14 મે, 2023

મધર્સ ડે

 કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી શકાતુ નથી. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલે આપણે કંઇ પણ કરી લઇએ તે હંમેશા ઓછું રહેશે. આપણે દુનિયામાં લાવનાર અને એક સારું વ્યક્તિત્વ આપનાર માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ વિશેષ દિવસની જરૂર નથી પરંતુ મધર્સ ડે આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવાનું બહાનું અને તક ચોક્કસપણે આપે છે. કારણથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે મનાવવામાં આવે છે. વર્ષે મધર્સ ડે 10 મેએ મનાવવામાં આવી રહ્યો છે

મા પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો દિવસ અલગ-અલગ દેશમાં અલગ-અલગ તારીખે મનાવવામાં આવે છે. જો કે, ભારત સહિત કેટલાય દેશમાં મધર્સ ડે મેના બીજા રવિવારે મનાવવામાં આવે છે. મધર્સ ડેના દિવસે લોકો મમ્મીને ભેટ આપીને અથવા તેને સ્પેશિયલ ફીલ કરાવીને અલગ-અલગ રીતે પોતાની લાગણી વ્યક્ત કરીને દિવસ મનાવે છે

કેવી રીતે થઇ મધર્સ ડેની શરૂઆત?

ઉલ્લેખનીય છે કે માતાને સન્માન આપનાર દિવસની શરૂઆત અમેરિકાથી થઇ છે. અમેરિકન એક્ટિવિસ્ટ એના જાર્વિસ પોતાની મમ્મીને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે ક્યારેય લગ્ન કર્યા અને તેમને તો કોઇ બાળક હતું. માતાનાં અવસાન બાદ તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તેમણે દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે કેટલાય દેશમાં મધર્સ ડે મનાવવા લાગ્યા

મેના બીજા રવિવારે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે? 

9 મે 1914ના રોજ અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને એક કાયદો પસાર કરાયો હતો કે જેમાં લખ્યુ હતુ કે મે મહિનાના દર બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવશે, ત્યારથી મધર્સ ડે અમેરિકા, ભારત અને કેટલાય દેશમાં મે મહિનાના બીજા રવિવારે મનાવવામાં આવે છે

કેવી રીતે મનાવવામાં આવે છે મધર્સ ડે? 

મધર્સ ડે લોકો અલગ-અલગ રીતે મનાવે છે. કેટલાક લોકો મમ્મીને કોઇ ભેટ આપે છે તો કેટલાક તેમના માટે કંઇક સ્પેશિયલ કરે છે. લોકો પોતાની મમ્મી પ્રત્યે પોતાની લાગણીઓ અલગ-અલગ અંદાજમાં વ્યક્ત કરતા હોય છે

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...