20 ઑક્ટો, 2021

જેલ વિષે થોડી માહિતી

 જેલ વિષે થોડી માહિતી 

જાણો છો, જેલમાં ભોજન કેવું મળે છે? મેન્યુમાં શું શું આઈટેમ્સ હોય છે? તમે બહારથી કેટલા પૈસા મંગાવી શકો છો? જેલમાં કંઈ ખરીદવાનું તો હોતું નથી તો પછી તમને પૈસાની જરૂર કેમ પડે છે? સૂવા-જાગવાનો સમય શું હોય છે? અને પરિવારજનોને મળવા માટે શું ગાઈડલાઈન્સ હોય છે...

કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે?
જેલ મેન્યુઅલ પ્રમાણે તેને અત્યારે કેદી નંબર અને ડ્રેસ આપવામાં નહીં આવે. સાથે તેમની બેરેક પણ સજા પ્રાપ્ત કેદીઓથી અલગ હશે. જો કે, આર્યનને અંડર ટ્રાયલ કેદી નંબર આપવામાં આવ્યો છે.

જેલમાં કેવી રીતે થાય છે કેદીઓનાં દિવસની શરૂઆત?
જેલ મેન્યુઅલ અનુસાર, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેલની સેલ ખોલવામાં આવે છે. આથી સવારે 6 વાગ્યે તમામ કેદીઓને જગાડી દેવામાં આવે છે. સવારે 7 વાગ્યા આસપાસ નાસ્તા પછી બપોરે લંચ અને સાંજે લગભગ 6 વાગ્યા સુધી ડિનર થઈ જાય છે. સૂર્યાસ્ત થયા પછી તમામ કેદીઓની ગણતરી પછી ફરીવાર સેલમાં મોકલી દેવામાં આવે છે. 8 વાગ્યા આસપાસ લાઈટ બંધી કરી દેવામાં આવે છે.

ભોજનમાં શું મળે છે?
ભોજનનું મેન્યુ દરેક જેલના હિસાબે બદલાય છે. કેદીઓને ઋતુ પ્રમાણેના શાકભાજી પણ ખાવા આપવામાં આવે છે. નાસ્તામાં ચા, પૌંઆ, બ્રેડ, ચણા, બિસ્કિટ કે ઉપમા આપવામાં આવે છે. લંચ અને ડિનરમાં દાળ-ભાત, શાક અને 2-4 રોટલીઓ આપવામાં આવે છે. તહેવારોમાં મેન્યુમાં કંઈક સ્પેશિયલ રાખવામાં આવે છે.

 

દિવસભર શું કરે છે કેદીઓ?
જેલનું સમગ્ર કામકાજ કેદી કરે છે. સાફસફાઈ, ભોજન બનાવવું, ભોજન પીરસવું જેવા કામો માટે કેદીઓની ડ્યુટી લગાવવામાં આવે છે.

ઉપરાંત પણ કેદીઓ પાસે અલગ-અલગ કામ કરાવવામાં આવે છે. તેમાં માળી, કૂક જેવી ડ્યુટી પણ આપવામાં આવે છે.

મોટી જેલોમાં કેદીઓના કામ કરવા માટે નાની-નાની ફેક્ટરીઓ પણ હોય છે. તેમાં સિલાઈ, ગુલાલ બનાવવા જેવા કામ કરાવવામાં આવે છે. કામના બદલામાં કેદીઓને મહેનતાણુ આપવામાં આવે છે.

કેદી ઘરેથી કેટલા પૈસા મંગાવી શકે છે?
દરેક કેદી ઘરેથી દર મહિને વધુમાં વધુ 4500 રૂપિયા સુધી મગાવી શકે છે, પણ મની ઓર્ડર દ્વારા. કારણથી આર્યનને પણ તેના પરિવાર 4500 રૂપિયાનું મનીઓર્ડર કર્યુ હતું. જે કોઈપણ કેદીને અપાતા પૈસાની મહત્તમ મર્યાદા છે.

જેલમાં તમે પૈસાનું શું કરશો?
તમે વિચારતા હશો કે જેલમાં તમે પૈસાનું શું કરશો? વાસ્તવમાં જેલમાં એક સ્ટોર હોય છે, જેમાં તમે કૂપન દ્વારા ખરીદી કરી શકો છો. કૂપન તમે પૈસાથી ખરીદી શકો છો. કૂપનને તમે જેલની અંદરની કરન્સી સમજો. કૂપન પણ નોન ટ્રાન્સફરેબેલ હોય છે. એટલે કે તેનો ઉપયોગ માત્ર કરી શકે છે જેણે તે ખરીદ્યા છે. કૂપન, 2, 5, 10 અને 20 રૂપિયા સુધીના હોય છે. એક સમયમાં તમે 2000 રૂપિયા સુધીના કૂપન સાથે રાખી શકો છો.

 

ઘરના લોકોને ક્યારે-ક્યારે અને કઈ રીતે મળી શકો છો?
કોરોના અગાઉ કેદી પોતાના પરિજનોને ફિઝિકલી મળી શકતા હતા, પરંતુ કોરોનાના કારણે હાલ ફોન કોલ કે વીડિયો કોલ પર વાત કરી શકે છે. એક કેદી સપ્તાહમાં બે વાર કોઈની સાથે વીડિયો કોલથી વાત કરી શકે છે. સામાન્ય રીતે ફિઝિકલી સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી કેદીઓના દોસ્ત, પરિજનો તેને મળી શકે છે.

ઈલાજ માટે શું સુવિધાઓ હોય છે?
કેદીઓની સામાન્ય બીમારીના ઈલાજ માટે જેલમાં એક અલગ રૂમ બનેલો હોય છે અને એક ડોક્ટર પણ હાજર રહે છે. જો કે ગંભીર બીમારી થવા પર કેદીને હોસ્પિટલે લઈ જવાય છે.

બેરેક પણ હોય છે અલગ-અલગ?

·         એવી જેલ કે જ્યાં મહિલા અને પુરૂષ કેદી બંનેને રાખવામાં આવે છે, ત્યાં બંનેને અલગ-અલગ બિલ્ડિંગમાં રાખવાના હોય છે કે પછી એક બિલ્ડીંગમાં બે સંપૂર્ણપણે અલગ હિસ્સાઓમાં રાખવામાં આવે છે.

·         એવી જેલ કે જ્યાં 21 વર્ષથી ઓછી વયના કેદીને રાખવામાં આવે છે, તેમને પણ પુખ્ત પુરૂષ કેદીઓથી અલગ રાખવામાં આવે છે.

·         રીતે વિચારાધીન અને સજા પ્રાપ્ત કેદીઓને પણ અલગ-અલગ રાખવામાં આવે છે.

·         સિવિલ કેદીઓને ક્રિમિનલ કેદીઓથી અલગ રાખવામાં આવે છે.

બેરેકમાં કેદીને કેટલી જગ્યા મળે છે?

·         મધ્યપ્રદેશમાં દરેક કેદી માટે 41.806 સ્ક્વેર મીટર જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે.

·         કેદીઓને 0.76 મીટર પહોળો પલંગ આપવામાં આવે છે, જે જમીનથી 1.98 મીટર ઊંચો હોય છે. સાથે દરેક પલંગમાં માથું રાખવાની જગ્યા બીજા પલંગમાં પગ રાખવાની દિશામાં હોય છે.

શું આજીવન કેદ 14 વર્ષની હોય છે?
ના. આજીવન કેદ સમગ્ર જીવન માટે હોય છે. જો કે આજીવન કેદને માફ કરાવવા માટે 14 વર્ષ પછી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પાસે અરજી કરી શકાય છે. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બાકી સજા માફ કરી દે તો તમે જેલમાંથી છૂટી શકો છો. અરજી 14 વર્ષની સજા કાપ્યા પછી કરી શકાય છે.

જેલમાં કેદીઓને શું અધિકાર મળેલા હોય છે?
સામાન્ય રીતે જેલમાં કેદીઓને 6 અધિકાર મળેલા હોય છે.

·         જીવન રક્ષાનો અધિકાર.

·         સારવારનો અધિકાર.

·         જામીન કે કેસની સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટ સામે રજૂ થવા કે પોતાની વાત કહેવાનો અધિકાર.

·         નિયમો અનુસાર સંબંધીઓને મળવાનો અને વાત કરવાનો અધિકાર.

·         વકીલને મળવાનો અને વાત કરવાનો અધિકાર.

·         સારા આચરણ પર સજાનો મોટો હિસ્સો કાપ્યા પછી પેરોલનો અધિકાર.

દરેક રાજ્યની અલગ-અલગ ગાઈડલાઈન
લૉ એન્ડ ઓર્ડર રાજ્યનો વિષય છે તેથી દરેક રાજ્યની જેલ મેન્યુઅલ પણ અલગ-અલગ હોય છે. સાથે અલગ-અલગ જેલમાં પણ અલગ-અલગ નિયમ હોઈ શકે છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર પણ નિર્ભર કરે છે.

સમાચાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જેલ મેન્યુઅલ, પ્રિઝન એક્ટ 1894 અને એક્સપર્ટ્સ સાથે વાતચીતના આધારે લખવામાં આવી છે.


From:Divya Bhaskar

https://www.divyabhaskar.co.in/entertainment/news/the-arthur-road-jail-in-india-where-aryan-khan-is-imprisoned-is-there-a-ghost-of-129039001.html

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...