‘Constitution Day of India-બંધારણ દિવસ-26મી નવેમ્બર
આજે ભારતીય
બંધારણનો
જન્મદિવસ
(Constitution Day of India ) છે. 26 નવેમ્બર
1949ના
દિવસે
ભારત
આઝાદ
થયા
બાદ
સ્વતંત્ર
ભારતના
બંધારણને
લઈને
એક
કમિટી
બનાવવામાં
આવી
હતી.
આ
કમિટીની
અધ્યક્ષતા
કાયદાશાસ્ત્રના
વિદ્વાન
ડૉ.આંબેડકર
(Dr.Babasaheb Ambedkar)ને સોપવામાં આવી
હતી.
તેમની
સાથે
અનેક
વિદ્વાનોનો
બંધારણીય
કમિટીમાં
સમાવેશ
કરવામાં
આવ્યા
હતા
અને
આ
કમિટી
દ્વારા
લિખિત
રૂપમાં
ભારતનું
સ્વતંત્ર
બંધારણ,
બંધારણીય
સભાને
સુપરત
કરવામાં
આવ્યું
હતું.
જેનો
સ્વીકાર
26 જાન્યુઆરી
1950ના
દિવસે
કરીને
ભારત
સ્વતંત્ર
બંધારણ
ધરાવતું
વિશ્વનું
એક
રાષ્ટ્ર
બની
ગયું.
આજે સ્વતંત્ર ભારતના બંધારણનો 73મો જન્મ દિવસ (73 Birthday of Indian Constitution) મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ
1949ની 26 નવેમ્બરના દિવસે કાયદાના વિદ્વાન ડો.બાબાસાહેબ આંબેડકર (Dr.Babasaheb Ambedkar)ની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા ભારતના બંધારણને ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બંધારણીય કમિટીમાં ભારતના વિદ્વાન કાયદા શાસ્ત્રીઓની સાથે શિક્ષણશાસ્ત્રીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ કમિટી દ્વારા ખૂબ જ મનોમંથન બાદ સ્વતંત્ર ભારતમાં વસતા તમામ નાગરિકો અને તમામ ધર્મો પ્રત્યે ભેદભાવ રાખ્યા વગર વાણીથી લઈને વ્યક્તિ સ્વતંત્ર અને ધર્મ સુધીના અધિકારો આપતુ બંધારણ, બંધારણીય સભાને સુપરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ
1950ની 26મી જાન્યુઆરીના દિવસે બંધારણીય સભાને સુપરત કરવામાં આવેલું લિખિત બંધારણ સ્વતંત્ર ભારતના બંધારણ તરીકે અમલમાં આવ્યું ત્યારથી 26મી નવેમ્બરના દિવસે દેશના બંધારણનો જન્મદિવસ
(Constitution Day of India ) મનાવવાની શરૂઆત કરવામાં આવી.
પ્રત્યેક
નાગરિકને વાણી વ્યક્તિ અને ધર્મ સ્વતંત્રનો અધિકાર પૂરો પાડે છે: ભારતનું બંધારણ
આજે પણ ભારતના બંધારણને વિશ્વના સર્વશ્રેષ્ઠ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ બંધારણમાં વાણી વ્યક્તિ અને ધર્મ સ્વાતંત્રની અભિવ્યક્તિ કરવાનો અધિકાર દેશના પ્રત્યેક નાગરિકને આપવામાં આવ્યો છે. આ બંધારણને ભારતના પવિત્ર દસ્તાવેજ સાથે પણ તુલના કરવામાં આવે છે, ભારતનું જે લેખિત બંધારણ છે તે માનવતાવાદી બંધારણ તરીકે પણ સમગ્ર વિશ્વમાં ખ્યાતી પામેલ છે. ભારતમાં રહેતા અને વસતા પ્રત્યેક ભારતીય નાગરિકને સમાનતાના ધોરણે આ બંધારણ ફરજ અને અભિવ્યક્તિ પૂરી પાડે છે અને તેને કારણે જ ભારતનું બંધારણ આજે પણ સમગ્ર વિશ્વમાં અજોડ માનવામાં આવે છે. જે અંગ્રેજોએ ભારત પર વર્ષો સુધી શાસન કર્યું, તે લોકો પણ હજુ સુધી પોતાના દેશનું લેખિત બંધારણ રચી શક્યા નથી, ત્યારે આઝાદીના તુરંત બાદ ભારત લેખિત બંધારણ ધરાવતો વિશ્વનો એક બિનસાંપ્રદાયિક દેશ બની ગયો. આ બંધારણને લખવા અને ઘડવામાં કાયદાવિદ ડો.આંબેડકરની સાથે બંધારણીય સભાના તમામ સદસ્યોના વિચારો અને તેના મંતવ્યને એક સાથે સુમેળ કરીને ભારતના બંધારણને આખરી ઓપ આપવામાં આવ્યો. જેનો સ્વીકાર વર્ષ 1950ની 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવ્યો અને ત્યારથી ભારત લીખીતમાં સ્વતંત્ર બંધારણ ધરાવતો દેશ બની ગયો.
ભારતના
લેખિત બંધારણના મૂળભૂત આમુખમાં કોઈ ફેરફાર ન થઈ શકે
એવું સર્વોચ્ચ અદાલતનું નિરીક્ષણ
ભારતના લેખિત બંધારણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરી શકાય તે અંગેની ટિપ્પણી દેશની સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, બંધારણના મૂળભૂત માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં, પરંતુ બંધારણના કાયદાને અનુરૂપ જો કોઈ સૂચન હોય તો બંધારણમાં ફેરફાર કર્યા વગર એનો અમલ કરી શકાય તે જોવાની ફરજ સંસદ અને ન્યાયતંત્રની છે. દેશના લેખિત મૂળભૂત માળખામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં જાહેર કર્યું છે. ભારતના બંધારણમાં પ્રત્યેક નાગરિકની ફરજો અધિકારોને મૂળભૂત રીતે દર્શાવેલા છે
ડો.
ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ઘડાયું હતું ભારતનું બંધારણ
બંધારણમાં
કુલ 103 વખત સુધારો કરવામાં આવ્યો
ભારતીય
બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત
ભારતના
બંધારણના નિર્માણમાં કેટલાક દેશોની મદદ લેવામાં આવી
બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ભારતના લોકો માટે ઘડયું હતું. બંધારણનો 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં બંધારણમાં કુલ 103 વખત સુધારો કરવામાં આવ્યો છે. ચાલો એક નજર કરીએ કે ભારતના બંધારણમાં કેટલી વાર અને કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન સુધારણા કરવામાં આવ્યા હતા.
પંડિત જવાહરલાલ નેહરૂના કાર્યકાળ દરમિયાન 17 વખત બંધારણમાં સુધારો કરાયો
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1947 થી લઇને 1964 સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન 17 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.1951માં પ્રથમ વખત નહેરુના શાસન દરમિયાન બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
લાલ
બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ત્રણ વખત સુધારો કરાયો
પંડિત
નહેરુ પછી, લાલ બહાદુર શાસ્ત્રીએ લગભગ 2 વર્ષના શાસન દરમિયાન બંધારણમાં ત્રણ વખત સુધારો કર્યો હતો. ઇન્દિરા ગાંધીના સમય દરમિયાન બંધારણમાં લગભગ 22 વાર સુધારો કરવામાં આવ્યો હતો. તેઓ 1967 થી 1976 સુધી ભારતના વડાપ્રધાન હતા.
મોરારજી
દેસાઇના કાર્યકાળ દરમિયાન બે વખત સુધારો
કરાયો
ઇન્દિરા
ગાંધી બાદ વડાપ્રધાન પદ સંભાળનારા મોરારજી
દેસાઇએ તેમના કાર્યકાળમાં બે વાર બંધારણમાં
સુધારો કર્યો હતો. મોરારજી દેસાઈ પછી, ઈન્દિરા ગાંધી ફરી એક વખત સત્તા
પર પાછા ફર્યા અને આ વખતે 1980 થી
1984 દરમિયાન, તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.
રાજીવ
ગાંધીના કાર્યકાળ દરમિયાન 10 વખત સુધારો કરાયો
ઇન્દિરા
ગાંધીની હત્યા પછી, તેમના પુત્ર રાજીવ ગાંધીએ, વડા પ્રધાન પદ સંભાળ્યું હતું,
તેમણે 1984 થી 1989 સુધી સત્તા સંભાળી હતી. આ દરમિયાન તેમણે
બંધારણમાં 10 વખત સુધારા કર્યા હતા. રાજીવ ગાંધી પછી વી.પી. સિંઘ
ભારતના વડાપ્રધાન બન્યા. 1990 થી 1991 સુધી તેમણે આ પદ સંભાળ્યું
હતું અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે બંધારણમાં સાત વખત સુધારો કર્યો હતો.
પી.વી નરસિંમ્હા રાવેના
કાર્યકાળ દરમિયાન 10 વખત સુધારો કરાયો
વી.પી. સિંહ બાદ, પી.વી નરસિંમ્હા
રાવ ભારતના વડાપ્રધાન બન્યા. તેમના કાર્યકાળમાં બંધારણમાં 10 વખત સુધારા કરવામાં આવ્યા હતા. રાવ બાદ, અટલ બિહારી વાજપેયી સત્તામાં આવ્યા, તેમણે તેમના પાંચ વર્ષના કાર્યકાળ 2000 થી 2004 સુધીમાં 14 વખત બંધારણમાં સુધારો કર્યો હતો.
મનમોહનસિંહેના
કાર્યકાળ દરમિયાન 6 વખત સુધારો કરાયો
અટલ
બિહારી વાજપેયી બાદ, મનમોહનસિંહે 2004માં વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા અને 2014 સુધી લગભગ 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે બંધારણમાં 6 વખત સુધારો કર્યો હતો.
નરેન્દ્ર
મોદીના કાર્યકાળ દરમિયાન 5 વખત સુધારો કરાયો
2014માં નરેન્દ્ર
મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી બંધારણમાં પાંચ વખત સુધારા કરવામાં આવ્યા છે.
બંધારણની
આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ
આમુખ
એ વાત પર ભાર મૂકે
છે કે, બંધારણના ઘડવૈયા લોકો છે અને તેઓ
સત્તાના સ્રોત છે. તે લોકોના અધિકારો
અને ભારતના નિર્માણમાં સંનિષ્ઠ આકાંક્ષાઓને વર્ણવે છે. બંધારણ સભાના ઉદ્ઘાટન સત્રમાં જવાહરલાલ નહેરુની સમાપન ટીપ્પણીઓ જેનું શીર્ષક ‘બંધારણીય ઉદ્દેશ્યો અને હેતુઓ’ છે, તે, કહેવાય છે કે આમુખ
લખવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે મદદરૂપ થઈ છે. સમગ્રતયા,
આમુખ ભારતના બંધારણના મૂળભૂત સ્વભાવનું પ્રતિબિંબ ઝીલે છે.
આમુખ
આપણે,
ભારતના લોકોએ, 26 નવેમ્બર 1949ના રોજ ભારતના
બંધારણને ઘડ્યું છે અને આપણને
જ રજૂ કર્યું છે. આપણે દેશને ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણતંત્ર’ ઘોષિત કરીએ છીએ.
બંધારણના
ઉદ્દેશ્યો
દેશના
તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવો.
વિચાર,
અભિવ્યક્તિ, માન્યતા, શ્રદ્ધા અને પૂજાની સ્વતંત્રતા.
સમાન
દરજ્જો અને સમાન તકો.
વ્યક્તિની
પ્રતિષ્ઠામાં વધારો અને દેશની એકતા-અખંડિતતા
સાર્વભૌમત્વ‘સાર્વભૌમત્વ’નો અર્થ છે
ભારતની તેની પોતાની સ્વતંત્ર સતા છે અને તે
અન્ય કોઈ બાહ્ય સત્તાનો ખંડણી કે, આશ્રિત દેશ નથી. વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, દેશનાં જોડાણોમાં તેના સભ્યપદથી આપણા દેશ પર અન્ય કોઈ
સત્તા થોપાતી નથી.
સમાજવાદી
આર્થિક
ન્યાય અને સમાનતા પ્રાપ્ત કરવી અને સામાજિક હેતુઓ માટે સંસાધનોનો ઉપયોગ કરવો.
બિનસાંપ્રદાયિક
'બિનસાંપ્રદાયિક’નો અર્થ થાય
છે ‘બિનધાર્મિક’. સરકાર બધા સંપ્રદાયોની સાથે સમાન વ્યવહાર કરે છે.
ગણતંત્ર
લોકો
અથવા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિની પદોન્નતિ. તેનો અર્થ થાય છે લોકોની સરકાર.
આમુખમાં
શરૂઆતમાં ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’ અને ‘અખંડિતતા’ શબ્દો નહોતા. ૧૯૭૬માં ૪૨મા સુધારા દ્વારા તેમને ઉમેરાયા હતા.
જાણો
ભારતીય બંધારણના સ્ત્રોત વિશે
ભારતીય
બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધારે
ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતના
બંધારણના નિર્માણમાં કેટલાક દેશોની મદદ લેવામાં આવી છે.
1) સંયુક્ત રાજ્ય
અમેરીકા : મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ ન્યાયાલય, રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ સેનાપતિ, બંધારણીય સર્વોચ્ચતા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ
પદ, સ્વતંત્ર અને નિરપેક્ષ ન્યાયતંત્ર, ચૂંટાયેલા રાષ્ટ્રપતિની વ્યવસ્થા, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને હટાવવા, ન્યાયિક પુન:અવલોકન, ન્યાયપાલિકાની સ્વતંત્રતા
2) બ્રિટન: કાયદાનું
શાસન, નાગરિકતા, સંસદીય વિશેષાધિકાર, સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, કાયદો બનાવવાની પદ્ધતિ, દ્વી-સદનાત્મક સંસદીય પ્રણાલી, આમુખનો પાવર. અધ્યક્ષ હોદ્દો.
3) આયરલેન્ડ: રાજ્યના
નીતિ નિર્દેશક સિદ્ધાંતો, રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત પ્રક્રિયા, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા સભ્યોની નિમણૂંક, કટોકટી અંગેની જોગવાઈ, આમુખનો ખ્યાલ
4) ઓસ્ટ્રેલિયા: પ્રસ્તાવના
આમુખ, વેપાર, વાણિજ્યની સ્વતંત્રતા, સયુંકત યાદી/ સમવર્તી સૂચિ, સંસદના બંને ગૃહોની સયુંકત બેઠક, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ
5) જર્મની: કટોકટીની
જોગવાઈ (મૂળભૂત હકો મોકૂક રાખવાની જોગવાઈ)
6) કેનેડા: સરકારનું
અર્ધસંધ્યાત્મક સ્વરૂપ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂંક, અવિશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે
7) દક્ષિણ આફ્રિકા:
બંધારણમાં સુધારાની પ્રક્રિયા, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી.
8) રશિયા: મૂળભૂત
ફરજો
9) જાપાન: કાયદા
દ્વારા સ્થાપિત પ્રક્રિયા, શબ્દાવલી.
ભારતીય
બંધારણના અનેક દેશી અને વિદેશી સ્ત્રોત છે, પરંતુ ભારતીય બંધારણ પર સૌથી વધુ
પ્રભાવ ભારતીય શાસન અધિનિયમ 1935નો છે. ભારતીય
બંધારણના 395 અનુચ્છેદમાંથી લગભગ 250 અનુચ્છેદ એવા છે કે, જે
1935 ઇ.ના અધિનિયમથી અથવા
તો શબ્દશ લેવામાં આવ્યા છે. જેમાં અમુક ફેરફાર કરવામાં આવ્યાં છે. From: https://www.etvbharat.com/gujarati
*************************************************************************
1941માં, પન્નાલાલ
પટેલની પ્રથમ નવલકથા ‘મળેલા જીવ’ પ્રગટ થઈ ત્યારે ન્હાનાલાલે
કહ્યું હતું કે “આપણે હવે પટલા (પટેલ) અને ઘાંયજાના પાત્રોને વાંચવાં પડશે.” સ્વામિ સચ્ચિદાનંદજીની મુલાકાત વેળાએ તેમણે કહ્યું હતું : “આ તો હું
બ્રાહ્મણ છું એટલે લોકો મારા પુસ્તકો વાંચે છે ! હું જો વાણંદ હોત
તો લોકો કહેત કે જોયા હવે
ઘાંયજાના વિચારો !” વર્ણ વ્યવસ્થા કેવા પૂર્વગ્રહો સર્જે છે; શું ભૂમિકા ભજવે છે; તે આ ઉદાહરણ
ઉપરથી જોઈ શકાય છે. કેટલાંક વર્ણવાદીઓ બંધારણનો એટલા માટે વિરોધ કરે છે કે તેની
સાથે ડો. આંબેડકરરનું નામ જોડાયેલું છે !
રાજા-મહારાજાઓના શાસન વેળાએ બહુજન સમાજ ગુલામી ભોગવતો હતો. મહેનત/મજૂરી કરનારને તથા સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હતો. આઝાદી
બાદ બંધારણ અમલમાં આવતા કોઈ પણ નાગરિકને નાત-જાત/ધર્મ/લિંગ/વર્ણના ભેદભાવ વગર પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા અને સમાન તક મળી. દેશમાં
1947 અગાઉ વર્ણ વ્યવસ્થાવાળું શાસન હતું ત્યારે કણબી/પટેલો/પાટીદારો તથા પછાતવર્ગોની સ્થિતિ શું હતી? બંધારણને બદલે મનુસ્મૃતિવાળું વર્ણવ્યવસ્થાનું શાસન હોત તો ‘ખેડે તેની જમીન’ની પોલિસી બની
હોત ખરી? મહેસૂલ વસૂલ કરવા રાજસત્તા તરફથી ખેડૂતો ઉપર જુલમ થતો હતો. બંધારણે વર્ણવ્યવસ્થા વિહીન સમાજ રચનાની જોગવાઈ કરી એટલે પછાત વર્ગો તથા પાટીદાર મહિલાઓ/પુરુષો; લેખકો/કવિઓ/ડોક્ટર્સ/એન્જિનીયર્સ/વકીલો/ન્યાયાધીશો/વેપારીઓ/ઉદ્યોગપતિઓ/કલાકારો/અધિકારીઓ/મંત્રીઓ બની શક્યા છે. સવાલ એ છે કે
‘ખેડે તેની જમીન’નો કાયદો શામાટે
આવ્યો? આપણા બંધારણના કારણે. સામાજિક ન્યાય હાંસલ કરવાની દિશા બંધારણ ચીંધે છે.
પાટીદારો
અને પછાતવર્ગોએ જે વિકાસ હાંસલ
કર્યો છે; એ જેમનાથી સહન
નથી થતો; એવા કેટલાંક વર્ણવાદીઓ બંધારણ નિષ્ફળ ગયું છે; તેવો ખોટો ઉહાપોહ કરે છે. દુખની વાત એ છે કે
પાટીદારો/પછાતવર્ગોની પ્રગતિ બંધારણને આભારી છે; તેનો ખ્યાલ તેમને નથી. તેઓ પોતાની પ્રગતિનું શ્રેય માતાજીઓ/સાધુ-સંતોની કૃપાને આપી રહ્યા છે અને તેમની
પૂજા-ભક્તિમાં લીન બની તનમનધન એમની સેવામાં અર્પણ કરી રહ્યા છે ! માતાજીઓના ભવ્ય મંદિરો બંધાવી રહ્યા છે. એક પછી એક
સ્વામિનારાયણ મંદિરો બંધાઈ રહ્યા છે ! પગપાળા તીર્થયાત્રા યોજી રહ્યા છે. ભવ્ય કથા/પારાયણો/સામૈયાઓ યોજી રહ્યા છે ! આજે આ પછાતવર્ગો/પાટીદારો
એ વિચારવા તૈયાર નથી કે “1947 પહેલાંના હજારો વરસમાં આ દેવી-દેવતાઓ/સાધુ-સંતો ક્યારેય તેમની કૃપા શામાટે પોતાની ઉપર વરસાવતા ન હતા? શું
આ દેવી-દેવતાઓએ/સાધુસંતોએ પોતાને આજની સ્થિતિએ પહોંચાડ્યા છે?” પાટીદારો/પછાતવર્ગો વર્ણવ્યવસ્થા જન્ય ક્રિયાકાંડોમાં પોતાના અમૂલ્ય સમય/શક્તિ/ધનનો દુરુપયોગ કરી રહ્યાં છે; મંદિરો અને કથા/પારાયણોમાં પોતાનું ધન વેડફી રહ્યાં
છે. જે ધર્મ/સંપ્રદાયે
તેમને હજારો વર્ષ સુધી ગુલામ/ગરીબ/નિમ્ન બનાવ્યા હતા; એ જ ક્રિયાકાંડોવાળા
ધર્મ/સંપ્રદાયને ઉત્તેજન આપી પોતાના પગ ઉપર પોતે
જ કુહાડો મારી રહ્યાં છે ! ક્રિયાકાંડો એ ધર્મ નથી;
પરંતુ સદાચાર અને સેવા એ સાચો ધર્મ
છે. કેટલાંક પછાતવર્ગો/પાટીદારો બંધારણની જગ્યાએ મનુસ્મૃતિનો અમલ ઈચ્છે છે; કેમકે તેઓ પોતાનો ઈતિહાસ ભૂલી ગયા છે. ઈ-બૂક ‘વર્ણવ્યવસ્થા
: એક ષડયંત્ર’ દ્વારા ગોવિંદ મારુએ આપણી સમક્ષ ઉત્કૃષ્ટ વિચારથાળ રજૂ કર્યો છે; જે બદલ તેમને
ધન્યવાદ ઘટે છે. ઉપરાંત આ ઈ-બૂકના
પ્રકાશન માટે ‘Constitution Day of
India-બંધારણ દિવસ-26મી નવેમ્બર’ને પસંદ કર્યો
તેથી વર્ણવાદીઓના કારસ્તાનનો પર્દાફાશ કરીને તેમણે બંધારણ પ્રત્યે નિષ્ઠા દાખવી છે. 1949માં, આ દિવસે ભારતની
બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું; અને 26 જાન્યુઆરી,1950ના દિવસે અમલમાં
મૂક્યું હતું. લેખક એન. વી. ચાવડાએ હિમ્મતપૂર્વક તથ્યોને આપણી સમક્ષ મૂકીને રાષ્ટ્રની સાચી સેવા કરી છે. ‘જો આપણે બંધારણનું
રક્ષણ નહીં કરીએ તો વર્ણવ્યવસ્થા ફરી
સ્થાપિત થઈ જશે ! બંધારણના
રક્ષણમાં જ બહુજનોનું રક્ષણ
સમાયેલું છે !’ લેખકના આ સૂર સાથે
સહમત થયા વિના રહી શકાય તેમ નથી !
રમેશ
સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ.
અધીકારી
સ્રોત
: https://www.facebook.com/ramesh.savani.756/posts/1286398141826722
****************************************************************
FROM BBC/GUJRATI :https://www.bbc.com/gujarati/india-47001844
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.
જોકે તેના
પાયા તા.
26 નવેમ્બર 1949ના
દિવસે નખાયા,
જ્યારે, બંધારણસભાએ ઔપચારિક
રીતે ભાર
સ્વીકૃત કર્યું
હતું. જેને
અધીન રહીને
સમગ્ર દેશમાં
એક કાયદાની
અંદર રહીને
દરેક વ્યક્તિ
કામ કરી
શકે. આમ
26 નવેમ્બર બંધારણ
દિવસ તરીકે
મનાવાય છે.
ઇમેજ સ્રોત,GETTY IMAGES
આ સાથે
જ દરેક
વ્યક્તિને પોતાનો
મૌલિક અધિકાર
પણ મળે.
બંધારણમાં ઘણા
પ્રકારના અધિકારો
અને નિયમોની
ચર્ચા કરવામાં
આવી છે,
જેમાં મહિલાઓને પણ ઘણા અધિકાર
મળ્યા છે
જેના વિશે
પૂરતી જાગૃતિનો અભાવ
છે.
ઇમેજ સ્રોત,GETTY IMAGES
આ અંગે
જ્યારે બીબીસી
ગુજરાતીએ ગુજરાત
સ્થિત સામાજીક
કાર્યકર સોનલ
જોશી સાથે
વાત કરી
તો તેમણે
કહ્યું:
"સમાજની
દીકરીઓને બંધારણમાં તેમને
કેટલા હક
મળેલા છે
તે અંગે
ખબર જ
નથી."
"જો
તેમને પોતાનાં
હક અંગે
જાણકારી પણ
છે તો
તેઓ હક
માટે લડવા
હિંમત કરીને
આગળ આવતી
નથી."
"બંધારણમાં મહિલા
અને પુરુષ
બન્નેને એકસમાન
અધિકાર મળ્યા
છે. પણ
સમાજમાં મહિલાને
એકસમાન અધિકાર
મળતા નથી."
"બંધારણે
મહિલાને સ્વતંત્રતાનો અધિકાર
આપ્યો છે.
પણ એ
સ્વતંત્રતા મહિલાને
ક્યારેય મળી
નથી. આજે
હોય કે
પહેલા, સ્ત્રીને હંમેશાં
સંકુચિત રીતે
જ રાખવામાં આવી છે."
"સ્ત્રીને હંમેશાં
ઘરના કામ
માટે જ
જોવામાં આવે
છે. જો
એક મહિલા
બહાર નોકરી
કરતી હોય,
તો પણ
ઘરનું કામ
તેને કરવાનું
રહે જ
છે. તે
ક્યારેય પુરુષની
જવાબદારીમાં આવતું
નથી."
સોનલ જોશીના
પ્રમાણે ઘણા
એવા હક
મહિલા પાસે
છે, જેની
જાણ હોવા
છતાં તેનું
અમલીકરણ થતું
નથી.
1. સમાનતાનો અધિકાર
ઇમેજ સ્રોત,GETTY IMAGES
સોનલ જોશી
કહે છે,
"જો વાત
વેતન કે
મજૂરીની હોય
તો લિંગના
આધારે કોઈ
સાથે ભેદભાવ
કરી શકાતો
નથી. કોઈ
કંપની પુરુષ
કે મહિલા
જોઈને વેતન
નક્કી કરી
શકતી નથી."
"પણ
આપણા સમાજમાં
ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને
દરેક ક્ષેત્રે મહિલાને
પુરુષ જેટલું
વેતન મળતું
નથી."
2. કલમ 354
મહિલાઓ સાથે
થતી છેડતી
કે શોષણ
મામલે જ્યારે
કાયદાકીય મામલો
નોંધાય છે,
તો પોલીસ
આ મામલાઓમાં આરોપી
વિરુદ્ધ ધારા
354 અંતર્ગત કેસ
દાખલ કરે
છે.
સોનલ જોશી
કહે છે,
"મહિલાઓ ધારા
354 અંગે એટલું
જાણતી નથી.
જો કોઈ
વ્યક્તિ મહિલાને
ખરાબ નજરે
જુએ છે,
અથવા તો
સોશિયલ મીડિયા
પર ખોટી
રીતે હેરાન
કરે છે,
તેમનો પીછો
કરે છે
તો તેવી
વ્યક્તિ વિરુદ્ધ
મહિલા કેસ
દાખલ કરી
શકે છે."
"આ
ધારા અંગે
ઘણી મહિલાઓને ખબર પણ છે છતાં તેઓ તેનો ઉપયોગ
કરતી નથી.
સમાજ શું
કહેશે, મારા
માતાપિતા શું
વિચારશે તેવું
વિચારીને મહિલા
પોલીસ સ્ટેશન
જવાનું અને
પોતાને મળેલા
હકનો ઉપયોગ
કરવાનું પસંદ
કરતી નથી."
"મહિલા
પાસે એવો
અધિકાર પણ
છે કે
જો કોઈ
તેમની પરવાનગી
વગર તસવીર
ક્યાંક પોસ્ટ
કરી દે
અથવા તો
તેનો દુરુપયોગ કરે તો તેના
વિરુદ્ધ કેસ
કરી શકે
છે."
3. પૈતૃક સંપતિ પર હક
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
મહિલાને પૈતૃક
સંપત્તિમાં પુરો
અધિકાર મળેલો
છે. પિતાના
મૃત્યુ બાદ
તેમની દીકરીને
પણ સંપત્તિમાં એટલો
ભાગ મળે
છે, જેટલો
દીકરાને મળે
છે.
આ અધિકાર
લગ્ન બાદ
પણ મહિલા
પાસે રહે
છે.
સોનલ જોશી
કહે છે,
"આ અંગે
પણ મહિલાઓને વધુ જાણકારી નથી."
"જે
મહિલાને ખબર
છે તે
હક મેળવવા
માગે છે
કે નહીં,
તે તેના
પર નિર્ભર
કરે છે.
કેમ કે
દીકરી હંમેશાં
લેવાની નહીં,
પણ આપવાની
વાત કરતી
હોય છે."
"બીજી
તરફ મહિલાઓને એમ પણ કહી દેવામાં આવે છે કે તેમનાં લગ્ન
કરાવી દેવામાં
આવ્યા, મામેરું
આપ્યું, પણ
તે બધી
વસ્તુમાં મહિલાને
સંપત્તિનો સમાન
અધિકાર મળી
જાય છે
એવું નથી
હોતું."
4. તલાક બાદ પત્નીને વળતર
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
જો કોઈ
મહિલા તેના
પતિ પાસેથી
તલાક લે
છે, તો
પતિએ તેને
ભરણપોષણ આપવું
પડે છે.
સોનલ જોશી
કહે છે,
"જો મહિલાને
પતિ તરફથી
ભરણપોષણ મળતું
નથી તો
તે કેસ
કરી શકે
છે."
"આ
કેસમાં મહિલાના
પતિની સંપત્તિ
જપ્ત થઈ
શકે છે.
પતિની માલિકીની વસ્તુઓને
સીલ કરી
તેમાંથી ભરણપોષણ
આપી શકાય
છે."
"જોકે,
આ સ્તર
પર મહિલાઓ
ઍક્શન લેતી
નથી અથવા
તો તેનું
અમલીકરણ થતું
નથી."
5. લિવ-ઇન રિલેશનશિપમાં પ્રૉટેક્શન લૉ
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
લિવ-ઇન
રિલેશનશિપમાં રહેતી
મહિલાને ઘરેલું
હિંસા કાયદા
અંતર્ગત પ્રૉટેક્શનનો હક મળેલો છે.
સોનલ જોશીના
જણાવ્યા અનુસાર,
"લિવ-ઇન
રિલેશનશીપમાં એક
મહિલા અને
પુરુષના લગ્ન
જેવા સંબંધ
હોય છે."
"મહિલા
અને પુરુષ
બન્ને એક
ઘરમાં રહેતા
હોય અને
જો પુરુષ
મહિલાનું શારીરિક
કે માનસિક
રીતે શોષણ
કરે છે
તો તેમના
વિરુદ્ધ મહિલા
ફરિયાદ નોંધાવી
શકે છે."
લિવ ઇનમાં
રહેતા 'રાઇટ-ટુ-શેલ્ટર'
પણ મળે
છે. એટલે
કે જ્યાં
સુધી લિવ-ઇન રિલેશનશિપમાં
મહિલા છે,
તેમને કોઈ
ઘરમાંથી બહાર
કાઢી શકતું
નથી.
6. કામના સ્થળે શોષણ
ઇમેજ સ્રોત,GETTY IMAGES
કામના સ્થળે
પણ મહિલાઓને ઘણા પ્રકારના અધિકાર
મળેલા છે.
શારીરિક શોષણથી
બચાવવા માટે
સુપ્રીમ કોર્ટે
ગાઇડલાઇન્સ પણ
નક્કી કરી
હતી.
સુપ્રીમ કોર્ટની
ગાઇડલાઇન્સ સરકારી
તેમજ પ્રાઇવેટ ઑફિસમાં
પણ લાગુ
પડે છે.
કંપની અથવા
તો અન્ય
જવાબદાર નાગરિકની આ ડ્યૂટી છે કે તેઓ શારીરિક શોષણને
અટકાવે.
સોનલ જોશી
કહે છે,
"જ્યાં બે
કરતાં વધારે
મહિલા કામ
કરતી હોય
ત્યાં દરેક
કંપનીએ ઇન્ટરનલ
કમ્પલેઇન્ટ કૉમ્યુનિટી બનાવવી
જરુરી છે."
"જ્યાં
મહિલા જો
પોતાની સાથે
શારીરિક શોષણ
થયું હોય
તો ફરિયાદ
નોંધાવી શકે
છે. આ
સિવાય મહિલા
પોલીસની મદદ
પણ લઈ
શકે છે."
શારીરિક શોષણની
વ્યાખ્યામાં છેડતી,
ખરાબ નિયત
સાથે અડકવું,
મહિલા સહકર્મી
સાથે આપત્તિજનક વ્યવ્હાર
કરવો જેવી
વર્તણૂકનો સમાવેશ
થાય છે.
7. મૅટરનિટી લીવ
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
બંધારણે મહિલાને
મૅટરનિટી લીવનો
હક આપેલો
છે.
નાની મોટી
દરેક સરકારી
કે પ્રાઇવેટ કંપનીમાં
કામ કરતી
મહિલાને મૅટરનિટી લીવ મેળવવાનો હક છે.
આમ છતાં
આજે પણ
ઘણી મહિલાઓ
એવી છે
કે જેઓ
પોતાના હકથી
અજાણ છે
અથવા તો
મહિલાને આ
હક મળતો
નથી.
તો જો
મહિલાને કોઈ
કંપની હક
આપતી નથી
તો તે
કંપની પર
મહિલા કેસ
કરી શકે
છે.
8. પોલીસ કસ્ટડીમાં મહિલા પાસે ખાસ અધિકાર
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત હાઈકોર્ટના વકીલ
મીના જકતાપ
જણાવે છે,
"ફોજદારી કાર્યરીતિ 1973 સૅક્શન
51 પ્રમાણે જો
મહિલા પોલીસ
ફરજ પર
હોય તો
અને તો
જ મહિલાઓની તપાસ
કે પૂછપરછ
કરી શકે
છે."
કોઈ મહિલાની
સાંજે 6 વાગ્યાથી સવારે
6 વાગ્યા સુધી
ધરપકડ ન
કરી શકાય.
સિવાય કે
મહિલા પોલીસ
સ્થળ પર
હાજર હોય
અને તેમની
પાસે લેખિત
મંજૂરી હોય.
આ સિવાય
મહિલાને કોઈ
પણ પ્રકારની પૂછપરછ
માટે પોલીસ
સ્ટેશન બોલાવવામાં આવે તો ક્રિમિનલ
પ્રોસિજર કોડની
સૅક્શન 160 અંતર્ગત
તેઓ ઇન્કાર
કરી શકે
છે અને
ઇચ્છે તો
પોતાનાં ઘરે
મહિલા પોલીસની
તેમજ પરિવારની હાજરીમાં
વાતચીત કરવા
બોલાવી શકે
છે.
સામાન્ય નાગરિક પણ હકથી અજાણ
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક
આ તો
થઈ મહિલાઓની વાત. પણ એક સામાન્ય નાગરિક
તરીકે તમને
ખબર છે
કે તમારી
પાસે કેવા
કેવા અધિકાર
છે?
આ અંગે
બીબીસી ગુજરાતીએ સુપ્રીમ
કોર્ટના વકીલ
અને બંધારણના જાણકાર
શાંતિ પ્રકાશ
સાથે વાત
કરી.
1. ધાર્મિક સ્વતંત્રતા
શાંતિ પ્રકાશ
કહે છે,
"ભારત એક
ધર્મનિરપેક્ષ દેશ
છે જ્યાં
કોઈ પણ
વ્યક્તિ પોતાની
પસંદગી પ્રમાણે
કોઈ પણ
ધર્મને માની
શકે છે."
"દેશ
કે રાજ્યમાં કોઈ પણ એક ધર્મને પ્રધાનતા
ન આપી
શકાય. પ્રત્યેક વ્યક્તિ
પોતાની આવક,
નૈતિકતા અને
સ્વાસ્થ્યને હાનિ
પહોંચાડ્યા વગર
ગમે તે
ધર્મનું પાલન
કરી શકે
છે."
"પરંતુ
આપણા દેશમાં
એવું લાગતું
નથી. કેમ
કે દેશી
સરકાર તેમજ
કેટલાક રાજ્યની
સરકારો માત્ર
એક ધર્મને
પ્રમોટ કરી
રહી છે."
"આ
રીતે તેઓ
સીધી કે
પરોક્ષ રીતે
બંધારણનું ઉલ્લંઘન
કરે છે."
2. કાયદા હેઠળ સમાનતા
ઇમેજ સ્રોત,GETTY IMAGES
શાંતિ પ્રકાશનું કહેવું
છે કે
ભારતમાં મોટી
જનસંખ્યા એવી
છે કે
જે અશિક્ષિત છે, જેના તેમને
પોતાના હકો
અંગે જાણકારી
નથી.
તેઓ કહે
છે, "કાયદા હેઠળ
સમાનતા, ધર્મ,
વંશ, જાતિ,
લિંગ કે
જન્મ સ્થળના
આધારે ભેદભાન
કરી શકાતો
નથી અને
રોજગારના સંબંધમાં દરેકને
સમાન અવસર
મળવા અનિવાર્ય છે. "
3. શોષણ વિરુદ્ધ અધિકાર
શાંતિ પ્રકાશના જણાવ્યા
અનુસાર, "બંધારણ અનુસાર
કોઈ પ્રકારની જબરદસ્તી
કરીને કરાવવામાં આવેલો
શ્રમ અપરાધ
છે."
"બંધારણમાં આર્ટિકલ
24માં એવું
જણાવવામાં આવ્યું
છે કે
14 વર્ષ કરતાં
ઓછી ઉંમર
ધરાવતા બાળકોને
કારખાના, ખાણ
કે અન્ય
કોઈ જોખમી
નોકરીમાં રાખી
શકાતા નથી."
"જોકે,
આજે આપણે
ઘણા ઢાબા,
કારખાના, નાની-મોટી હૉટેલ્સમાં
જોઈએ છીએ
કે ત્યાં
નાના નાના
બાળકો કામ
કરતા હોય
છે."
4. અસ્પૃશ્યતાનો અંત
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ઇમેજ કૅપ્શન,
પ્રતીકાત્મક તસવીર
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાનો
અંત લાવી
દેવામાં આવ્યો
હતો. અસ્પૃશ્યતાને પ્રોત્સાહન
આપવું એ
બંધારણ પ્રમાણે
પ્રતિબંધિત છે.
શાંતિ પ્રકાશ
જણાવે છે,
"બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત લાવી દેવાની
વાત હોવા
છતાં આજે
દેશના ગામડાંમાં અસ્પૃશ્યતાનું
ચલણ જોવા
મળે છે.
ગામડાંમાં પહેલાં
લોકોની જાતિ
અંગે પૂછવામાં આવે છે અને પછી તેમની
સાથે સંબંધ
જોડવામાં આવે
છે."
"અસ્પૃશ્યતાને સમર્થન
આપવું તે
કાયદા વિરુદ્ધ
છે અને
તેની સામે
કેસ દાખલ
થઈ શકે
છે."
"છતાં
ગામડાંમાં રહેતાં
કેટલાક ગરીબ
લોકો ડરેલાં
હોય છે
અને કોઈ
પગલું ભરતાં
નથી કેમ
કે, તેમણે
એ ગામમાં
જ રહેવું
હોય છે."
"કાયદો
હોવા છતાં
તેઓ પોતાની
માટે લડી
શકતા નથી."
5. વ્યક્તિગત સ્વતંત્રતા
ઇમેજ સ્રોત,GETTY IMAGES
સુપ્રીમ કોર્ટે
ગત વર્ષે
સમલૈંગિકતા પર
મોટો નિર્ણય
આપ્યો હતો.
બંધારણના આર્ટિકલ
21 અંતર્ગત એક
વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો
પૂર્ણ હક
મળેલો છે.
શાંતિ પ્રકાશ
જણાવે છે,
"કોઈ પણ
વ્યક્તિ પોતાની
પસંદ પ્રમાણે
ગમે તે
વ્યક્તિ સાથે
રહી શકે
છે."
"લગ્ન
કરી શકે
છે અને
જો આમ
કરવાથી તેમને
કોઈ ધમકી
આપે કે
ડરાવે તો
તે વ્યક્તિ
પોલીસમાં ફરિયાદ
કરી શકે
છે."
6. સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર
બંધારણ દ્વારા
ભારતીય જનતાની
સંસ્કૃતિને બચાવવા
પણ પ્રયાસ
કરાયો છે.
અલ્પસંખ્યકોનું શિક્ષણ
અને સંસ્કૃતિ સંબંધિત
હિતોની રક્ષાની
વ્યવસ્થા કરવામાં
આવી છે.
એવું જણાવવામાં આવ્યું
છે કે
નાગરિકોના કોઈ
પણ સમૂહને,
જે ભારત
કે તેના
કોઈ પણ
ખૂણામાં રહેતું
હોય, તેને
પોતાની ભાષા,
લિપિ અને
સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો
અધિકાર છે.
ધર્મના આધારે
કોઈ પણ
વ્યક્તિને શિક્ષણ
સંસ્થામાં પ્રવેશ
મેળવતા રોકી
શકાતી નથી.
7. બંધારણીય ઉપચારોનો અધિકાર
ઇમેજ સ્રોત,GETTY IMAGES
ભારતીય બંધારણમાં મૌલિક
અધિકારોને અતિક્રમણથી બચાવવાની
વ્યવસ્થા કરવામાં
આવી છે.
બંધારણ અનુસાર
સુપ્રીમ કોર્ટને
મૌલિક અધિકારોના સંરક્ષક
તરીકે માનવામાં આવી છે.
દરેક નાગરિકને મૌલિક
અધિકારોની રક્ષા
માટે સુપ્રીમ
કોર્ટ સમક્ષ
અરજી કરવાનો
અધિકાર છે.
8. સ્વતંત્રતાનો અધિકાર
પ્રજાતંત્રમાં સ્વતંત્રતાને જ જીવન કહેવામાં
આવ્યું છે.
નાગરિકોના ઉત્કર્ષ
અને ઉત્થાન
માટે એ
જરુરી છે
કે તેમને
લેખન, ભાષણ
તેમજ તેમનો
ભાવ વ્યક્ત
કરવાની સ્વતંત્રતા આપવામાં
આવે.
તેમને સરકાર
દ્વારા એ
બાબતનું આશ્વાસન
આપવામાં આવેલું
છે કે
તેમની દૈનિક
સ્વતંત્રતાનું હનન
કરવામાં આવશે
નહીં.