લગાડવાથી પાંચ ટકા સુધીની વીજ બચત થાય છે.

ઓટોમેટીક વોલ્ટેજ રેગ્યુલેટરના ફક્ત સિસ્ટમ વોલ્ટેજ ફલકચ્યુએશનની થી વીજ સાધનોની સુરક્ષા મળે છે ,પણ છ થી ૧૪ ટકા સુધી વીજ વપરાશ ઓછો કરે છે.

મોનોબ્લોક મોટર ની જગ્યાએ સબમર્સીબલ મોટર વાપરવાથી પણ વીજ બચત થાય છે.

આમ દરેક નાગરિક પોતાની ફરજ સમજીને હર પળ ઉર્જા બચત કરીએ અને આ ‘અર્થ અવર’ ની ઉજવણી સાર્થક બનાવીએ.


From: અર્થ અવર ડે

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...