12 માર્ચ, 2026

ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનાત્મક સેમિનાર

 મિત્રો,

ECHO Foundation છેલ્લા 5 વર્ષથી ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરે છે. ખાસ કરીને Architectural, Civil અને Surveyor ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નોકરી કે બિઝનેસ કેવી રીતે શરૂ કરવો, તેની પ્રાયોગિક અને ઉપયોગી માહિતી આપવાનો અમારો પ્રયત્ન રહે છે. ખાસ વાત એ છે કે અમે આ પ્રવૃત્તિઓ રૂરલ એરિયામાં પણ પહોંચાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ, જેથી ગામડાના વિદ્યાર્થીઓને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહે.

ECHO Foundation પાસે 12A અને 80G સર્ટિફિકેટ ઉપલબ્ધ છે. તેથી સંસ્થામાં આપેલું દાન Tax Benefit માટે પણ યોગ્ય ગણાય છે. અમારી સંસ્થા પારદર્શિતાને મહત્વ આપે છે. તેથી અમે નિયમિત રીતે Mumbai Charity Commissioner પાસે જરૂરી રિપોર્ટ સબમિટ કરીએ છીએ અને Income Tax Return પણ નિયમિત રીતે ભરીએ છીએ. અમારી પ્રવૃત્તિઓ અને કામની વિગત અમે અમારી Website પર સમયાંતરે અપડેટ પણ કરીએ છીએ.

આપ સૌ મિત્રોને આમંત્રણ છે કે આપણે સૌ મળીને આપણા પાસે જે જ્ઞાન અને અનુભવ છે તે આગામી પેઢીને આપીયે. આપણી નાની મદદથી ભવિષ્યમાં દેશને હોનહાર Engineers, Architects અને Surveyors મળી શકે — એ જ અમારો હેતુ છે.

તમે આપેલું દાન સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓના હિત માટે જ વપરાય છે.

ચાલો, મળીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નાનો પણ મહત્વપૂર્ણ પ્રયત્ન કરીએ.  

અમારી વેબ સાઈટ ની મુલાકાત લઇ ઓનલાઇન  દાન આપી શકો છો  https://echoekgoonj.blogspot.com/  👈🏻


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

સફળ લોકોનો સામાન્ય ગુણ

  Good Morning ECHO- एक   गूंज   સફળ લોકોનો સામાન્ય ગુણ જીવનમાં સફળ થયેલા લોકો સકારાત્મક વિચારધારા ધરાવતા હોય છે . તેઓ મુશ્ક...