19 નવે, 2021

આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસ

આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસ 19 નવેમ્બર

International Men's Day: 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day)ની માફક દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસ (International Men's Day) ઉજવવામાં આવે છે. જોકે જે ઉત્સાહ અને સપોર્ટ સાથે મહિલા દિવસ ઉજવવામાં આવે છે, તે પ્રકારની એક્સાઇમેન્ટ તથા ક્રેજ પુરૂષ દિવસ માટે જોવા મળતી નથી. દિવસે ખાસકરીને પુરૂષોને ભેદભાવ, શોષણ, ઉત્પીડન, હિંસા અને અસમાનતાથી બચાવવા અને તેમને તેમના અધિકાર અપાવવા માટે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે 80 દેશોમાં 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે.

રીતે થઇ પુરૂષ દિવસની શરૂઆત
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. તેની શરૂઆત 7 ફેબ્રુઆરીના રોજ થોમસ ઓસ્ટર દ્વારા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસના પ્રોજેક્ટની કલ્પના 8 ફેબ્રુઆરી 1991માં કરવામાં આવી હતી. ત્યારબાદ 1999માં પ્રોજેક્ટને ત્રિનિદાદ અને ટોબૈગોમાં ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો

આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઇતિહાસ
1923
માં ઘણા પુરૂષો દ્વારા 8 માર્ચના રોજ ઉજવવાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તર્જ પર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી હતી. તેના લીધે પુરૂષોએ આંદોલન પણ કર્યું હતું. તે સમયે પુરૂષોએ 23 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવાની માંગ કરી હતી. ત્યારબાદ 1968માં અમેરિકન જર્નલિસ્ટ જોન પી.હૈરિસે એક આર્ટિકલ લખતાં કહ્યું હતું કે સોવિયત સિસ્ટમમાં સંતુલનની ઉણપ છે. પછી 19 નવેમ્બર 1999માં ત્રિનિદાદ અને ટોબૈગો લોકો દ્વારા પહેલીવાર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડો. જીરોમ તિલકસિંહે જીવનમાં પુરૂષોના યોગદાનને એક નામ આપવાનું બીડું ઉઠાવ્યું હતું. તેમના પિતાના જન્મ દિવસના દિવસે વર્લ્ડ પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે. ધીમે ધીમે દુનિયાભરમાં 19 નવેમ્બરના રોજ પુરૂષ દિવસ ઉજવવામાં આવે છે

ભારતે વર્ષ 2007માં પહેલીવાર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારતમાં દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે

કેવી રીતે ઉજવવામાં આવે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ?
મેન્સ ડે પુરૂષોનો દિવસ હોય છે. વિદેશોમાં દિવસે પુરૂષો માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમને પાર્ટી આપવામાં આવે છે, ફરવા માટે મોકલવામાં આવે છે. જોકે ભારતમાં વાત કરીએ તો અહીં ધીરે-ધીરે દિવસ ઉજવવાનું ચલણ શરૂ થયું છે. સાથે સોશિયલ મીડિયા પર પણ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ધૂમ જોવા મળે છે. તમે પણ તમારા પરિવારના મેલ સભ્યો સાથે અને મેલ મિત્રો સાથે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની શુભેચ્છાઓ અને ભેટ આપીને દિવસને ખાસ બનાવી શકો છો. તમે પણ તેમને લંચ અથવા ડિનર પાર્ટી આપીને સેલિબ્રેટ કરી શકો છો.

from zeenews

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...