World Senior Citizen's Day
21
મી
ઓગસ્ટના
દિવસે
વિશ્વ
સિનિયર
સિટીઝન
દિવસની
ઉજવણી
કરવામાં
આવતી
હોય
છે.
સિનિયર
સિટીઝનનું
યોગદાન
અને
પ્રત્યેક
પરિવારમાં
સિનિયર
સિટિઝનના
માન
સન્માન
જળવાઇ
રહે
અને
તેની
ઉપયોગિતાને
લઈને
આજના
દિવસની
ઉજવણી
થતી
હોય
છે.
વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસનો ઇતિહાસ
તમને જણાવી દઈએ કે અમેરિકાએ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જ્યારે વર્ષ 1988માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 1988 માં, 21 ઓગસ્ટના રોજ, રોનાલ્ડ રીગને સત્તાવાર રીતે પ્રથમ રાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી કરી.
આના 2 વર્ષ પછી, 14 ડિસેમ્બર 1990 ના રોજ, વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી. આ ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ સૌપ્રથમ 1 ઓક્ટોબર 1991ના રોજ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં યુનાઈટેડ નેશન્સે તેની તારીખ બદલીને 21 ઓગસ્ટ કરી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 21 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે.
શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ?
આપને જણાવી દઈએ કે આ દિવસે વૃદ્ધો માટે આદરની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસની ઉજવણીનો હેતુ વૃદ્ધ લોકોની સ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવાનો પણ છે. અમે આ દિવસની ઉજવણી વૃદ્ધ વ્યક્તિના અનુભવ, ક્ષમતા, સિદ્ધિઓ અને ક્ષમતાઓ માટે કરીએ છીએ. આ ઉપરાંત, વૃદ્ધ વ્યક્તિએ તેમના જીવનભરના પ્રયત્નો દ્વારા તેમના બાળકને જે કંઈ આપ્યું છે તેના માટે આભાર અને આદરના પ્રતીક તરીકે અમે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી પણ કરીએ છીએ.
વ્હાલા દીકરા-દીકરી
પિતા :-~
_જે દિવસે તમને લાગે કે હું ઘરડો થઈ ગયો છું
ત્યારે મારી સાથે થોડી ધીરજથી કામ લેજો અને મને સમજાવવા કોશિશ કરજો.
માતા :-~
જમતી વખતે કપડા ખરાબ થાય કે હું અસ્તવ્યસ્ત કપડા પહેરું તો બૂમાબૂમ કરવાને બદલે યાદ રાખજો કે મેં તમને આ બધું શીખવવામાં દિવસો પસાર કર્યા હતા.
પિતા :-~
સ્મ્રૃતિભંશને લીધે જો એકની એક વાત બોલ્યા કરું તો સાંભળી લેજો. તમે નાના હતા ત્યારે એક ની એક વાર્તા સાંભળવાની જીદ કરતા અને મોડી રાત સુધી જાગીને હું પ્રેમથી વાર્તા કહેતો હતો.
માતા :-~
હું નિયમિત ન્હાવાનું ભૂલી જાઉં ત્યારે યાદ રાખજો કે તમે નાના હતા ત્યારે તમને નવડાવવા માટે મારે બહાના શોધવા પડતા હતા.
પિતા :-~
નવા જમાનાની શોધ વિશેના મારા અજ્ઞાન પર હસશો નહીં પરંતુ મને તે સમજાવવામાં મદદ કરજો.
પિતા :-
ક્યારેક હું યાદદાસ્ત ગુમાવી બેસું અને વાતચીતમાં પૂરતું ધ્યાન ન આપી શકું તો દુખી ના થશો કેમકે મારા માટે તો તમારી પાસે બેસવું એ જ મુખ્ય આનંદ હશે.
ક્યારેક હું ભોજન લેવાની ના પાડું તો આગ્રહ ના કરતા કેમ કે મોટી ઉંમરે ભૂખ ઓછી થાય છે.
હું અશક્ત બની જાઉં અને સરખી રીતે ચાલી ન શકું તો મેં તમને પા પા પગલી ભરતાં શીખવ્યું હતું તેરી યાદ કરીને મને હાથ પકડીને ચલાવજો.
માતા :-
ક્યારેક શારીરિક કે માનસિક આ વ્યાધિને લીધે હું કહું કે મારે મરી જવું છે તો ગુસ્સો ન થતા. મારી મર્યાદાઓ અને લાચારી ને તમને કદાચ ભવિષ્યમાં સમજાશે.
હું શેના માટે જીવી રહ્યો છું તે જાણીને મારી સાથે સમજીને વર્તન કરશો તો મારું દુઃખ ઓછું થશે.
મને સહાય કરીને મારું જીવન પ્રેમથી પૂરું કરવામાં સહાય કરશો.
જગતના સૌ દીકરા અને દીકરીઓને માતા અને પિતા તરફથી અર્પણ.