નેશનલ સાયન્સ ડે = ડો. સી.વી. રામન...પણ ડો. સી.વી. રામન એટલે કોણ?
એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા
- ભારતનું જ નહિ, સમગ્ર એશિયાનું પણ સર્વપ્રથમ ભૌતિકશાસ્ત્ર નોબલ મેળવનાર ડો. ચંદ્રશેખર વેંકટ રામનની જાણવા જેવી જીવનયાત્રા
ડિસેમ્બ-રની ૧૦મી તારીખ વિજ્ઞાનજગત માટે સીમાચિહ્ન ગણાય છે, કેમ કે તે દિવસે સ્વીરડનના સ્ટોમકહોમ નગરમાં નોબલ પારિતોષિકનો અર્પણ સમારોહ યોજાતો હોય છે. ખગોળશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ શોધ-સંશોધન કરનાર ભેજાબાજોને વિજ્ઞાનજગતના સર્વોચ્ચર ખિતાબ નોબલ પ્રાઇઝ વડે નવાજવામાં આવે છે. આ હેવીવેઇટ સન્માાન કોને મળે તેનું લિસ્ટન સામાન્યવ રીતે સમારંભના કેટલાંક અઠવાડિયાં પહેલાં જાહેર કરવામાં આવે, જેથી જે તે દેશમાં વસતા વિજ્ઞાનીઓ વેળાસર સ્ટોમકહોમ પહોંચી શકે.
વર્ષ ૧૯૩૦નો ઓક્ટોબર મહિનો હતો. નોબલ સમારંભ યોજાવાને હજી પૂરા બે મહિનાની વાર હતી એટલું જ નહિ, પણ તે પારિતોષિક કોને મળવાનું છે તેનું લિસ્ટે સુધ્ધાંા નોબલ કમિટી દ્વારા હજી જાહેર કરાયું ન હતું. આમ છતાં (સર) ડો. સી.વી. રામન નામના દક્ષિણ ભારતીય ભૌતિકશાસ્ત્રી ઓક્ટોબર, ૧૯૩૦માં ભારતથી સ્વીુડનની દરિયાઈ સફર માટે નીકળી પડ્યા. ભૌતિકશાસ્ત્ર નું તે વર્ષનું નોબલ પ્રાઇઝ ખુદને મળવા અંગે તેમનો આત્મનવિશ્વાસ આસમાને હતો. સ્વીકડન પહોંચ્યા બાદ કેટલાક દિવસ તેઓ પોતાનાં ધર્મપત્નીન સાથે સ્ટોાકહોમની કાર્લટન હોટેલમાં રોકાયા. નોબલ કમિટી દ્વારા નામાવલિ જાહેર થાય તે દરમ્યાયનનો સમય તેમણે સ્વીલડિશ ભૌતિકશાસ્ત્રીલઓ જોડે ગહન ચર્ચાઓમાં વીતાવ્યોત.
આખરે નવેમ્બકર ૧૩, ૧૯૩૦ના રોજ સ્ટોતકહોમના અખબારમાં સમાચાર ચમક્યા: ‘Raman, an Indian, wins Nobel Prize for Physics.’
■■■
નવેમ્બiર ૭, ૧૮૮૮ના રોજ દક્ષિણ ભારતમાં તિરુચિરાપલ્લીરમાં જન્મે લા ચંદ્રશેખર વેંકટ રામનની સ્ટો્કહોમ સુધીની સફરમાં અનેક નાટકીય વળાંકો આવ્યા. અમુક યા તમુક વળાંકે તેમણે પોતાના જીવનની ગાડીને સમયસર ટર્ન દીધો ન હોત તો કદાચ ગાડી સ્ટો.કહોમ પહોંચી જ ન હોત.
શાળાનું પ્રાથમિક શિક્ષણ લેતી વખતે ચંદ્રશેખરને વિજ્ઞાન પ્રત્યેય અદમ્યી આકર્ષણ થવા લાગ્યું હતું. પિતા ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર, એટલે એ વિષયને લગતા સવાલોના ઘણાખરા જવાબો તેમની પાસેથી મળી રહેતા. ગળાની પ્યાકસ બુઝાવવા માટે દરિયાનું પાણી જેમ પીવો તેમ તરસ છીપવાને બદલે ઓર વધે. ઉત્કં ઠા નામની પ્યા સ પણ એવી જ છે. જવાબોરૂપી જ્ઞાન મેળવતા રહો તેમ ઉત્કંવઠા મનમાં વધુને વધુ સવાલો ઊભા કરે.
કિશોર વયના ચંદ્રશેખર ઉત્કં ઠા નામની તરસના ‘શિકાર’ બન્યાી. શાળાકીય અભ્યાેસ પૂર્ણ કર્યા પછી મદ્રાસની પ્રેસિડન્સીક કોલેજમાં તેમણે સુવર્ણ પદક સાથે સ્નાસતક ડિગ્રી મેળવી એ પહેલાં તો તેમણે પોતાનું પ્રથમ રિસર્ચ પેપર તૈયાર કરી નાખ્યું હતું. વિષય હતો વિવિધ માધ્યીમો સાથે પ્રકાશના તરંગોની વર્તણૂક! પ્રેસિડન્સીા કોલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવતા અધ્યા્પકને તેમણે પોતાનું રિસર્ચ પેપર વાંચવા માટે આપ્યું. સત્તરમી સદીમાં આઇઝેક ન્યૂ ટને દૃશ્ય પ્રકાશ સાત રંગોનો બનેલો હોવાનું શોધી કાઢ્યું ત્યાારથી જગતના દિગ્ગઝજ વિજ્ઞાનીઓ માટે પ્રકાશ એ ઊંડા સંશોધનનો વિષય રહ્યો હતો. ચંદ્રશેખર નામનો અઢાર વર્ષીય છોકરડો પ્રકાશ જેવા અત્યં ત ગહન વિષયમાં પોતાની હજી ફૂટી રહેલી ચાંચ ડુબાડે તે વાત પ્રેસિડન્સીછ કોલેજના પેલા અધ્યાિપક મહોદયને મન હેઠે ન આવી. આથી ચંદ્રશેખરના રિસર્ચ પેપરને તેમણે ટેબલના ખાનામાં મૂકી રાખ્યું.
વાત અહીં અટકી પડી. પરંતુ ચંદ્રશેખર અટકે તેમ નહોતા. અધ્યાપપક તરફથી કશો પ્રતિસાદ ન મળતાં તેમણે પોતાનું રિસર્ચ પેપર Philosophical Magazine/ ફિલોસોફિકલ મેગેઝિન નામના માતબર વિજ્ઞાન સામયિકને મોકલી આપ્યોo. જગતના માતબર વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલા શોધ-સંશોધનો લેખોરૂપે પ્રગટ કરતું ફિલોસોફિકલ મેગેઝિન વિજ્ઞાન જગતમાં ઊંચી શાખ ધરાવતું હતું. કિશોર વયના ચંદ્રશેખરનું રિસર્ચ પેપર તે સામયિકમાં છપાયું. આ બનાવે ૧૯ વર્ષીય ચંદ્રશેખરનો આત્મકવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચાડ્યો. કેટલાક વખત પછી તેમણે વધુ એક અભ્યાશસપૂર્ણ લેખ લખીને ફિલોસોફિકલ મેગેઝિનને રવાના કર્યો. વિષય એ જઃ પ્રકાશ!
આ વખતે સરપ્રાઇઝનો ઓર જબરજસ્તન આંચકો મળ્યો. ફિલોસોફિકલ મેગેઝિનના તંત્રી નોબલ વિજેતા લોર્ડ રેલેએ સ્વબયં ચંદ્રશેખરને તેમના લેખ બદલ અભિનંદન આપતો પત્ર લખ્યોર, જેમાં તેમણે ચંદ્રશેખરને પ્રોફેસર તરીકે સંબોધ્યા હતા. બ્રિટનમાં બેઠેલા લોર્ડ રેલે શું જાણે કે લેખ જેણે મોકલ્યોં હતો તે વાસ્તતવમાં કોઈ પ્રોફેસર નહિ, પણ ૧૯ વર્ષીય વિદ્યાર્થી યુવક હતો?
ઇતિહાસ હંમેશાં જો અને તો વચ્ચેક ઝોલાં ખાતો હોય છે. પ્રેસિડન્સી કોલેજના અધ્યાીપકે જો રિસર્ચ પેપર ટેબલના ખાનામાં મૂકી દીધું ન હોત તો ચંદ્રશેખરે તેને ફિલોસોફિકલ મેગેઝિનમાં છપાવા મોકલ્યું હોત? અને રખે એ સામયિકના તંત્રીએ પણ પેપર વાંચવાને બદલે તેને પસ્તી માં કાઢી નાખ્યું હોત તો ૧૯ વર્ષીય ચંદ્રશેખરને પોતાના જીવનની ગાડી ભૌતિક વિજ્ઞાન તરફ વાળવાનો મોકો મળ્યો હોત? આવા તો બીજા ઘણા જો અને તો વળાંકો લેતી ચંદ્રશેખર રામનના જીવનની ગાડી આગળ ચાલતી છેવટે તેમને સ્વીોડનના સ્ટોતકહોમ પહોંચાડવાની હતી.
■■■
એક નાટકીય વળાંક મદ્રાસની પ્રેસિડન્સીે કોલેજમાંથી સ્નાોતક બન્યાં પછી આવ્યો. ભૌતિક વિજ્ઞાનના વધુ ગહન અભ્યાીસ માટે બ્રિટિશહિંદના તત્કાીલીન ભારતમાં ત્યાવરે ખાસ સુવિધા નહોતી. આથી વિદ્યાર્થીએ લંડન જઈને ત્યાંદ માસ્ટાર્સ કરવું પડતું. ચંદ્રશેખર માટે એમ કરવું બે રીતે સંભવ નહોતું. એક તો જાણે તેમનું સ્વાસ્થ્ય અમુક યા તમુક કારણોસર વારંવાર કથળતું હતું. શારીરિક જોમ અને રોગપ્રતિકારક શક્તિ મર્યાદિત હતા. આથી લંડન જેવા શહેરનું ઠંડું હવામાન તેમને બિલકુલ માફક નહિ આવે તેવું તબીબોએ સ્પશષ્ટદ જણાવી દીધું. લંડન જવાનું સપનું રોળાવાનું બીજું કારણ આર્થિક હતું. માતા-પિતા અને આઠ ભાઈ-બહેનોના વિશાળ રામન પરિવારનું બધું આર્થિક ભારણ ઘરના મુખ્યસ સભ્ય્ એવા વેંકટ રામનના કાંધે હતું. દીકરો દરિયાપાર ભણવા જાય એ કરતાં સરકારી નોકરીએ લાગે તો પિતાને ખભો મળે.
આ તકાદાએ ચંદ્રશેખરના જીવનને નવો ટર્ન આપ્યોગ. સરકારી નોકરી મેળવવા ખાતર તેમણે સિવિલ સર્વિસની પરીક્ષા આપી, તેમાં ઉત્તીર્ણ થયા અને કલકત્તામાં (કોલકાતામાં) આવેલા ઇન્ડિ યન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટપ નામના સરકારી ખાતામાં માસિક રૂપિયા ૪૦૦ની નોકરીએ લાગી ગયા. સંજોગોએ ચંદ્રશેખરને પોતાનું મૂળ વતન (તિરુચિરાપલ્લીય) જ નહિ, મનના મૂળ જેમાં રોપાયેલા હતા તે વિષય પણ છોડાવ્યો. ગઈકાલ સુધી વિજ્ઞાન સાથે કામ પાડનાર ચંદ્રશેખરે હવે વાણિજ્ય જોડે માથાપચ્ચીો કરવાની આવી. જીવનની સફર ભૌતિક વિજ્ઞાનના ડેડ એન્ડર પાસે આવી, પણ ચંદ્રશેખરે એ સ્થિીતિ સ્વીીકારી લેવાને બદલે ફરી વળાંક લીધો. ફુલટાઇમ સરકારી નોકરી પતાવ્યાવ પછી સાંજે પ્રકાશને લગતા ભૌતિકી પ્રયોગો પર ધ્યારન કેંદ્રિત કર્યું. યોગાનુયોગે એક દિવસ તેમનો ભેટો કલકત્તામાં સાયન્સન સોસાયટી ચલાવતા આશુતોષ ડે અને અમૃત લાલ સિરકાર જેવા વિદ્વાનો જોડે થયો. ચીંથરે વીંટાયેલા રતનને એ બન્ને જણા પામી ગયા એટલું જ નહિ, પણ એ રતનનું ઝગારાં મારતું તેજ સમગ્ર વિશ્વમાં ફેલાય તે માટે પ્રયાસો કર્યા. (આ વળી કહાણીમાં નવો િટ્વસ્ટુ!) સૌથી પહેલું કામ તો ચંદ્રશેખર રામનને સરકારી નોકરીના ખીલેથી આઝાદ કરાવવાનું હતું. આશુતોષ ડેએ તે જવાબદારી ઉપાડી અને કલકત્તાની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રુના અધ્ય ક્ષ તરીકે ચંદ્રશેખરની નિમણૂક કરી દીધી.
■■■
બસ, હવે રતનનો ઉજાસ દુનિયાને દેખાય એટલી વાર હતી. ૧૯૨૧માં તે માટે નિમિત્ત ઘટના બની. યુરોપમાં યોજાયેલા એક વૈજ્ઞાનિક અધિવેશનમાં ભાગ લેવા માટે (હવે ડોક્ટરની ઉપાધિ પામેલા અને ટૂંકમાં ડો. સી.વી. રામન તરીકે ઓળખાવા લાગેલા) ચંદ્રેશખરે જીવનની પહેલી વિદેશયાત્રા ખેડી. અધિવેશન પતાવીને વળતી સમુદ્રી સફરમાં તેઓ એસ. એસ. નાર્કંડા નામની સ્ટીશમરના તૂતક પર ઊભા હતા. જહાજ ભૂમધ્ય્ સમુદ્રમાં હંકારી રહ્યું હતું. દરિયાનું ભૂરું જળ જોઈને ડો. રામન વિચારમગ્નન બન્યા. કેટલાંક વર્ષ પહેલાં ભૌતિકશાસ્ત્રી લોર્ડ રેલેએ જણાવેલું કે દરિયાનું પાણી ભૂરા આકાશનું પ્રતિબિંબ ઝીલતું હોવાથી તે ભૂરું લાગે છે.
ભૂમધ્યુ સમુદ્રનું પાણી જોઈને ડો. રામનને ભૌતિકશાસ્ત્રી લોર્ડ રેલેનું ઉપરોક્ત કથન યાદ આવ્યું. દરિયાની સપાટી જો સાચે જ આકાશના ભૂરા રંગને પરાવર્તિત કરતી હોય તો પોલરાઇઝર ફિલ્ટનર વડે ભૂરાં દૃશ્ય કિરણોને ચાળી દીધાં પછી સમુદ્રનો મૂળ રંગ દેખાવો જોઈએ. ચાલુ યાત્રાએ તેમણે એ પ્રયોગ કરી જોયો, પણ દરિયાના પાણીનો રંગ યથાવત્ એટલે કે ભૂરો જ રહ્યો. ડો. રામને તારણ કાઢ્યું કે સાગરસપાટી આકાશના ભૂરા રંગને પરાવર્તિત કરતી નથી, બલકે પૃથ્વીણના વાતાવરણમાં જે રીતે ભૂરા પ્રકાશકિરણો વિખેરાય છે તેમ દરિયામાં પાણીના રેણુઅો સૂર્યપ્રકાશના ભૂરા રંગને વિખેરે છે. જા-ની-વા-લી-પી-ના-રા તરીકે ઓળખાતા પ્રકાશના રંગપટલના અન્ય્ રંગો દરિયામાં અંદર જતા રહે છે. આથી જ દરિયો ભૂરા રંગનો ભાસે છે.
સ્વપદેશ પાછા ફર્યા પછી ડો. રામને પોતાના સહકર્મી કે. એસ. કૃષ્ણ ન સાથે મળીને પ્રકાશના પરાવર્તન પર ઊંડું સંશોધન હાથ ધર્યું. પ્રકાશના પરાવર્તનની ‘રામન ઇફેક્ટ’ નામની િથઅરી તેમણે ફેબ્રુઆરી ૨૮, ૧૯૨૮ના રોજ ઘડી કાઢી. (આ દિવસ વખત જતાં ભારતમાં રાષ્ટ્રી ય વિજ્ઞાન દિન તરીકે મનાવવામાં આવનાર હતો.) થિઅરીને લગતાં રિસર્ચ પેપર્સ એ જ વર્ષે સ્વીઞડનના સ્ટોરકહોમમાં આવેલી નોબલ કમિટીને મોકલી આપવામાં આવ્યાં. ડો. સી.વી. રામનને સ્ટોઞકહોમ તેડાવતા ઘટનાક્રમમાં વધુ એક નાટકીય વળાંક ટૂંક સમયમાં આવ્યો.
■■■
નોબલ પારિતોષિકની ઘોષણાના ધારાધોરણ અનુસાર કોઈ પણ નવી વૈજ્ઞાનિક થિઅરીની ખરાઈ માટે કમિટીને કેટલાંક વર્ષ જોઈએ. આ સમયગાળા દરમ્યા ન કમિટીના સભ્યો તેમજ જે તે ક્ષેત્રના વૈજ્ઞાનિકો થિઅરીને ખરાઈના સંખ્યાપબંધ ટકોરા મારી જુએ, જેથી નોબલ જેવું માતબર પારિતોષિક કોઈ ગેરલાયક ઉમેદવારના હાથમાં જાય નહિ. ઉદાહરણ તરીકે, વિલ્હેોમ રોટજને ક્ષ-કિરણો/ X-Rayની શોધ કરી ૧૮૯પમાં, પણ એ યુરેકા! બદલ તેમને નોબલ પ્રાઇઝ મળ્યું ડિસેમ્બિર, ૧૯૦૧માં એટલે કે લગભગ છએક વર્ષ પછી. આલ્બપર્ટ આઇનસ્ટાનઇનને ફોટોવોલ્ટિ ક ઇફેક્ટ થિઅરી આપવા બદલ ૧૯૨૧નું નોબલ ઇનામ મળેલું. અલબત્ત, એ સંશોધનનું રિસર્ચ પેપર તો તેમણે છેક ૧૯૦પમાં નોબલ કમિટીને સુપરત કરેલું.
આ હિસાબે ડો. સી.વી. રામનની ‘રામન ઇફેક્ટ’ થિઅરીને નોબલ માટે લાયક ઠરવામાં પાંચ-સાત વર્ષ તો નીકળી જાય. પરંતુ વાર્તાએ વળાંક લીધો. ભૌતિકશાસ્ત્ર માટે ૧૯૩૦ના નોબલ ઇનામના આખા વિશ્વમાંથી કુલ ૨૧ દાવેદાર વૈજ્ઞાનિકો હતા. પરંતુ નોબલ કમિટીના તમામે તમામ સભ્યો એ તે બધામાંથી ડો. રામનના નામ પર શેરો માર્યો. આ અંગે જાણે અંતઃસ્ફુરણા થઈ ચૂકી હોય તેમ ડો. રામને ઓક્ટોબર, ૧૯૩૦માં સામાન બાંધ્યો અને નોબલ જીતવાના અડગ આત્મહવિશ્વાસ સાથે સ્વીમડન પહોંચ્યાા. નવેમ્બઅર ૧૩, ૧૯૩૦ના રોજ અખબારમાં છપાયેલા પેલા ‘Raman, an Indian, wins Nobel Prize for Physics.’ મથાળાએ ડો. રામનની સ્ટો કહોમ યાત્રા સાર્થક સાબિત કરી દીધી.
ડિસેમ્બમર ૧૦, ૧૯૩૦ના રોજ સ્ટો’કહોમમાં યોજાયેલા દબદબાભર્યા સમારંભમાં જગતના દિગ્ગ૦જ વિજ્ઞાનીઓની હાજરીમાં ડો. સી.વી. રામને ભૌતિકશાસ્ત્ર નું નોબલ પારિતોષિક મેળવ્યું. ભારત જ નહિ, સમગ્ર એશિયામાં ભૌતિકશાસ્ત્ર૦નું નોબલ જીતનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. જગતને તેમણે આપેલી ‘રામન ઇફેક્ટ’ થિઅરીના પગલે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપના પદાર્થોના રાસાયણિક ગુણધર્મો ચકાસવાના સ્પેક્ટ્રોસ્કોપી નામના વિજ્ઞાનની નવી દિશા ખૂલી.
આ છે રાષ્ટ્રી ય વિજ્ઞાન દિનના પ્રણેતાની જીવન સફર કે જેના એક પાવરફુલ ચાલકબળે તેમને તિરુચિરાપલ્લીાથી સ્વી ડન પહોંચાડી દીધા. આ અદૃશ્યલ ચાલકબળનું નામ છે આત્મરવિશ્વાસ!■
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.