1 ડિસે, 2021

વર્લ્ડ એઇડ્સ ડે

 

તા. 01 ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે

 

વિશ્વભરમાં એચઆઇવી સંક્રમણ પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે મનાવવામાં આવે છે. WHO સૌથી પ્રથમ વિશ્વ એઇડ્સ ડેને વૈશ્વિક સ્તરે મનાવવાની શરૂઆત ઑગષ્ટ 1987માં કરી હતી

વર્લ્ડ એઇડ્સ ડેનો ઉદ્દેશ્ય

વર્લ્ડ એઇડ્સ ડે મનાવવાનો ઉદ્દેશ્ય એચઆઇવી સંક્રમણના કારણે થતી મહામારી એઇડ્સ વિશે દરેક ઉંમરના લોકો વચ્ચે જાગરૂકતા વધારવાનો છે. એઇડસ આજના આધુનિક સમયની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. UNICEFના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 36.9 મિલિયનથી વધારે લોકો HIVના શિકાર થઇ ચુક્યા છે જ્યારે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ભારતમાં એચઆઇવીના દર્દીઓની સંખ્યા લગભગ 2.7 મિલિયનની આસપાસ છે. વિશ્વમાં દરરોજ પ્રત્યેક દિવસે 980 બાળકો એચઆઇવી વાયરસથી સંક્રમિત થાય છે, જેમાંથી 320નું મૃત્યુ થઇ જાય છે. વર્ષ 1986માં ભારતમાં પ્રથમ એઇડ્સનો કેસ જોવા મળ્યો હતો

કેવી રીતે થઇ વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત? 

વિશ્વ એઇડ્સ દિવસ સૌથી પ્રથમ ઑગષ્ટ 1987માં જેમ્સ ડ્બ્લ્યૂ બુન અને થોમસ નેટર નામના વ્યક્તિએ મનાવ્યો હતો. જેમ્સ ડબ્લ્યૂ બુન અને થોમસ નેટર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં એઇડ્સ પર ગ્લોબલ કાર્યક્રમ માટે સત્તાવાર રીતે જિનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં નિયુક્ત હતા. જેમ્સ ડ્બ્લ્યૂ બુન અને થોમસ નેટરે WHOના ગ્લોબલ પ્રોગ્રામ ઑન એઇડ્સના ડાયરેક્ટર જોનાથન માનની સામે વિશ્વ એઇડ્સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જોનાથનને વિશ્વ એઇડ્સ દિવસ મનાવવાનો વિચાર ગમ્યો અને તેમણે 1 ડિસેમ્બર 1988ના દિવસને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે મનાવવા માટે નક્કી કર્યો. ઉલ્લેખનીય છે કે આઠ સરકારી સાર્વજનિક સ્વાસ્થ્ય દિવસોમાં વિશ્વ એઇડ્સ દિવસ સામેલ છે

કોઇ પણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે

શરૂઆતના સમયમાં વિશ્વ એઇડ્સ દિવસને માત્ર બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવતો જ્યારે એચઆઇવી સંક્રમણ કોઇ પણ ઉંમરના વ્યક્તિને અસર કરી શકે છે. ત્યારબાદ વર્ષ 1996માં HIV/AIDS પર સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર અને પ્રસારનું કામ સંભાળતા વર્ષ 1997માં વિશ્વ એઇડ્સ અભિયાન હેઠળ સંચાર, જાગરૂકતા, રોકથામ અને શિક્ષણ પર ઘણું કામ કરવાનું શરૂ કરી દીધું હતું

શું છે એચઆઇવી એઇડ્સ?

HIV એક પ્રકારની જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે. તેને મેડિકલની ભાષામાં હ્યૂમન ઇમ્યૂનોડેફિશિયન્સી વાયરસ એટલે કે એચઆઇવીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે લોકો બોલચાલમાં એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખે છે. તેમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરના ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી

કારણથી થાય છે એઇડ્સ

- અનસેફ સેક્સ (કોન્ડોમ વગર) કરવાથી

- સંક્રમિત લોહી ચઢાવવાથી

- HIV પૉઝિટિવ મહિલાઓના બાળકોમાં

- એકવાર ઉપયોગમાં લેવામાં આવતી સોયનો બીજીવાર ઉપયોગ કરવાથી

- ઇન્ફેક્ટેડ બ્લેડ યૂઝ કરવાથી

એચઆઇવીના લક્ષણ? (HIV/AIDS Symptoms)

- તાવ

- પરસેવો થવો

- ઠંડી લાગવી

- થાક

- ભૂખ ઓછી લાગવી

- વજન ઘટવું

- ઉલ્ટી થવી

- ગળામાં ખારાશ થવી

- દસ્ત થવો

- ખાંસી આવવી

- શ્વાસ લેવામાં તકલીફ પડવી

- શરીર પર લાલ ચકમા પડવા

- સ્કીન પ્રોબ્લેમ

વર્લ્ડ એઇડ્સ ડે 2020ની થીમ

વિશ્વ એઇડ્સ દિવસ માટે વર્ષની થીમ 'વૈશ્વિક એકતા, સહિયારી જવાબદારી' છે.

 

The theme for this year is ‘Global solidarity, shared responsibility’

 From: https://www.gujaratsamachar.com/news/health/world-aids-day-

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...