✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
જિંદગીને મેનેજ કરવી પડે છે, જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો
દોર આપીએ તો જિંદગી ભટકી જાય છે. જિંદગી માટે એક માર્ગ નક્કી કરવો પડે છે અને પછી
એ માર્ગ ચુકાઈ ન જાય એની પણ કાળજી રાખવી પડે છે.
જીવન-આદ્યાત્મિક-તંદુરતી-અભ્યાશ વિશે માહિતી By ECHO Foundation- Mumbai
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
જિંદગીને મેનેજ કરવી પડે છે, જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો
દોર આપીએ તો જિંદગી ભટકી જાય છે. જિંદગી માટે એક માર્ગ નક્કી કરવો પડે છે અને પછી
એ માર્ગ ચુકાઈ ન જાય એની પણ કાળજી રાખવી પડે છે.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
જિંદગી જો આડા પાટે ચડી ગઇ હોય તો
સમજવું કે, આપણે સાચા અને સારા નિયમો ફોલો કર્યા
નથી. જિંદગી માટે સારી વાત એ છે કે, સમય મુજબ નિયમો
બદલાવી શકાય છે. જિંદગી આપણને પૂરતી તકો આપે છે. જિંદગીને રેઢી ન મૂકો, જિંદગી ખોવાઇ જશે તો જીવવાની મજા નહીં આવે.
જિંદગી જીવવાની મજા ન આવતી હોય તો તેનાં કારણો શોધીને નિરાકરણ લાવવું પડે છે. આપણી
જિંદગી અંતે તો આપણે બનાવેલા નિયમો અને આપણે લીધેલા નિર્ણયોથી જ બનતી કે બગડતી હોય
છે!
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
આપણને ઘણું માફક આવે છે અને ઘણું
માફક નથી આવતું, ઘણું ફાવે છે અને ઘણું નથી ફાવતું.
ક્યારેક પરિસ્થિતિને તાબે થઇને આપણે અમુક ઘટનાઓ અને સ્થિતિ સાથે અનુકૂળ થઇ જતા
હોઇએ છીએ, પણ એ પરમેનન્ટ નથી જીરવાતું. ટોક્સિક
વાતાવરણ અને ટોક્સિક લોકો સાથે ક્યારેક પનારો પડી જતો હોય છે. એની સાથે પણ મોકો
જોઇને મુક્તિ મેળવી લેવી પડતી હોય છે.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
અમુક સમયે જિંદગી સાથે ફ્લેક્સિબલ
થવું પડે છે. સંબંધો માટે પણ આપણે નિયમો બનાવતા હોઇએ છીએ. કોની સાથે કેટલા સંબંધ
રાખવા, કોની કેટલું નજીક જવું, કોને નજીક આવવા દેવા એ આપણે નક્કી કરતા હોઇએ છીએ.
જિંદગી માટે એ પણ ખૂબ જરૂરી છે. આપણે જેની સાથે સંબંધો રાખીએ છીએ એની અસર આપણા પર
થતી હોય છે. કેટલો છાંયો મળશે એ તો ઝાડ કેવું છે તેના પર આધાર રાખે છે. વડલા કે
પીપળા જેવો છાંયો નાળિયેરી ક્યારેય આપી શકે નહીં. અલબત્ત, કેટલાક સંબંધો એવા હોય છે જેના માટે એક જ લાઇનનો
નિયમ લાગુ પડે છે કે, એના માટે કંઇ પણ! કોણ આપણા જીવનને
બહેતર બનાવે છે, આપણાથી કોને કેટલો ફેર પડે છે, કોણ પોતાનું છે અને કોણ પારકું છે એની સમજ
જિંદગીમાં કેળવવી પડે છે અને એના આધારે એની સાથેના નિયમો નક્કી કરવા પડે છે.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
જિંદગી પાછી એવી છે કે એ દરેક વખતે
નિયમો મુજબ ચાલતી નથી. જિંદગી નવા નવા પડકારો સામે લાવતી રહે છે. નવી સમસ્યા માટે
નવો ઉકેલ જ લાવવો પડે છે. એવા સમયે નવા નિયમને અપનાવવાની તૈયારી પણ હોવી જોઇએ. હું
આમ જ કરું અને એના સિવાય કંઇ જ ન કરું એવી જીદ જિંદગી સાથે ચાલતી નથી.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
ડિસિપ્લિન આપણને ડિઝર્વિંગ રાખે છે.
શિસ્ત અને સંયમ માણસને સાચા માર્ગે ટકાવી રાખે છે. આપણે બસ એ ચેક કરતા રહેવું પડે
છે કે, મારી લાઇફ માટે મેં જે બંધારણ ઘડ્યું
છે, મેં જે નિયમો બનાવ્યા છે એ સાચા તો
છેને? કેટલાક નિયમો આપણે પોતાની રીતે
બનાવતા હોઇએ છીએ તો કેટલાક નિયમો આપણે બીજાને જોઇને ઘડતા હોઇએ છીએ.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
આપણે બધા આમ તો નક્કી કરતા જ હોઇએ
છીએ કે, આમ કરવું છે અને આમ નથી કરવું.
જિંદગીના નિયમો લખાયેલા નથી હોતા છતાં પાળવામાં આવતા હોય છે. રોજ સવાર પડે અને
આપણે નક્કી કરતા હોઇએ છીએ કે,
આજે આટલું કામ
કરવાનું છે. રજા કે લેઝર મૂડના પણ નિયમો આપણે પાળતા હોઇએ છીએ. રજા પણ દરેક પોતાની
રીતે એન્જોય કરતા હોય છે. ક્યારેક નિયમોને બાજુએ મૂકીને જિંદગી જીવવાનું મન થાય
છે. થોડીક છૂટછાટો લઇએ છીએ પણ સરવાળે પાછા લાઇન પર આવી જઇએ છીએ.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દરેક માણસ નિયતિ લખાવીને આવે છે એવું
કહેવાતું આવ્યું છે. નિયતિ ભલે લખાઇ જતી હોય, પણ તેને આકાર
આપણે આપવો પડે છે. માટીનો પિંડ એક જ હોય છે, પણ તેમાંથી ઘાટ
અલગ અલગ ઘડી શકાય છે. આપણે આપણી જિંદગીને કેવો આકાર આપવો એ આપણે નક્કી કરવાનું હોય
છે. આપણી જિંદગીના વિધાતા આપણે જ હોઇએ છીએ. આપણી હાર, જીત, સફળતા, નિષ્ફળતાથી માંડીને આપણાં સુખ અને દુ:ખ માટે આપણે
જ જવાબદાર હોઇએ છીએ.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
આપણી માનસિકતા કોઇને મળતી આવતી હોઈ
શકે છે, પણ હાથના અંગૂઠાની છાપની જેમ બે માણસ
સંપૂર્ણપણે ક્યારેય સરખા નથી હોતા. પ્રકૃતિએ પોતાની તમામ રચનામાં વેરાઇટીઝ મૂકી
છે. એક જ ઝાડનાં બે પાંદડાં સરખાં નથી હોતાં. એક જ છોડ પર આવતાં બે ફૂલ પણ જુદાં
જુદાં હોય છે. ઝરણાંનું વહેણ જુદું જુદું હોય છે. બે પહાડ પણ ક્યાંય એકસરખા નથી.
એક દરિયો હોય તો પણ કિનારા જુદા જુદા હોય છે. એકસાથે જન્મેલાં ટ્વિન્સ બાળકો પણ
ક્યાં એકસરખાં હોય છે?
દેશની જેમ જિંદગી માટે પણ નિયમો
જરૂરી છે.
✍🏻📖 *GOOD MORNING*
*ECHO-एक गूँज*
દેશની જેમ જિંદગી માટે પણ નિયમો
જરૂરી છે. જિંદગીનું પણ એક બંધારણ હોવું જોઇએ. જિંદગીને છૂટો દોર ન આપી શકાય. જો
જિંદગીની લગામ આપણા હાથમાં ન રાખીએ તો જિંદગી ભટકી અને ક્યારેક અટકી જતી હોય છે.
દરેક વ્યક્તિ જુદી છે. દેખાવમાં ભલે આપણે બધા સરખા રહ્યા, પણ સમજ, સ્વભાવ અને
સંજોગોથી આપણે જુદા પડીએ છીએ.
✍🏻📖 *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...